Book Title: Jivanpath Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ જીવનપથ [ 21 પણ સર્વથા ટાળી શકતી નથી. ધન યાત્રાપથ જેટલું લાંબો છે એટલે જ પ્રાચીન છે. એ યાત્રાએ નીકળેલ બધા જ યાત્રીઓ કોઈ એક જ પડાવ ઉપર વિસામે કે વાસ કરતા નથી હોતા. કેઈ ધના એક બિંદુએ, કઈ બીજા બિંદુએ તે કોઈ ત્રીજા બિંદુએ પડાવ નાખે છે અને વળી પાછો આગળ ચાલે છે. કેટલીક વાર શોધકે કોઈ એક પડાવને જ કાયમને વાસ કે રહેઠાણ બનાવી લે છે. લક્ષ્મ એક જ હોવા છતાં શક્તિ, જિજ્ઞાસા, પ્રયત્ન અને રુચિના તારતમ્યને લીધે ક્યારેક માર્ગમાં તે ક્યારેક વિશ્રાન્તિસ્થાનમાં શોધકે શેધક વચ્ચે અંતર દેખાય છે. આધ્યાત્મિક વિષયની શોધને ઉદ્દેશી સ્પષ્ટીકરણ કરવું હોય તે એમ કહી શકાય કે કઈ શોધક તપમાર્ગને જ અવલંબી યાત્રા શરૂ કરે છે અને કોઈને કોઈ પ્રકારનાં તેને જ આશ્રય લઈ ત્યાં વિસામે કરે છે અને એમાંથી જ એક કાયમી “તપનો પડાવ” સ્થિર થાય છે. બીજો શોધક ધ્યાન અને અને માર્ગે પ્રસ્થાન શરૂ કરે છે ને એ જ માગે ક્યાંઈક સ્થિરવાસ કરે છે. ત્રીજો શોધક જ્ઞાન-વિજ્ઞાનની નવી નવી દિશાઓને સ્પર્શ કરતે કોઈ એક બિંદુએ જઈ થંભે છે ને ત્યાં જ ડેર ડાલે છે. કેઈ ઉપાસના, નિકા કે ઈષ્ટ તત્ત્વની ભક્તિમાં લીન થતા થત ભક્તિના અમુક બિંદુએ વિસામો લે છે, ને પછી તે જ તેનું કેન્દ્ર બને છે, જેમ માર્ગની બાબતમાં તેમ વિષયની બાબતમાં પણ બને છે. કઈ શોધક વિશ્વચેતના કે જીવનના સામાન્ય સ્વરૂપને લક્ષમાં રાખી શોધ કરે છે, તો કોઈ બીજો વિશ્વચેતનાના દેખાતા અને અનુભવાતા વિવિધ પાસાઓ અને ભેદના સ્વરૂપ તેમ જ તેના કારણ વિશે શોધ ચલાવે છે. કોઈ એ કારણની શોધમાંથી કર્મતત્વને વિચાર કરવા, તે કઈ ઈશ્વરતત્ત્વનો વિચાર કરવા, તે બીજો કોઈ કાળતત્વ કે નિયતિ, સ્વભાવ આદિ તની શેધ અને વિચારણામાં ગૂંથાઈ જાય છે. આને લીધે ભારતીય આધ્યાત્મિક ચિંતનની દીર્ધ યાત્રામાં અનેક માર્ગોના જુદાં જુદાં પ્રસ્થાન તેમ જ નાનાવિધ વિષયનાં જુદાં જુદાં નિરૂપણે જોવા મળે છે. એક રીતે એમ કહી શકાય કે જેટલું ભારતીય કે વિશ્વ વાક્ય ઉપલબ્ધ છે તે બધું એકંદર આ શિધને જ પ્રત્યક્ષ પુરાવો છે. –અપ્રકાશિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3