Page #1
--------------------------------------------------------------------------
________________
જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર
[ ૨૯ ] આજને છેલ્લે દિવસ એટલે શું ? લેકે એને સાંવત્સરિક દિવસ કે પર્વ કહે છે, પણ વળી સાંવત્સરિક એટલે શું એ પ્રશ્ન થાય છે. એને ઉત્તર ઉપરના માળામાં આવે છે.
ભગવાન મહાવીર અને જીવનશદ્ધિ એ બે વસ્તુ નેખી નથી જ. એ તે એક જ તત્વનાં બે નામે અને રૂપ છે. કલ્પના અને બુદ્ધિ જ કાંઈક વિચારી શકે તેવી સૂક્ષ્મ વસ્તુ એ જીવનશુદ્ધિ, અને હાલતી ચાલતી તથા જીવતી જાગતી, તેમ જ સ્થૂળ દષ્ટિને પણ ગ્રાહ્ય થઈ શકે તેવી જીવનશુદ્ધિ એ ભગવાન મહાવીર.
આજનો દિવસ જીવનશુદ્ધિનો; એટલે જીવનશુદ્ધિને આદર્શ માનનાર હરકેઈને માટે પિતાના ભૂત જીવનમાં ડોકિયું કરવાને અને એ જીવનમાં
ક્યાં ક્યાં કચરો એકઠો થયે છે એની સૂક્ષ્મ તપાસ કરવાને. આટલું જ કરવા માટે આપણે ભગવાનનું જીવન સાંભળીએ છીએ. જે એ જીવન સાંભળી પિતાના જીવનમાં એકવાર પણ ડકિયું કરાય અને પોતાની નબળાઈઓ નજરે પડે તે સમજી લેવું કે તે બધાં જ તપ તપે અને બધાં જ તીર્થોની યાત્રા કરી ! પછી દેવ, ગુર અને ધર્મ એ ત્રણની જુદાઈ નહિ રહે, એને માટે એને રણઝની પેઠે રખડવું નહિ પડે.
આપણે સાંવત્સરિક દિવસે કેટલા પસાર કર્યો ? તેને સ્થૂળ ઉત્તર તે સૌ કઈ પિતાની જન્મપત્રિકામાંથી મેળવી શકે, પણ યથાર્થ સાંવત્સરિક દિવસ પસાર કર્યો છે કે નહિ એને સત્ય ઉત્તર તો અંતરાત્મા જ આપી શકે. પચાસ વર્ષ જેટલી લાંબી ઉંમરમાં એકવાર પણ આવું સાંવત્સરિક પર્વ જીવનમાં આવી જાય તે એનાં બાકીનાં ઓગણપચાસે સફળ જ છે. ભગવાન મહાવીરનું જીવન સાંભળીએ છીએ ત્યારે તેમના ઉપર પડેલા ઉપસર્ગો સાંભળી અને તેમની પાસે હાજર થતી દેવોની સંખ્યા સાંભળી કાં તે અચરજ પામી વાહ વાહ કરીએ છીએ અને કાં તો “કાંઈક હશે” એમ કહી અશ્રદ્ધાથી કેકી
Page #2
--------------------------------------------------------------------------
________________
૪૪].
દર્શન અને ચિંતન દઈએ છીએ. જ્યારે એ ભયાનક પરિષહે અને પ્રભાવશાળી દેવાની વાત સામે આવે છે ત્યારે શ્રદ્ધાથી અચંબો પામીએ કે અશ્રદ્ધાથી એ વાત ન માનીએ એ બંનેનું પરિણામ એક જ આવે છે અને તે એ કે આપણે શુદ્ધ રહ્યા, આવું તે આપણા જીવનમાં ક્યાંથી આવે ? એ તે મહાપુરુષમાં જ હોય અથવા કઈમાં ન હોય એમ ધારી, આપણે શ્રદ્ધાળુ હોઈએ કે અશ્રદ્ધાળ હાઈએ, પણ મહાવીરના જીવનમાંથી આપણું જીવન પરત્વે કશું જ ઘટાવી કે ફલિત કરી શકતા નથી. એટલે આપણે તો જીવનશુદ્ધિની દૃષ્ટિએ ભગવાન મહાવીરના જીવનમાંથી કશે જ ફાયદો ઉઠાવી શકતા નથી, એમ સામાન્ય રીતે કહી શકાય. મહાવીરની મહત્તા દેવોના આગમન કે બીજી દિવ્ય વિભૂતિઓમાં નથી, શરીરસૌષ્ઠવ કે બીજા ચમત્કારમાં પણ નથી, કારણ કે જે દેવો આવી જ શકતા હોય તે બીજાઓ પાસે પણ આવે અને શરીરનું સૌષ્ઠવ તથા બીજી વિભૂતિઓ તે મહાન ભેગી ચક્રવતીઓને કે જાદુગરેને પણ સાંપડે. પછી આપણે આવી અતિશયતાઓથી કાં લેભાગું જોઈએ ?
