Book Title: Jivanshuddhi ane Mahavir Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ ૪૪]. દર્શન અને ચિંતન દઈએ છીએ. જ્યારે એ ભયાનક પરિષહે અને પ્રભાવશાળી દેવાની વાત સામે આવે છે ત્યારે શ્રદ્ધાથી અચંબો પામીએ કે અશ્રદ્ધાથી એ વાત ન માનીએ એ બંનેનું પરિણામ એક જ આવે છે અને તે એ કે આપણે શુદ્ધ રહ્યા, આવું તે આપણા જીવનમાં ક્યાંથી આવે ? એ તે મહાપુરુષમાં જ હોય અથવા કઈમાં ન હોય એમ ધારી, આપણે શ્રદ્ધાળુ હોઈએ કે અશ્રદ્ધાળ હાઈએ, પણ મહાવીરના જીવનમાંથી આપણું જીવન પરત્વે કશું જ ઘટાવી કે ફલિત કરી શકતા નથી. એટલે આપણે તો જીવનશુદ્ધિની દૃષ્ટિએ ભગવાન મહાવીરના જીવનમાંથી કશે જ ફાયદો ઉઠાવી શકતા નથી, એમ સામાન્ય રીતે કહી શકાય. મહાવીરની મહત્તા દેવોના આગમન કે બીજી દિવ્ય વિભૂતિઓમાં નથી, શરીરસૌષ્ઠવ કે બીજા ચમત્કારમાં પણ નથી, કારણ કે જે દેવો આવી જ શકતા હોય તે બીજાઓ પાસે પણ આવે અને શરીરનું સૌષ્ઠવ તથા બીજી વિભૂતિઓ તે મહાન ભેગી ચક્રવતીઓને કે જાદુગરેને પણ સાંપડે. પછી આપણે આવી અતિશયતાઓથી કાં લેભાગું જોઈએ ? ત્યારે પ્રશ્ન થશે કે ભગવાનના જીવનમાં આકર્ષક અથવા ઉપયોગી અને અસાધારણ મેહક તત્વ શું છે કે જેને સંબંધ આપણું સાથે પણ સંભવી, શકે અને જેને લીધે ભગવાનની આટલી મહત્તા છે? એને ઉત્તર રાતદિવસ ચાલતા આપણા જીવનમાંનાં તોફાનોમાંથી મળી રહે છે. જે તેફાને આપણને હેરાન કરે છે, કચરી નાખે છે અને નિરાશ કરી મૂકે છે, તે જ મનનાં તોફાને. ભગવાનને પણ હતાં. ભયનું ભારે વાવાઝોડું, બીકનું ભારે દબાણ, સ્થિર રહેવાની લીધેલ પ્રતિજ્ઞામાંથી ચલિત થઈ હંમેશની પડેલી ભેગની ટેવામાં તણાઈ જવાની નબળાઈ સંગમનું રૂપ ધારણ કરીને આવી અને ભગવાનની કસોટી થવા લાગી. પ્રતિજ્ઞાના અડગ પગ ડગાવવા પૂર્વ ભોગોના સ્મરણું અને લાલચે આગનું રૂપ ધારણ કર્યું અને ખીર પાકવા લાગી. મહાવ્રતની ભીષ્મ પ્રતિજ્ઞા લેતી વખતે અંતરાત્માના દિવ્ય નાદને સાંભળવા ભગવાને મનમાં જે શ્રવણ–બારીઓ ઉધાડી મૂકી હતી, તેમાં દુન્યવી વાવાઝોડાના નાદે ખીલારૂપે દાખલ થયા. આ બધું છતાં એ ભીષ્મપ્રતિજ્ઞાવીર કેવી કેવી રીતે આગળ વધે જ ગયા, અને સંગમથી કે પગ ઉપરના ખીરપાકથી કે ખીલા ભોંકાવાથી જરા પણ પાછા ન હઠતાં છેવટે વિજયવાન થયા, એ જ જાણવામાં મહાવીરના જીવનની મહત્તા છે. એવા સંગમ દેવ, એ રંધાતી ખીરે, એ કાનમાં ઠોકાતા ખીલાઓ આપણે રેજેજ આપણા જીવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4