Book Title: Jivanpath
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ જીવનપથ [૪] જીવન સમુદ્ર જેવું અગાધ છે અને આકાશ જેવું અનંત છે. સમુદ્રને સપાટી છે, જીવનને પણ સપાટી છે. સપાટી ઉપર નાનાં મોટાં રંગબેરંગી હારબંધ અને હાર વિનાનાં આડાઅવળાં અનેકવિધ મોજ ઊઠે છે, આગળ વધે છે, પાછાં વળે છે, અંદરોઅંદર અથડાય છે. એ અથડામણમાંથી વળી નવાં તોફાની મોજ ઊઠે છે અને છેવટે તે કિનારે પહોંચ્યા પહેલાં વચ્ચે અથવા તો કિનારે પહોંચીને પણ વિલીન થઈ જાય છે. સપાટી ઉપરનું આ તરંગનૃત્ય એક પણ પળ થંભ્યા વિના રાત અને દિવસ સતત ચાલ્યા કરે છે. જ્યાં દેખે ત્યાં સૂક્ષ્મ-સ્થૂલ કીટપતંગેની, વિવિધ પશુપક્ષીઓની અને માનવજાતિની સર્જન-સંહાર લીલા જોવા મળે છે. સપાટી ઉપરના ખેલ કરતાં ઊંડાણમાં ખેલ જેમ સમુદ્રમાં કાંઈક જુદા જ પ્રકારના હોય છે, જેમ જેમ તળ તરફ ઊંડા જઈએ તેમ તેમ પાણું એકવિધ જ હોવા છતાં એનાં વહન-પ્રતિવહનનાં પરિવર્તેમાં ફેર પડતો જ જાય છે, તેમ સપાટી ઉપરના જીવનને સ્પર્શતા જીવનસૃષ્ટિમાંના દેહગત વૈવિધ્ય કરતાં એ જીવનના ઊંડાણમાં રહેલ મને ગત અને વાસનાગત વહેણનું વૈવિધ્ય બહુ જ જુદા પ્રકારનું અને જટિલ હોય છે. એમ તે સમુદ્ર અગાધ– તલસ્પર્શ વિનાને-કહેવાય છે, પણ માનવબુદ્ધિની છેલ્લી શેધાએ એનું તળિયું ભાખ્યું છે, તેમ છતાં હજી સુધીની કઈ માનવધે જીવનના તળને લેશ પણ સ્પર્શ કર્યો નથી. તેથી જીવન ખરા અર્થમાં જ અગાધ છે. એના તળને – ઊંડાણને સ્પર્શ જેમ કલ્પનાતીત રહ્યો છે તેમ એને કાલિક કે દેશિક આદિ અને અવસાન બને અને કોઈ માનવબુદ્ધિ સ્પર્શી શકી નથી. આકાશપ્રદેશમાં ગમે ત્યાં જઈને ઊભા રહે, ગમે તેટલે દૂર જાઓ, છતાં ત્યાંનું ક્ષિતિજ નવનવું વિસ્તર્યો જ જવાનું. જીવનની બાબતમાં પણ એમ જ છે. કોઈ પણ કક્ષાએ જઈને જીવનનો વિચાર કરે, એને વિશે કલ્પનાઓ સર્જે, પણ એ વિચારે અને એ કલ્પનાઓ સાવ અધૂરાં જ લાગવાનાં. જીવનના પૂર્ણ અને યથાવત્ સ્વરૂપને તે વિચારે કે કલ્પનાઓ પકડી શકવાનાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3