SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનશિલ્પનું મુખ્ય સાધન [ ૧૫ કે આચારની શુદ્ધિ વિચારથી થાય છે. જેમ જેમ સૂક્ષ્મ અને સમભાવી વિચાર કરવામાં આવે તેમ તેમ આચારના કલ્પિત જાળાં ધ્યાનમાં આવે છે, અને તેનાં બંધનમાંથી છૂટા થવાને ઉત્સાહ પણ પ્રગટે છે. આ જ અર્થમાં દરેક સંપ્રદાયે જ્ઞાન અને ક્રિયા બનેને સરખું મહત્ત્વ આપ્યું છે. પણ એ જ્ઞાન એટલે માત્ર શાબ્દિક જ્ઞાન નહિ, અને એ ક્રિયા એટલે માત્ર સમાજગત કે સંપ્રદાયસંગત પ્રણાલી નહિ. એટલે જ્ઞાન એટલે તત્ત્વનું જ્ઞાન, મૂળ વસ્તુનું જ્ઞાન અને એ ક્રિયા એટલે એ જ જ્ઞાનને જીવનમાં એકરસ કરવાની સાધના. આ જ જીવનનું શિલ્પ છે, એમ મને લાગે છે. "જીવનશિલ૫ એટલે કે વિકાસ જીવનશિલ્પને અર્થે વિકાસ થઈ શકે. વિકાસ બે પ્રકારનો છે. શારીરિક અને માનસિક શારીરિક વિકાસ માત્ર મનુષ્યમાં નહિ, પરંતુ પશુપક્ષીમાં પણ દેખાય છે. ખાનપાન ને સ્થાન સુંદર મળે અને કોઈ ભય ન રહે તો પશુ પણ ખૂબ બળવાન ને પુષ્ટ થાય. મનુષ્ય જ માત્ર ખાનપાન ને સ્થાનની યિામ્યતાથી શારીરિક વિકાસ નથી કરી શકતો. તે સધળાં પાછળ તે મેચ મને વ્યાપાર અર્થાત બુદ્ધિગ ને સંયમ રાખે તો જ તે શારીરિક વિકાસ કરી શકે. માનસિક વિકાસ માનવમાં જ સંભવિત છે. યોગ વિના તે સંભવિત નથી. છતાં ગમે તેટલું શરીરબળ કેમ ન હોય, પણ સમુચિત રીતથી યોગ્ય દિશામાં મનની ગતિ નથી થતી ત્યાં સુધી પૂરે માનસિક વિકાસ થતો નથી. એટલે કે, મનુષ્યનો પૂર્ણ શારીરિક કે માનસિક વિકાસ કેવી વ્યવસ્થિત અને જાગ્રત બુદિગની અપેક્ષા રાખે છે. આપણે શોધવું જોઈએ કે વિકાસની અસલી જડ શેમાં છે? મુખ્ય ઉપાય ક્યા છે કે જે ન હોવાથી બીજું બધું હોય છે તે, ન હાવા બરાબર થાય છે. આને જવાબ બહુ સરળ છે અને આપણી આસપાસના જીવનમાંથી જ તે જવાબ મળી શકશે. તમે જોશે કે જવાબદારી એ જ વિકાસનું પ્રધાન બીજ છે. મનને વિકાસ તેના સર્વઅંશની યોગ્યતાને પૂર્ણ જાગૃતિ પર છે. આ સત્વ અંશને રજસુ ને તમન્સ અંશરૂપ પ્રમાદ દબાવી દે છે. જ્યાં સુધી જવાબદારી નથી રહેતી ત્યાં સુધી મનની ગતિ કુંઠિત થાય છે અને પ્રમાદનું તત્ત્વ વધી પડે છે, જેને એગશાસ્ત્રમાં મનની ક્ષિત ને મૂઢ અવસ્થા કહે છે. જેવી રીતે શરીર પર શક્તિથી અધિક બે નાખવાથી સ્નાયુબળ કાર્યસાધક નથી બનતું તે રીતે ક્ષિપ્ત ને મૂઢ અવસ્થાને બે પડવાથી મનની સ્વા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249154
Book TitleJivan Shilpanu Mukhya Sadhan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Society
File Size102 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy