Page #1
--------------------------------------------------------------------------
________________
જીવનશિલ્પનું મુખ્ય સાધન
[૩]
જીવન એ માત્ર શારીરિક નથી. તેથી ઊંડું અને સૂક્ષ્મ જીવન માનસિક છે અને તેથી પણ વધારે સૂક્ષ્મ અને સ્થાયી જીવન આધ્યાત્મિક છે. એવા જીવનમાં શિલ્પ રચવું એટલે એની વિવિધ કારીગીરી હસ્તગત કરવી.
સામાન્ય રીતે આપણે બધા જ જીવનના કેઈ ભાગને સ્પર્શી તેના ઘડતર ઉપર લક્ષ આપીએ છીએ. પરિણામે જીવન ઘડાતું નથી અને ઘડાય છે તે એકાંગી હેઈ વિકૃત જેવું બની જાય છે.
તત્વજ્ઞાન એ જીવનના બધા અને સ્પર્શી વિચાર કરે તે જ એ વરતનું યથાર્થજ્ઞાન છે એમ કહી શકાય. તત્વજ્ઞાનની અનેક વિચારસરણીઓ છે. પરિભાષાઓ પણ જુદી જુદી છે. આ ભેદને લીધે સામાન્ય જનને તો કે તત્વ જુદાં જુદાં ભાસે છે. શબ્દનિરૂપણ અને તજજન્ય બેધની જે ભિન્ન ભિન્ન છાપ મન ઉપર પડે છે તે માણસને મૂળ વસ્તુના અભેદ ભણું વિચાર
કરતા મોટે ભાગે રોકે છે. આનો વ્યાવહારિક ઉપાય છે એ પ્રશ્ન પણું જીવનશિલ્પી કે જીવન ઘડવૈયાને થાય છે,
એનો ઉત્તર ઋષિઓએ આપે છે અને તે એ કે જે તત્વજ્ઞાન અંતરમાં વસ્યું કે સમજાયું હોય તે પ્રમાણે જીવન જીવવાને પ્રામાણિક પ્રયત્ન એ જ તત્વજ્ઞાનની ભિન્ન ભિન્ન સમજણમાં રહેલા અભેદને સ્પષ્ટપણે સમજાવી આપે છે. જેઓ એ પ્રામાણિક પ્રયત્ન કરે છે તે ગમે તે વિચારસરણી અને ગમે તે પરિભાષા સ્વીકારતા હોય, છતાં જીવનશુદ્ધિની એક જ સમાનભૂમિકા ઉપર આવી ઊભા રહે છે. પછી તેમને પરંપરા અને શાસ્ત્રોને શાબ્દિક ભેદે આડે નથી આવતા. તેમને બાહ્ય આચાર અને જીવન પ્રણાલીઓના ભેદ પણ નથી નડતા. એ ભેદનું બેખું તેમને માટે ઉપરછલ્લું રહી જાય છે અને શુદ્ધિની અભેદ ભૂમિકા જ વાસ્તવિક બની રહે છે.
