Book Title: Jivanpath Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ દર્શન અને ચિંતન નહિ. એ એની પૂરી પકડથી પહેલાંના જેટલું જ વેગળું કે અલિપ્ત રહેવાનું. તેથી જ ખરા અર્થમાં જીવન અનંત છે, અમાપ છે, અગ્રાહ્ય છે, અય છે. જીવન અગાધ પણ છે, અનંત પણ છે એમ અનુભવીઓ હજારે. વર્ષ થયાં કહેતા આવ્યા છે. તેમ જાણવા છતાં માણસની બુદ્ધિ અને જિજ્ઞાસા તેનું તળ માપવા અને અંત જાણવા મથ્યા જ કરે છે. મનુષ્યમાં એવું કયું તત્ત્વ છે કે જેને લીધે તેની બીજી બધી ક્ષધાઓ, જિજ્ઞાસાએ અને વાસનાઓ શમે, છતાં વનનું સ્વરૂપ જાણવાની તેની વૃત્તિ (આજ લગી કોઈની એવી વૃત્તિ પૂર્ણ પણે શમી નથી એમ જાણવા છતાં) કોઈ પણ રીતે શમતી જ નથી? આને ઉત્તર ભાણસાઈમાં પણ છે અને જીવનના મૂળ સ્વરૂપમાં પણ છે. માણસ એ અજ્ઞાત કાળથી જીવનતત્ત્વ અનુભવેલ વિકાસક્રમની અસંખ્ય કક્ષાઓના વારસાગત સંસ્કારને છેલ્લે સરવાળો છે. એ અજ્ઞાત વારસો જ એને વિકાસનાં નવાં ક્ષેત્રે અને નવી કક્ષાઓ તેમ જ તેની, શક્યતાઓની ભૂખ–જિજ્ઞાસા જગાડે છે. જીવનનું મૂળ સ્વરૂપ –એનું વ્યાવક લક્ષણ જ એ લાગે છે કે તે બીજું બધું ગમે તે જાણે કે ન જાણે, છતાં તેને પોતાનું રૂપ-સ્વરૂપ ઉત્તરોત્તર વધારે ને વધારે જાણ્યા વિના અને તે માટે પ્રયત્ન કર્યા વિના જ૫ જ વળતા નથી. પોતાના સ્વરૂપને જાણવાને. અજપ એ જ જીવનનું – ચેતનાનું છવાતુભૂત તત્વ છે. આ જ તત્ત્વથી પ્રેરાઈ દુનિયાના બધા જ ભાગોમાં નવનવી શોધ ચાલ્યા જ કરે છે. કેઈ ભૌતિકશાસ્ત્ર લઈ, કઈ માનસશાસ્ત્ર લઈ, કેાઈ ચિત્ર શિલ્પ કે સંગીત લઈ કે કોઈ ભાષાતત્વ લઈ જ્યારે તેની ઊંડામાં ઊંડી શેધમાં ગરક થાય છે ત્યારે તે ખરી રીતે પોતાની ચેતનામૂર્તિની આસપાસ જ કઈને કઈ ભમતીમાં પ્રદક્ષિણા કરતો હોય છે. પોતે શેધ માટે પસંદ કરેલ વિષયની ભમતીમાં. એક એવું નાનું દ્વાર હોય છે કે એ ભમતીમાં પ્રદક્ષિણા કરતાં કરતાં તે દારનું નાનકડું શું બારણું ઉઘડી જાય તે તેને પોતાની એ પૂલ કે બાહ્ય, લેખાતા વિષયની પ્રદક્ષિણમાંથી જ જીવનના ઊંડાણમાં રહેલ ચેતનામૂર્તિનું અધૂરું અને ઝાંખું ઝાંખું પણ દર્શન થવા પામે છે. અને એ જ દર્શન એને અખૂટ શ્રદ્ધાથી તરબોળ કરી નવું જીવન, નો ઉલ્લાસ અને નવી પ્રેરણા આપે છે. ભૌતિક શોધ અર્થે શરૂ કરેલ યાત્રા ક્યારેક આધ્યાત્મિક ધનું રૂપ ધારણ કરે છે અને આધ્યાત્મિક શેધ માટે શરૂ કરેલ યાત્રા ભૌતિક ધને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3