SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર [ ૪૭૫ માં, ધર્મસ્થાનમાં કે બજારમાં અનુભવીએ છીએ. કપડાં પેગીનાં હેય કે ભોગીનાં, પણ આપણા જીવનમાં એ બધા જ ઉપસર્ગો આપણે અનુભવીએ છીએ. પછી શંકા શી કે ભલા, આવા દે હોઈ શકે? કે વળી આવા ઉપસર્ગો હેઈ શકે? તેમ જ અચંબે પણ શે, કે અહો ! આ તે બધું ભગવાન જેવા મેટા પરષને જ હોય, એમને જ આવા ઉપસર્ગો પડે અને એ જ તેને જીતી શકે ! આપણે પિતે ભગવાન છીએ. આપણું જીવનમાં તેમને પડ્યા અને તેમણે સહ્યા તે બધા જ ઉપસર્ગો રાતદિવસ આવ્યે જાય છે, પણ આપણે આપણુ પિતાના જીવનમાં ડોકિયું નથી કરતા અને ભગવાનના જીવન તરફ પણ નજર કરીએ છીએ તે અંદર ઊતરવા ખાતર નહિ, પણ ઉપર ઉપરથી જ. આપણે ભગવાનના જીવન અને આપણું જીવન વચ્ચે ભારે ફેર અનુભવીએ છીએ, અને એ ફેર એક એ દેવતાઈ માની લઈએ છીએ કે આપણે ભગવાન ઉપર શ્રદ્ધા રાખવા છતાં તેમનાથી વેગળા જ રહીએ છીએ. આપણે પોતે જ ભગવાન છીએ, એને અર્થ એટલે જ કે ભગવાનની માનસિક વિટંબણાઓ, એમના જીવનનાં તોફાનો, અને એમનું દિવ્ય-આસુરીવૃત્તિનું યુદ્ધ, એ જ આપણું જીવનમાં છે. ફેર હોય તે તે એટલે જ છે કે આપણે આપણા જીવનમત એ ઉપસર્ગોને જોતા નથી, જોવા ઇચ્છતા નથી, તે માટે પ્રયત્ન કરતા નથી, જ્યારે ભગવાને એ બધું કર્યું. જે જાણે, ઈચ્છે અને પ્રયત્ન કરે તે વસ્તુને મેળવે, તેથી જ ભગવાને જીવન મેળવ્યું અને આપણે ગુમાવ્યું અને હજી ગુમાવતા જઈએ છીએ. મહાવીર કેના પુત્ર હતા, કઈ નાતના હતા, ઉમર શી હતી, તેમને પરિવાર કેટલે હતો, સમૃદ્ધિ શી હતી, ઘર ક્યારે છોડયું, ક્યાં કયાં ફર્યો, કેણુ તેમના પરિચયમાં આવ્યું, કેટલા અને કયા કયા દેવી બનાવ બન્યા કે કેટલો રાજાઓ ચરણોમાં પડ્યા, કેટલાં ચેલા અને ચેલીઓ થયાં, કેટલા ગૃહસ્થોએ તેમના પગ પૂજ્યા, તેમણે શાં શાં કામો કયાં, ક્યાં નિર્વાણ પામ્યા વગેરે બધું જાણવું હોય તે જાણવું ખરું, પણ સ્મરણમાં રહે કે એ બધી બાબત તો વધારે ચમત્કારપૂર્વક અને વધારે આકર્ષક રીતે બીજાના જીવનમાંથી પણ સાંભળી અને મેળવી શકીએ છીએ. તો પછી આજકાલ વંચાતા મહાવીરજીવનમાંથી શું કાંઈ સાંભળવા જેવું નથી એવો પ્રશ્ન થાય. ઉત્તર ઉપર દેવાઈ તે ગયો જ છે, છતાં સ્પષ્ટતા ખાતર કહેવું જોઈએ કે મહાવીરનું જીવન સાંભળતી કે વિચારતી વખતે અંતર્મુખ થઈ એમના જીવનની ઘટનાઓ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249212
Book TitleJivanshuddhi ane Mahavir
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Society
File Size36 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy