Book Title: Jivan Shilpanu Mukhya Sadhan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ જીવનશિપનું મુખ્ય સાધન [ ૧૭ સુંદર એક માતૃહીન બાળક તેના આશ્રયે આવ્યું. પણ આ નિરાધાર બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરવામાં એ માતાને એટલે રસાનુભવ નહિ થાય. આનો અર્થ એ કે માતાની અર્પણવૃત્તિનો પ્રેરક ભાવ કેવલ મોહ હતો, શુદ્ધ ને વ્યાપક નેહ નહોતો. એ અપરિણત નેહ હ. જેવી રીતે રાંધેલું પણ ન પચેલું સુંદર અન્ન ન તે લોહી બનીને શરીરને સુખ પહોંચાડે કે ન તે બહાર નીકળી શરીરને હલકું કરે; માત્ર અંદર અંદર સડીને શરીર અને ચિત્તને અસ્વસ્થ બનાવે. આ જ સ્થિતિ માતાના કર્તવ્યપાલનમાં અપરિણત સ્નેહની હતી. હવે ભય લઈએ. રક્ષણ માટે ઝૂંપડું બંધાવ્યું. બચવા માટે અખાડામાં બળ મેળવ્યું. કવાયત ને નિશાનબાજી શીખ્યા. પણ પિતાના પર તે ભય ન રહ્યો છે જેને પિતાને સમજ્યા છે તેઓ પર પણ ભય ન રહ્યો, તે કર્તવ્યપાલનમાં રણુ થતી નથી, પછી ભલેને રક્ષણ કરવાની કેટલીયે શક્તિ કેમ ન હોય, આ બધી જવાબદારીઓ સંકુચિત ભાવમાંથી ઉત્પન્ન થઈ છે. મેહ જેવા સધળા ભાવે બિલકુલ અધૂરા, અસ્થિર ને મલિન છે. જીવનશક્તિને યથાર્થ અનુભવ તે બીજે ભાવ છે, જે ન તો ઉદય થયા પછી નાશ પામે છે, ન મર્યાદિત કે સંકુચિત છે કે ન તો મલિન છે. પ્રશ્નઃ જીવનશક્તિના યથાર્થ અનુભવમાં એવું તે કેવું તત્ત્વ છે જેનાથી જન્મતું કર્તવ્યપાલન હમેશાં સ્થિર, વ્યાપક ને શુદ્ધ જ હોય છે? જવાબ : આને જવાબ મેળવવા માટે જીવનશક્તિના સ્વરૂપ પર વિચાર કરવો જોઈએ. તમે પોતે જ વિચારશે કે જીવનશક્તિ એ શું વસ્તુ છે. કોઈપણ સમજદાર વ્યક્તિ માત્ર શ્વાસોચ્છવાસ કે પ્રાણને જીવનની મૂળ આધાર શક્તિ નહિ માને; કારણ કે, જ્યારે જ્યારે ધ્યાનની વિશિષ્ટ અવસ્થામાં પ્રાણનો સંચાર ચાલુ નથી હોતું, ત્યારે પણું જીવન ચાલુ જ હોય છે. આથી માનવું પડે છે કે પ્રાણસંચારરૂપ જીવનની પ્રેરક ને આધારભૂત શક્તિ કઈક બીજી જ વસ્તુ છે. અત્યાર સુધીના આધ્યાત્મિક સૂક્ષ્મ અનુભવીઓએ એ શક્તિને ચેતના કહી છે. ચેતના એ એક એવી સ્થિર ને પ્રકાશમાન શક્તિ છે કે જે દૈહિક, માનસિક ને ઍન્દ્રિય આદિ સર્વ કાર્યોનું થોડું ઘણું ભાન રાખે જ છે. આપણે પ્રત્યેક અવસ્થામાં આપણી ઐહિક, માનસિક કે અંકિય ક્રિયાને થોડે ઘણે પરિચય રાખી શકીએ છીએ, તે શાથી? આપણું ક્રિયાઓનું આવું સંવેદન આપણને ચેતનાશક્તિ દ્વારા થાય છે. ગમે તે થાય, પણ આપણે ક્યારેય ચેતનાશ થઈ શકવાના નથી. - ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5