Book Title: Jivanpath
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249155/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીવનપથ [૪] જીવન સમુદ્ર જેવું અગાધ છે અને આકાશ જેવું અનંત છે. સમુદ્રને સપાટી છે, જીવનને પણ સપાટી છે. સપાટી ઉપર નાનાં મોટાં રંગબેરંગી હારબંધ અને હાર વિનાનાં આડાઅવળાં અનેકવિધ મોજ ઊઠે છે, આગળ વધે છે, પાછાં વળે છે, અંદરોઅંદર અથડાય છે. એ અથડામણમાંથી વળી નવાં તોફાની મોજ ઊઠે છે અને છેવટે તે કિનારે પહોંચ્યા પહેલાં વચ્ચે અથવા તો કિનારે પહોંચીને પણ વિલીન થઈ જાય છે. સપાટી ઉપરનું આ તરંગનૃત્ય એક પણ પળ થંભ્યા વિના રાત અને દિવસ સતત ચાલ્યા કરે છે. જ્યાં દેખે ત્યાં સૂક્ષ્મ-સ્થૂલ કીટપતંગેની, વિવિધ પશુપક્ષીઓની અને માનવજાતિની સર્જન-સંહાર લીલા જોવા મળે છે. સપાટી ઉપરના ખેલ કરતાં ઊંડાણમાં ખેલ જેમ સમુદ્રમાં કાંઈક જુદા જ પ્રકારના હોય છે, જેમ જેમ તળ તરફ ઊંડા જઈએ તેમ તેમ પાણું એકવિધ જ હોવા છતાં એનાં વહન-પ્રતિવહનનાં પરિવર્તેમાં ફેર પડતો જ જાય છે, તેમ સપાટી ઉપરના જીવનને સ્પર્શતા જીવનસૃષ્ટિમાંના દેહગત વૈવિધ્ય કરતાં એ જીવનના ઊંડાણમાં રહેલ મને ગત અને વાસનાગત વહેણનું વૈવિધ્ય બહુ જ જુદા પ્રકારનું અને જટિલ હોય છે. એમ તે સમુદ્ર અગાધ– તલસ્પર્શ વિનાને-કહેવાય છે, પણ માનવબુદ્ધિની છેલ્લી શેધાએ એનું તળિયું ભાખ્યું છે, તેમ છતાં હજી સુધીની કઈ માનવધે જીવનના તળને લેશ પણ સ્પર્શ કર્યો નથી. તેથી જીવન ખરા અર્થમાં જ અગાધ છે. એના તળને – ઊંડાણને સ્પર્શ જેમ કલ્પનાતીત રહ્યો છે તેમ એને કાલિક કે દેશિક આદિ અને અવસાન બને અને કોઈ માનવબુદ્ધિ સ્પર્શી શકી નથી. આકાશપ્રદેશમાં ગમે ત્યાં જઈને ઊભા રહે, ગમે તેટલે દૂર જાઓ, છતાં ત્યાંનું ક્ષિતિજ નવનવું વિસ્તર્યો જ જવાનું. જીવનની બાબતમાં પણ એમ જ છે. કોઈ પણ કક્ષાએ જઈને જીવનનો વિચાર કરે, એને વિશે કલ્પનાઓ સર્જે, પણ એ વિચારે અને એ કલ્પનાઓ સાવ અધૂરાં જ લાગવાનાં. જીવનના પૂર્ણ અને યથાવત્ સ્વરૂપને તે વિચારે કે કલ્પનાઓ પકડી શકવાનાં જ Page #2 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન નહિ. એ એની પૂરી પકડથી પહેલાંના જેટલું જ વેગળું કે અલિપ્ત રહેવાનું. તેથી જ ખરા અર્થમાં જીવન અનંત છે, અમાપ છે, અગ્રાહ્ય છે, અય છે. જીવન અગાધ પણ છે, અનંત પણ છે એમ અનુભવીઓ હજારે. વર્ષ થયાં કહેતા આવ્યા છે. તેમ જાણવા છતાં માણસની બુદ્ધિ અને જિજ્ઞાસા તેનું તળ માપવા અને અંત જાણવા મથ્યા જ કરે છે. મનુષ્યમાં એવું કયું તત્ત્વ છે કે જેને લીધે તેની બીજી બધી ક્ષધાઓ, જિજ્ઞાસાએ અને વાસનાઓ શમે, છતાં વનનું સ્વરૂપ જાણવાની તેની વૃત્તિ (આજ લગી કોઈની એવી વૃત્તિ પૂર્ણ પણે શમી નથી એમ જાણવા છતાં) કોઈ પણ રીતે શમતી જ નથી? આને ઉત્તર ભાણસાઈમાં પણ છે અને જીવનના મૂળ સ્વરૂપમાં પણ છે. માણસ એ અજ્ઞાત કાળથી જીવનતત્ત્વ અનુભવેલ વિકાસક્રમની અસંખ્ય કક્ષાઓના વારસાગત સંસ્કારને છેલ્લે સરવાળો છે. એ અજ્ઞાત વારસો જ એને વિકાસનાં નવાં ક્ષેત્રે અને નવી કક્ષાઓ તેમ જ તેની, શક્યતાઓની ભૂખ–જિજ્ઞાસા જગાડે છે. જીવનનું મૂળ સ્વરૂપ –એનું વ્યાવક લક્ષણ જ એ લાગે છે કે તે બીજું બધું ગમે તે જાણે કે ન જાણે, છતાં તેને પોતાનું રૂપ-સ્વરૂપ ઉત્તરોત્તર વધારે ને વધારે જાણ્યા વિના અને તે