આથી જ કહેવાયું છે કે વિચારની શુદ્ધિ આચારથી થાય છે. અહીં સમજવું ઘટે કે આચાર એટલે બીજાઓ દેખી શકે એ માત્ર સ્થળ આચાર નહિ, પણ શ્વાસે શ્વાસની પેઠે જીવનમાં વણાયેલે અને આત્મસાક્ષીએ પ્રતીત થાય એવી સદ્ગતિઓના સંસ્કારને આચાર. બીજી રીતે એમ કહી શકાય
Page #2
--------------------------------------------------------------------------
________________
જીવનશિલ્પનું મુખ્ય સાધન
[ ૧૫ કે આચારની શુદ્ધિ વિચારથી થાય છે. જેમ જેમ સૂક્ષ્મ અને સમભાવી વિચાર કરવામાં આવે તેમ તેમ આચારના કલ્પિત જાળાં ધ્યાનમાં આવે છે, અને તેનાં બંધનમાંથી છૂટા થવાને ઉત્સાહ પણ પ્રગટે છે. આ જ અર્થમાં દરેક સંપ્રદાયે જ્ઞાન અને ક્રિયા બનેને સરખું મહત્ત્વ આપ્યું છે. પણ એ જ્ઞાન એટલે માત્ર શાબ્દિક જ્ઞાન નહિ, અને એ ક્રિયા એટલે માત્ર સમાજગત કે સંપ્રદાયસંગત પ્રણાલી નહિ. એટલે જ્ઞાન એટલે તત્ત્વનું જ્ઞાન, મૂળ વસ્તુનું જ્ઞાન અને એ ક્રિયા એટલે એ જ જ્ઞાનને જીવનમાં એકરસ કરવાની સાધના. આ જ જીવનનું શિલ્પ છે, એમ મને લાગે છે. "જીવનશિલ૫ એટલે કે વિકાસ
જીવનશિલ્પને અર્થે વિકાસ થઈ શકે. વિકાસ બે પ્રકારનો છે. શારીરિક અને માનસિક શારીરિક વિકાસ માત્ર મનુષ્યમાં નહિ, પરંતુ પશુપક્ષીમાં પણ દેખાય છે. ખાનપાન ને સ્થાન સુંદર મળે અને કોઈ ભય ન રહે તો પશુ પણ ખૂબ બળવાન ને પુષ્ટ થાય. મનુષ્ય જ માત્ર ખાનપાન ને સ્થાનની યિામ્યતાથી શારીરિક વિકાસ નથી કરી શકતો. તે સધળાં પાછળ તે મેચ મને વ્યાપાર અર્થાત બુદ્ધિગ ને સંયમ રાખે તો જ તે શારીરિક વિકાસ કરી શકે.
માનસિક વિકાસ માનવમાં જ સંભવિત છે. યોગ વિના તે સંભવિત નથી. છતાં ગમે તેટલું શરીરબળ કેમ ન હોય, પણ સમુચિત રીતથી યોગ્ય દિશામાં મનની ગતિ નથી થતી ત્યાં સુધી પૂરે માનસિક વિકાસ થતો નથી.
એટલે કે, મનુષ્યનો પૂર્ણ શારીરિક કે માનસિક વિકાસ કેવી વ્યવસ્થિત અને જાગ્રત બુદિગની અપેક્ષા રાખે છે.
આપણે શોધવું જોઈએ કે વિકાસની અસલી જડ શેમાં છે? મુખ્ય ઉપાય ક્યા છે કે જે ન હોવાથી બીજું બધું હોય છે તે, ન હાવા બરાબર થાય છે.
આને જવાબ બહુ સરળ છે અને આપણી આસપાસના જીવનમાંથી જ તે જવાબ મળી શકશે. તમે જોશે કે જવાબદારી એ જ વિકાસનું પ્રધાન બીજ છે. મનને વિકાસ તેના સર્વઅંશની યોગ્યતાને પૂર્ણ જાગૃતિ પર છે. આ સત્વ અંશને રજસુ ને તમન્સ અંશરૂપ પ્રમાદ દબાવી દે છે. જ્યાં સુધી જવાબદારી નથી રહેતી ત્યાં સુધી મનની ગતિ કુંઠિત થાય છે અને પ્રમાદનું તત્ત્વ વધી પડે છે, જેને એગશાસ્ત્રમાં મનની ક્ષિત ને મૂઢ અવસ્થા કહે છે. જેવી રીતે શરીર પર શક્તિથી અધિક બે નાખવાથી સ્નાયુબળ કાર્યસાધક નથી બનતું તે રીતે ક્ષિપ્ત ને મૂઢ અવસ્થાને બે પડવાથી મનની સ્વા
Page #3
--------------------------------------------------------------------------
________________
દીન અને ચિંતઃ ભાવિક વિચારશક્તિ નિષ્ક્રિય બને છે. જવાબદારી ન હોવાને લીધે આવતી નિયિતાથી રજસ ને તમસ ગુણને ઉદ્રક થાય છે. આથી જ સૌથી વધુ જરૂર જવાબદારીની છે.