ત્યારે પ્રશ્ન થશે કે ભગવાનના જીવનમાં આકર્ષક અથવા ઉપયોગી અને અસાધારણ મેહક તત્વ શું છે કે જેને સંબંધ આપણું સાથે પણ સંભવી, શકે અને જેને લીધે ભગવાનની આટલી મહત્તા છે? એને ઉત્તર રાતદિવસ ચાલતા આપણા જીવનમાંનાં તોફાનોમાંથી મળી રહે છે. જે તેફાને આપણને હેરાન કરે છે, કચરી નાખે છે અને નિરાશ કરી મૂકે છે, તે જ મનનાં તોફાને. ભગવાનને પણ હતાં. ભયનું ભારે વાવાઝોડું, બીકનું ભારે દબાણ, સ્થિર રહેવાની લીધેલ પ્રતિજ્ઞામાંથી ચલિત થઈ હંમેશની પડેલી ભેગની ટેવામાં તણાઈ જવાની નબળાઈ સંગમનું રૂપ ધારણ કરીને આવી અને ભગવાનની કસોટી થવા લાગી. પ્રતિજ્ઞાના અડગ પગ ડગાવવા પૂર્વ ભોગોના સ્મરણું અને લાલચે આગનું રૂપ ધારણ કર્યું અને ખીર પાકવા લાગી. મહાવ્રતની ભીષ્મ પ્રતિજ્ઞા લેતી વખતે અંતરાત્માના દિવ્ય નાદને સાંભળવા ભગવાને મનમાં જે શ્રવણ–બારીઓ ઉધાડી મૂકી હતી, તેમાં દુન્યવી વાવાઝોડાના નાદે ખીલારૂપે દાખલ થયા. આ બધું છતાં એ ભીષ્મપ્રતિજ્ઞાવીર કેવી કેવી રીતે આગળ વધે જ ગયા, અને સંગમથી કે પગ ઉપરના ખીરપાકથી કે ખીલા ભોંકાવાથી જરા પણ પાછા ન હઠતાં છેવટે વિજયવાન થયા, એ જ જાણવામાં મહાવીરના જીવનની મહત્તા છે. એવા સંગમ દેવ, એ રંધાતી ખીરે, એ કાનમાં ઠોકાતા ખીલાઓ આપણે રેજેજ આપણા જીવન
Page #3
--------------------------------------------------------------------------
________________
જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર
[ ૪૭૫
માં, ધર્મસ્થાનમાં કે બજારમાં અનુભવીએ છીએ. કપડાં પેગીનાં હેય કે ભોગીનાં, પણ આપણા જીવનમાં એ બધા જ ઉપસર્ગો આપણે અનુભવીએ છીએ. પછી શંકા શી કે ભલા, આવા દે હોઈ શકે? કે વળી આવા ઉપસર્ગો હેઈ શકે? તેમ જ અચંબે પણ શે, કે અહો ! આ તે બધું ભગવાન જેવા મેટા પરષને જ હોય, એમને જ આવા ઉપસર્ગો પડે અને એ જ તેને જીતી શકે !
આપણે પિતે ભગવાન છીએ. આપણું જીવનમાં તેમને પડ્યા અને તેમણે સહ્યા તે બધા જ ઉપસર્ગો રાતદિવસ આવ્યે જાય છે, પણ આપણે આપણુ પિતાના જીવનમાં ડોકિયું નથી કરતા અને ભગવાનના જીવન તરફ પણ નજર કરીએ છીએ તે અંદર ઊતરવા ખાતર નહિ, પણ ઉપર ઉપરથી જ. આપણે ભગવાનના જીવન અને આપણું જીવન વચ્ચે ભારે ફેર અનુભવીએ છીએ, અને એ ફેર એક એ દેવતાઈ માની લઈએ છીએ કે આપણે ભગવાન ઉપર શ્રદ્ધા રાખવા છતાં તેમનાથી વેગળા જ રહીએ છીએ. આપણે પોતે જ ભગવાન છીએ, એને અર્થ એટલે જ કે ભગવાનની માનસિક વિટંબણાઓ, એમના જીવનનાં તોફાનો, અને એમનું દિવ્ય-આસુરીવૃત્તિનું યુદ્ધ, એ જ આપણું જીવનમાં છે. ફેર હોય તે તે એટલે જ છે કે આપણે આપણા જીવનમત એ ઉપસર્ગોને જોતા નથી, જોવા ઇચ્છતા નથી, તે માટે પ્રયત્ન કરતા નથી, જ્યારે ભગવાને એ બધું કર્યું. જે જાણે, ઈચ્છે અને પ્રયત્ન કરે તે વસ્તુને મેળવે, તેથી જ ભગવાને જીવન મેળવ્યું અને આપણે ગુમાવ્યું અને હજી ગુમાવતા જઈએ છીએ.
