________________
દીન અને ચિંતઃ ભાવિક વિચારશક્તિ નિષ્ક્રિય બને છે. જવાબદારી ન હોવાને લીધે આવતી નિયિતાથી રજસ ને તમસ ગુણને ઉદ્રક થાય છે. આથી જ સૌથી વધુ જરૂર જવાબદારીની છે.
જવાબદારી અનેક પ્રકારની છે. ક્યારેક ક્યારેક તે મેહમાંથી આવે છે? એક યુવક મોહવશાત્ તેની પ્રેમિકા પ્રત્યે પિતાની જાતને જવાબદાર સમજે છે. ક્યારેક ક્યારેક સ્નેહમાંથી આ જવાબદારી આવે છે. માતા સ્નેહવશાત્ જ બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરે છે. ક્યારેક જવાબદારી ભયમાંથી આવે છે: રાતના જંગલમાં વાઘ આવવાના હોય ત્યારે જાગ્રત રહી બચાવ કરવાની જવાબદારી સૌ પર આવે છે. આ રીતે લેભવૃત્તિ, પરિગ્રહકાંક્ષા, કૈધભાવના, ભાનમત્સર વિ. રાજસ-તામસ અંશેમાંથી જવાબદારી આવે છે. વિકાસના પ્રધાન સાધનરૂપ જે જવાબદારી કહી તે આ બધી જવાબદારીઓ નથી. આ બધી મર્યાદિત ને સંકુચિત જવાબદારી છે, ક્ષણિક ભાવવાળી છે. પણ હું જે જવાબદારી કહું છું તે એક એવા ભાવમાંથી જન્મે છે, જે ન તો ક્ષણિક છે, ન તો સંકુચિત અને ન મલિન. એ ભાવ છે પિતાની જીવનશક્તિને યુથાર્થ અનુભવ કરવાનો. જ્યારે આ ભાવમાંથી જવાબદારી પ્રગટ થાય છે ત્યારે તે સતત વેગવાળી નદીના પ્રવાહની જેમ રેકી શકાતી નથી. પોતાના પંથ પર કાર્ય કરતી તે જાય છે, ત્યારે નિયિતા કે કુટિલતા રહેતી જ નથી.
મેહ, સ્નેહ, ભય, લેભ આદિ અસ્થિર સંકુચિત ને સુદ ભાવમાંથી પ્રગટતી જવાબદારી એક વસ્તુ છે અને જીવનશક્તિના યથાર્થ અનુભવ પછી પ્રગટતી જવાબદારી એક બીજી વસ્તુ છે.
ઉપરના બે ભાવોમાં શું અંતર છે ને બેમાંથી ક્યાં ભાવ શ્રેષ્ઠ છે તે જેવું જરૂરી છે.
મોહમાં રસાનુભૂતિ ને સુખસંવેદન પણ છે, પણ તે એટલે તે પરિમિત અને અસ્થિર છે કે તેના આદિ મધ્ય ને અંતમાં શંકા, દુઃખ અને ચિંતાને ભાવ ભર્યો છે. કેઈ યુવક તેના પ્રેમપાત્ર તરફ પૂલ મેહવશ દત્તચિત્ત રહે છે, પણ પછી પહેલાના પ્રેમપાત્રની અપેક્ષાએ બીજું પાત્ર અધિક સુંદર, અધિક સમૃદ્ધ ને અધિક બળવાન મળે તો તેનું ચિત્ત પહેલી જગ્યાએથી છુટી બીજી જગ્યાએ મૂકી પડશે અને તેની જવાબદારી કે કર્તવ્યપાલનની ગતિની દિશા બદલાશે.
માતા નેહવશ અંગજાત બાળક પ્રત્યે પોતાનું સઘળું આપીને રસાનુભવ કરે છે, પણ તે રસાનુભવ બિલકુલ સંકુચિત ને અસ્થિર છે; કારણ, તેની પાછળ બેહને ભાવ છે. માને કે તેનું બાળક મરી ગયું ને તેથી વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org