માટે પ્રયત્ન કર્યા વિના જ૫ જ વળતા નથી. પોતાના સ્વરૂપને જાણવાને. અજપ એ જ જીવનનું – ચેતનાનું છવાતુભૂત તત્વ છે. આ જ તત્ત્વથી પ્રેરાઈ દુનિયાના બધા જ ભાગોમાં નવનવી શોધ ચાલ્યા જ કરે છે. કેઈ ભૌતિકશાસ્ત્ર લઈ, કઈ માનસશાસ્ત્ર લઈ, કેાઈ ચિત્ર શિલ્પ કે સંગીત લઈ કે કોઈ ભાષાતત્વ લઈ જ્યારે તેની ઊંડામાં ઊંડી શેધમાં ગરક થાય છે ત્યારે તે ખરી રીતે પોતાની ચેતનામૂર્તિની આસપાસ જ કઈને કઈ ભમતીમાં પ્રદક્ષિણા કરતો હોય છે. પોતે શેધ માટે પસંદ કરેલ વિષયની ભમતીમાં. એક એવું નાનું દ્વાર હોય છે કે એ ભમતીમાં પ્રદક્ષિણા કરતાં કરતાં તે દારનું નાનકડું શું બારણું ઉઘડી જાય તે તેને પોતાની એ પૂલ કે બાહ્ય, લેખાતા વિષયની પ્રદક્ષિણમાંથી જ જીવનના ઊંડાણમાં રહેલ ચેતનામૂર્તિનું અધૂરું અને ઝાંખું ઝાંખું પણ દર્શન થવા પામે છે. અને એ જ દર્શન એને અખૂટ શ્રદ્ધાથી તરબોળ કરી નવું જીવન, નો ઉલ્લાસ અને નવી પ્રેરણા આપે છે. ભૌતિક શોધ અર્થે શરૂ કરેલ યાત્રા ક્યારેક આધ્યાત્મિક ધનું રૂપ ધારણ કરે છે અને આધ્યાત્મિક શેધ માટે શરૂ કરેલ યાત્રા ભૌતિક ધને. Page #3 -------------------------------------------------------------------------- ________________ જીવનપથ [ 21 પણ સર્વથા ટાળી શકતી નથી. ધન યાત્રાપથ જેટલું લાંબો છે એટલે જ પ્રાચીન છે. એ યાત્રાએ નીકળેલ બધા જ યાત્રીઓ કોઈ એક જ પડાવ ઉપર વિસામે કે વાસ કરતા નથી હોતા. કેઈ ધના એક બિંદુએ, કઈ બીજા બિંદુએ તે કોઈ ત્રીજા બિંદુએ પડાવ નાખે છે અને વળી પાછો આગળ ચાલે છે. કેટલીક વાર શોધકે કોઈ એક પડાવને જ કાયમને વાસ કે રહેઠાણ બનાવી લે છે. લક્ષ્મ એક જ હોવા છતાં શક્તિ, જિજ્ઞાસા, પ્રયત્ન અને રુચિના તારતમ્યને લીધે ક્યારેક માર્ગમાં તે ક્યારેક વિશ્રાન્તિસ્થાનમાં શોધકે શેધક વચ્ચે અંતર દેખાય છે. આધ્યાત્મિક વિષયની શોધને ઉદ્દેશી સ્પષ્ટીકરણ કરવું હોય તે એમ કહી શકાય કે કઈ શોધક તપમાર્ગને જ અવલંબી યાત્રા શરૂ કરે છે અને કોઈને કોઈ પ્રકારનાં તેને જ આશ્રય લઈ ત્યાં વિસામે કરે છે અને એમાંથી જ એક કાયમી “તપનો પડાવ” સ્થિર થાય છે. બીજો શોધક ધ્યાન અને અને માર્ગે પ્રસ્થાન શરૂ કરે છે ને એ જ માગે ક્યાંઈક સ્થિરવાસ કરે છે. ત્રીજો શોધક જ્ઞાન-વિજ્ઞાનની નવી નવી દિશાઓને સ્પર્શ કરતે કોઈ એક બિંદુએ જઈ થંભે છે ને ત્યાં જ ડેર ડાલે છે. કેઈ ઉપાસના, નિકા કે ઈષ્ટ તત્ત્વની ભક્તિમાં લીન થતા થત ભક્તિના અમુક બિંદુએ વિસામો લે છે, ને પછી તે જ તેનું કેન્દ્ર બને છે, જેમ માર્ગની બાબતમાં તેમ વિષયની બાબતમાં પણ બને છે. કઈ શોધક વિશ્વચેતના કે જીવનના સામાન્ય સ્વરૂપને લક્ષમાં રાખી શોધ કરે છે, તો કોઈ બીજો વિશ્વચેતનાના દેખાતા અને અનુભવાતા વિવિધ પાસાઓ અને ભેદના સ્વરૂપ તેમ જ તેના કારણ વિશે શોધ ચલાવે છે. કોઈ એ કારણની શોધમાંથી કર્મતત્વને વિચાર કરવા, તે કઈ ઈશ્વરતત્ત્વનો વિચાર કરવા, તે બીજો કોઈ કાળતત્વ કે નિયતિ, સ્વભાવ આદિ તની શેધ અને વિચારણામાં ગૂંથાઈ જાય છે. આને લીધે ભારતીય આધ્યાત્મિક ચિંતનની દીર્ધ યાત્રામાં અનેક માર્ગોના જુદાં જુદાં પ્રસ્થાન તેમ જ નાનાવિધ વિષયનાં જુદાં જુદાં નિરૂપણે જોવા મળે છે. એક રીતે એમ કહી શકાય કે જેટલું ભારતીય કે વિશ્વ વાક્ય ઉપલબ્ધ છે તે બધું એકંદર આ શિધને જ પ્રત્યક્ષ પુરાવો છે. –અપ્રકાશિત