Book Title: Jivan Shilpanu Mukhya Sadhan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ 18 ] દરન અને ચિંતન ચેતનાની સાથે એક બીજી શકિત પણ ઓતપ્રોત થઈ છે, જેને આપણે સંકલ્પશક્તિ કહીએ છીએ. ચેતના જે કાંઈ સમજે તે સધળાને ક્રિયાકારી બનાવવા અથવા તે તેને મૂર્ત સ્વરૂપ આપવા તેની પાસે જે બીજું કોઈ બળ ન હોય તો તેની સમજણ બેકાર બને અને આપણે જ્યાં છીએ ત્યાં જ પડ્યા રહીએ. આપણે અનુભવીએ છીએ કે સમાજને અનુસરી એક વાર સંકલ્પ થતાં ચેતના કાર્યાભિમુખ થાય છે. જેવી રીતે કુદવાવાળો સંકલ્પ કરે છે ત્યારે પિતાનું બધું બળ એકઠું કરીને કૂદકા મારે છે. બળને વીખરાઈ જતું રેકવું તે સંકલ્પશક્તિનું કાર્ય છે. સંકલ્પની મદદ મળી એટલે ચેતના ગતિશીલ થઈને પિતાનું સાધ્ય સિદ્ધ કરીને જ સંતુષ્ટ બને છે. આ ગતિશીલતાને ચેતનાનું વીર્ય સમજવું જોઈએ. આ રીતે જીવનશક્તિના પ્રધાન ત્રણ અંશ છે : ચેતના, સંકલ્પ ને વીર્ય. દરેક જણ સર્જનકાર્યથી આ ત્રણ શક્તિનો અનુભવ કરી શકે છે. અત્યારે આપણે સૌ તેનું અનુમાન જ કરીએ છીએ. તેનો યથાર્થ અનુભવ એક જુદી જ વસ્તુ છે. સામે રહેલી દીવાલને ઇન્કાર કરી તેને ન માનનાર જેમ દીવાલને લાત મારીને તેના અસ્તિત્વનો અનુભવ કરી શકે છે, તેમ આપણે સર્વમાં રહેલ ત્રિઅંશી જીવનશક્તિને અનુભવ કરી શકીએ તેમ છીએ, આવા અનુભવ પછી જીવનદષ્ટિ બદલાઈ જાય છે. પછી એક નવી જવાબદારી કે કર્તવ્યદષ્ટિ વિશ્વ પ્રત્યે પ્રાપ્ત થાય છે. મેહની કટિમાં આવનાર ભાથી પ્રેરિત કર્તવ્યદષ્ટિ અખંડ ને નિરાવરણ નથી હોતી. જીવનશક્તિના યથાર્થ અનુભવથી પ્રેરિત કર્તવ્યદૃષ્ટિ સાહજિક છે, સાત્વિક છે, અખંડ અને નિરાવરણ છે. તે રજસ્ને તમસ અંશથી પરાજિત થતી નથી. બુદ્ધ ને મહાવીરે માનવતાના ઉદ્ધારની આવી જવાબદારી શિર પર લીધી. શિષ્યના પ્રભનથી સોક્રેટિસ મૃત્યુના મુખમાં જતાં બચી શકત, પણ જવાબદારી છોડવી તેણે ઉચિત ધારી નહિ. નો પ્રેમસંદેશ આપવાની જવાબદારી માટે જિસસે શૂળીને પણ સિંહાસન ગમ્યું. ગાંધીજી બ્રાહ્મણોની સેંકડે કુરૂઢિ રૂપી પિશાચિનીઓથી કે મુસ્લિમેની દંડાબાજીથી ડરીને કર્તવ્યચલિત ન થયા. આ સર્વે આપણા જેવા જ મનુષ્ય હતા, છતાં તેની જવાબદારી સ્થિર, વ્યાપક ને શુદ્ધ હતી, કારણ કે, તે જવાબદારી જીવનશક્તિના યથાર્થ અનુભવમાંથી આવી હતી. મારી દૃષ્ટિએ આવી જવાબદારી જ વિકાસનું મુખ્ય સાધન છે, જીવનશિલ્પનું મુખ્ય સાધન છે. –જીવનશિ૯૫ 8. 53, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5