જવાબદારી અનેક પ્રકારની છે. ક્યારેક ક્યારેક તે મેહમાંથી આવે છે? એક યુવક મોહવશાત્ તેની પ્રેમિકા પ્રત્યે પિતાની જાતને જવાબદાર સમજે છે. ક્યારેક ક્યારેક સ્નેહમાંથી આ જવાબદારી આવે છે. માતા સ્નેહવશાત્ જ બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરે છે. ક્યારેક જવાબદારી ભયમાંથી આવે છે: રાતના જંગલમાં વાઘ આવવાના હોય ત્યારે જાગ્રત રહી બચાવ કરવાની જવાબદારી સૌ પર આવે છે. આ રીતે લેભવૃત્તિ, પરિગ્રહકાંક્ષા, કૈધભાવના, ભાનમત્સર વિ. રાજસ-તામસ અંશેમાંથી જવાબદારી આવે છે. વિકાસના પ્રધાન સાધનરૂપ જે જવાબદારી કહી તે આ બધી જવાબદારીઓ નથી. આ બધી મર્યાદિત ને સંકુચિત જવાબદારી છે, ક્ષણિક ભાવવાળી છે. પણ હું જે જવાબદારી કહું છું તે એક એવા ભાવમાંથી જન્મે છે, જે ન તો ક્ષણિક છે, ન તો સંકુચિત અને ન મલિન. એ ભાવ છે પિતાની જીવનશક્તિને યુથાર્થ અનુભવ કરવાનો. જ્યારે આ ભાવમાંથી જવાબદારી પ્રગટ થાય છે ત્યારે તે સતત વેગવાળી નદીના પ્રવાહની જેમ રેકી શકાતી નથી. પોતાના પંથ પર કાર્ય કરતી તે જાય છે, ત્યારે નિયિતા કે કુટિલતા રહેતી જ નથી.
મેહ, સ્નેહ, ભય, લેભ આદિ અસ્થિર સંકુચિત ને સુદ ભાવમાંથી પ્રગટતી જવાબદારી એક વસ્તુ છે અને જીવનશક્તિના યથાર્થ અનુભવ પછી પ્રગટતી જવાબદારી એક બીજી વસ્તુ છે.
ઉપરના બે ભાવોમાં શું અંતર છે ને બેમાંથી ક્યાં ભાવ શ્રેષ્ઠ છે તે જેવું જરૂરી છે.
મોહમાં રસાનુભૂતિ ને સુખસંવેદન પણ છે, પણ તે એટલે તે પરિમિત અને અસ્થિર છે કે તેના આદિ મધ્ય ને અંતમાં શંકા, દુઃખ અને ચિંતાને ભાવ ભર્યો છે. કેઈ યુવક તેના પ્રેમપાત્ર તરફ પૂલ મેહવશ દત્તચિત્ત રહે છે, પણ પછી પહેલાના પ્રેમપાત્રની અપેક્ષાએ બીજું પાત્ર અધિક સુંદર, અધિક સમૃદ્ધ ને અધિક બળવાન મળે તો તેનું ચિત્ત પહેલી જગ્યાએથી છુટી બીજી જગ્યાએ મૂકી પડશે અને તેની જવાબદારી કે કર્તવ્યપાલનની ગતિની દિશા બદલાશે.