મહાવીર કેના પુત્ર હતા, કઈ નાતના હતા, ઉમર શી હતી, તેમને પરિવાર કેટલે હતો, સમૃદ્ધિ શી હતી, ઘર ક્યારે છોડયું, ક્યાં કયાં ફર્યો, કેણુ તેમના પરિચયમાં આવ્યું, કેટલા અને કયા કયા દેવી બનાવ બન્યા કે કેટલો રાજાઓ ચરણોમાં પડ્યા, કેટલાં ચેલા અને ચેલીઓ થયાં, કેટલા ગૃહસ્થોએ તેમના પગ પૂજ્યા, તેમણે શાં શાં કામો કયાં, ક્યાં નિર્વાણ પામ્યા વગેરે બધું જાણવું હોય તે જાણવું ખરું, પણ સ્મરણમાં રહે કે એ બધી બાબત તો વધારે ચમત્કારપૂર્વક અને વધારે આકર્ષક રીતે બીજાના જીવનમાંથી પણ સાંભળી અને મેળવી શકીએ છીએ. તો પછી આજકાલ વંચાતા મહાવીરજીવનમાંથી શું કાંઈ સાંભળવા જેવું નથી એવો પ્રશ્ન થાય. ઉત્તર ઉપર દેવાઈ તે ગયો જ છે, છતાં સ્પષ્ટતા ખાતર કહેવું જોઈએ કે મહાવીરનું જીવન સાંભળતી કે વિચારતી વખતે અંતર્મુખ થઈ એમના જીવનની ઘટનાઓ,
Page #4
--------------------------------------------------------------------------
________________ 476] દર્શન અને ચિંતન ખાસ કરી ગૃહસ્થ અને સાધક જીવનની ઘટનાઓ, આપણું જીવનમાં કઈ કઈ રીતે બની રહી છે તે ઊંડાણથી જોયા કરવું. ચમત્કા, દેવી ઘટનાઓ અને અતિશયોની વાતો પાછળનું યથાર્થ રહસ્ય, આપણા જીવનને સામે રાખી ભગવાનના જીવનમાં ડોકિયું કરવાથી, તરત ધ્યાનમાં આવશે અને ધ્યાનમાં આવતાં જ ભગવાનની સ્વતઃસિદ્ધ મહત્તા નજરે ચડશે. પછી એ મહત્તા માટે કઈ ઠાઠમાઠ, દિવ્ય ઘટના કે ચમત્કારનું શરણું લેવાની જરૂર નહિ રહે. જેમ જેમ એ જરૂર નહિ રહે તેમ તેમ આપણે ભગવાનના જીવનની એટલે સાંવત્સરિક પર્વની નજીક જઈશું. આજે તે આપણે બધાય સાંવત્સરિક પર્વમાં હોવા છતાં તેમાં નથી, કારણ કે આપણે જીવનશુદ્ધિમાં જ નથી. એટલે સાંવત્સરિક પર્વનું કલેવર તે આપણી પાસે છે જ. એમાં પ્રાણ પુરાય અને એ પ્રાણ પુરાવાના સ્થળ ચિહ્નરૂપે આપણે સમાજ અને રાષ્ટ્ર માટે ભેગને ત્યાગ કરીએ અને એમ સાબિત કરી બતાવીએ કે સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થવાની જીવનશુદ્ધિ અમારામાં આ રીતે છે, તે આજનું આપણું આંશિક કર્તવ્ય સિદ્ધ થયું લેખાય. ભગવાનની જીવનશુદ્ધિને એટલે તેને પડો પાડતા સાંવત્સરિક પર્વને પંથ એવો વિશાળ છે કે તેમાંથી આપણે આધ્યાત્મિક અને લૌકિક બને કલ્યાણ સાધી શકીએ. હવે જોવાનું છે કે જીવનશુદ્ધિને દા કરતા આપણે સમાજ અને રાષ્ટ્રસેવા દ્વારા એને કેટલે વિકાસ કરી શકીએ છીએ. રસ્તે તે આજે ખુલ્લું થઈ ગયું છે. રાષ્ટ્રધર્મ એટલે પ્રવૃત્તિ અને જીવનશુદ્ધિ એટલે નિવૃત્તિ, એ બે વચ્ચેના માની લીધેલ વિરોધનો ભ્રમ પણ હવે ભાંગી ગયેલ છે. એટલે ફક્ત પુરુષાર્થ કરવો છે કે નહિ, એને જ ઉત્તર આપવો બાકી રહે છે. આના ઉત્તરમાં જ જૈન સમાજનું જીવન અને મરણ સમાયેલું છે. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, 1930.