Book Title: Jivan Shilpanu Mukhya Sadhan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ જીવનશિલ્પનું મુખ્ય સાધન [૩] જીવન એ માત્ર શારીરિક નથી. તેથી ઊંડું અને સૂક્ષ્મ જીવન માનસિક છે અને તેથી પણ વધારે સૂક્ષ્મ અને સ્થાયી જીવન આધ્યાત્મિક છે. એવા જીવનમાં શિલ્પ રચવું એટલે એની વિવિધ કારીગીરી હસ્તગત કરવી. સામાન્ય રીતે આપણે બધા જ જીવનના કેઈ ભાગને સ્પર્શી તેના ઘડતર ઉપર લક્ષ આપીએ છીએ. પરિણામે જીવન ઘડાતું નથી અને ઘડાય છે તે એકાંગી હેઈ વિકૃત જેવું બની જાય છે. તત્વજ્ઞાન એ જીવનના બધા અને સ્પર્શી વિચાર કરે તે જ એ વરતનું યથાર્થજ્ઞાન છે એમ કહી શકાય. તત્વજ્ઞાનની અનેક વિચારસરણીઓ છે. પરિભાષાઓ પણ જુદી જુદી છે. આ ભેદને લીધે સામાન્ય જનને તો કે તત્વ જુદાં જુદાં ભાસે છે. શબ્દનિરૂપણ અને તજજન્ય બેધની જે ભિન્ન ભિન્ન છાપ મન ઉપર પડે છે તે માણસને મૂળ વસ્તુના અભેદ ભણું વિચાર કરતા મોટે ભાગે રોકે છે. આનો વ્યાવહારિક ઉપાય છે એ પ્રશ્ન પણું જીવનશિલ્પી કે જીવન ઘડવૈયાને થાય છે, એનો ઉત્તર ઋષિઓએ આપે છે અને તે એ કે જે તત્વજ્ઞાન અંતરમાં વસ્યું કે સમજાયું હોય તે પ્રમાણે જીવન જીવવાને પ્રામાણિક પ્રયત્ન એ જ તત્વજ્ઞાનની ભિન્ન ભિન્ન સમજણમાં રહેલા અભેદને સ્પષ્ટપણે સમજાવી આપે છે. જેઓ એ પ્રામાણિક પ્રયત્ન કરે છે તે ગમે તે વિચારસરણી અને ગમે તે પરિભાષા સ્વીકારતા હોય, છતાં જીવનશુદ્ધિની એક જ સમાનભૂમિકા ઉપર આવી ઊભા રહે છે. પછી તેમને પરંપરા અને શાસ્ત્રોને શાબ્દિક ભેદે આડે નથી આવતા. તેમને બાહ્ય આચાર અને જીવન પ્રણાલીઓના ભેદ પણ નથી નડતા. એ ભેદનું બેખું તેમને માટે ઉપરછલ્લું રહી જાય છે અને શુદ્ધિની અભેદ ભૂમિકા જ વાસ્તવિક બની રહે છે. આથી જ કહેવાયું છે કે વિચારની શુદ્ધિ આચારથી થાય છે. અહીં સમજવું ઘટે કે આચાર એટલે બીજાઓ દેખી શકે એ માત્ર સ્થળ આચાર નહિ, પણ શ્વાસે શ્વાસની પેઠે જીવનમાં વણાયેલે અને આત્મસાક્ષીએ પ્રતીત થાય એવી સદ્ગતિઓના સંસ્કારને આચાર. બીજી રીતે એમ કહી શકાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5