માતા નેહવશ અંગજાત બાળક પ્રત્યે પોતાનું સઘળું આપીને રસાનુભવ કરે છે, પણ તે રસાનુભવ બિલકુલ સંકુચિત ને અસ્થિર છે; કારણ, તેની પાછળ બેહને ભાવ છે. માને કે તેનું બાળક મરી ગયું ને તેથી વધુ
Page #4
--------------------------------------------------------------------------
________________
જીવનશિપનું મુખ્ય સાધન
[ ૧૭ સુંદર એક માતૃહીન બાળક તેના આશ્રયે આવ્યું. પણ આ નિરાધાર બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરવામાં એ માતાને એટલે રસાનુભવ નહિ થાય. આનો અર્થ એ કે માતાની અર્પણવૃત્તિનો પ્રેરક ભાવ કેવલ મોહ હતો, શુદ્ધ ને વ્યાપક નેહ નહોતો. એ અપરિણત નેહ હ. જેવી રીતે રાંધેલું પણ ન પચેલું સુંદર અન્ન ન તે લોહી બનીને શરીરને સુખ પહોંચાડે કે ન તે બહાર નીકળી શરીરને હલકું કરે; માત્ર અંદર અંદર સડીને શરીર અને ચિત્તને અસ્વસ્થ બનાવે. આ જ સ્થિતિ માતાના કર્તવ્યપાલનમાં અપરિણત સ્નેહની હતી. હવે ભય લઈએ. રક્ષણ માટે ઝૂંપડું બંધાવ્યું. બચવા માટે અખાડામાં બળ મેળવ્યું. કવાયત ને નિશાનબાજી શીખ્યા. પણ પિતાના પર તે ભય ન રહ્યો છે જેને પિતાને સમજ્યા છે તેઓ પર પણ ભય ન રહ્યો, તે કર્તવ્યપાલનમાં રણુ થતી નથી, પછી ભલેને રક્ષણ કરવાની કેટલીયે શક્તિ કેમ ન હોય, આ બધી જવાબદારીઓ સંકુચિત ભાવમાંથી ઉત્પન્ન થઈ છે. મેહ જેવા સધળા ભાવે બિલકુલ અધૂરા, અસ્થિર ને મલિન છે.
જીવનશક્તિને યથાર્થ અનુભવ તે બીજે ભાવ છે, જે ન તો ઉદય થયા પછી નાશ પામે છે, ન મર્યાદિત કે સંકુચિત છે કે ન તો મલિન છે.
પ્રશ્નઃ જીવનશક્તિના યથાર્થ અનુભવમાં એવું તે કેવું તત્ત્વ છે જેનાથી જન્મતું કર્તવ્યપાલન હમેશાં સ્થિર, વ્યાપક ને શુદ્ધ જ હોય છે?
જવાબ : આને જવાબ મેળવવા માટે જીવનશક્તિના સ્વરૂપ પર વિચાર કરવો જોઈએ.
તમે પોતે જ વિચારશે કે જીવનશક્તિ એ શું વસ્તુ છે. કોઈપણ સમજદાર વ્યક્તિ માત્ર શ્વાસોચ્છવાસ કે પ્રાણને જીવનની મૂળ આધાર શક્તિ નહિ માને; કારણ કે, જ્યારે જ્યારે ધ્યાનની વિશિષ્ટ અવસ્થામાં પ્રાણનો સંચાર ચાલુ નથી હોતું, ત્યારે પણું જીવન ચાલુ જ હોય છે. આથી માનવું પડે છે કે પ્રાણસંચારરૂપ જીવનની પ્રેરક ને આધારભૂત શક્તિ કઈક બીજી જ વસ્તુ છે. અત્યાર સુધીના આધ્યાત્મિક સૂક્ષ્મ અનુભવીઓએ એ શક્તિને ચેતના કહી છે. ચેતના એ એક એવી સ્થિર ને પ્રકાશમાન શક્તિ છે કે જે દૈહિક, માનસિક ને ઍન્દ્રિય આદિ સર્વ કાર્યોનું થોડું ઘણું ભાન રાખે જ છે. આપણે પ્રત્યેક અવસ્થામાં આપણી ઐહિક, માનસિક કે અંકિય ક્રિયાને થોડે ઘણે પરિચય રાખી શકીએ છીએ, તે શાથી? આપણું ક્રિયાઓનું આવું સંવેદન આપણને ચેતનાશક્તિ દ્વારા થાય છે. ગમે તે થાય, પણ આપણે ક્યારેય ચેતનાશ થઈ શકવાના નથી.
-
૨
Page #5
--------------------------------------------------------------------------
________________ 18 ] દરન અને ચિંતન ચેતનાની સાથે એક બીજી શકિત પણ ઓતપ્રોત થઈ છે, જેને આપણે સંકલ્પશક્તિ કહીએ છીએ. ચેતના જે કાંઈ સમજે તે સધળાને ક્રિયાકારી બનાવવા અથવા તે તેને મૂર્ત સ્વરૂપ આપવા તેની પાસે જે બીજું કોઈ બળ ન હોય તો તેની સમજણ બેકાર બને અને આપણે જ્યાં છીએ ત્યાં જ પડ્યા રહીએ. આપણે અનુભવીએ છીએ કે સમાજને અનુસરી એક વાર સંકલ્પ થતાં ચેતના કાર્યાભિમુખ થાય છે. જેવી રીતે કુદવાવાળો સંકલ્પ કરે છે ત્યારે પિતાનું બધું બળ એકઠું કરીને કૂદકા મારે છે. બળને વીખરાઈ જતું રેકવું તે સંકલ્પશક્તિનું કાર્ય છે. સંકલ્પની મદદ મળી એટલે ચેતના ગતિશીલ થઈને પિતાનું સાધ્ય સિદ્ધ કરીને જ સંતુષ્ટ બને છે. આ ગતિશીલતાને ચેતનાનું વીર્ય સમજવું જોઈએ. આ રીતે જીવનશક્તિના પ્રધાન ત્રણ અંશ છે : ચેતના, સંકલ્પ ને વીર્ય. દરેક જણ સર્જનકાર્યથી આ ત્રણ શક્તિનો અનુભવ કરી શકે છે. અત્યારે આપણે સૌ તેનું અનુમાન જ કરીએ છીએ. તેનો યથાર્થ અનુભવ એક જુદી જ વસ્તુ છે. સામે રહેલી દીવાલને ઇન્કાર કરી તેને ન માનનાર જેમ દીવાલને લાત મારીને તેના અસ્તિત્વનો અનુભવ કરી શકે છે, તેમ આપણે સર્વમાં રહેલ ત્રિઅંશી જીવનશક્તિને અનુભવ કરી શકીએ તેમ છીએ, આવા અનુભવ પછી જીવનદષ્ટિ બદલાઈ જાય છે. પછી એક નવી જવાબદારી કે કર્તવ્યદષ્ટિ વિશ્વ પ્રત્યે પ્રાપ્ત થાય છે. મેહની કટિમાં આવનાર ભાથી પ્રેરિત કર્તવ્યદષ્ટિ અખંડ ને નિરાવરણ નથી હોતી. જીવનશક્તિના યથાર્થ અનુભવથી પ્રેરિત કર્તવ્યદૃષ્ટિ સાહજિક છે, સાત્વિક છે, અખંડ અને નિરાવરણ છે. તે રજસ્ને તમસ અંશથી પરાજિત થતી નથી. બુદ્ધ ને મહાવીરે માનવતાના ઉદ્ધારની આવી જવાબદારી શિર પર લીધી. શિષ્યના પ્રભનથી સોક્રેટિસ મૃત્યુના મુખમાં જતાં બચી શકત, પણ જવાબદારી છોડવી તેણે ઉચિત ધારી નહિ. નો પ્રેમસંદેશ આપવાની જવાબદારી માટે જિસસે શૂળીને પણ સિંહાસન ગમ્યું. ગાંધીજી બ્રાહ્મણોની સેંકડે કુરૂઢિ રૂપી પિશાચિનીઓથી કે મુસ્લિમેની દંડાબાજીથી ડરીને કર્તવ્યચલિત ન થયા. આ સર્વે આપણા જેવા જ મનુષ્ય હતા, છતાં તેની જવાબદારી સ્થિર, વ્યાપક ને શુદ્ધ હતી, કારણ કે, તે જવાબદારી જીવનશક્તિના યથાર્થ અનુભવમાંથી આવી હતી. મારી દૃષ્ટિએ આવી જવાબદારી જ વિકાસનું મુખ્ય સાધન છે, જીવનશિલ્પનું મુખ્ય સાધન છે. –જીવનશિ૯૫ 8. 53,