Book Title: Jintattva Granth 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 13
________________ ત્રિવિજય કરી શકે છે. જૈન ધર્મે દેહના સંઘયણ અને સંસ્થાનના પ્રકાર બતાવ્યા છે. શરીરનાં હાડકાંઓનો જે બંધ હોય છે તેન સંઘયણ કહેવામાં આવે છે, અને શરીરના આકારવિશેષને સંસ્થાન કહેવામાં આવે છે. સંઘયણના આ પ્રમાણે છ પ્રકાર ઊતરતા ક્રમમાં છે : (૧) વજ્ર, ઋષભના૨ાચ સંઘયણ, (૨) ઋષભનારાચ સંઘયણ, (૩) નારાચ સંઘયણ, (૪) અર્ધનારાચ સંઘયણ, (૫) કીલિકા સંઘયણ, અને (૬) સેવાર્ત સંઘયણ. એ જ રીતે સંસ્થાનના આ પ્રમાણે છ પ્રકાર ઊતરતા ક્રમમાં છે : (૧) સમચતુરસ્ર સંસ્થાન, (૨) ન્યગ્રોધ, (૩) સાદિ, (૪) વામન, (૫) કુબ્જ, અને (૬) હુંડક. વળી આહારના ત્રણ પ્રકાર બતાવ્યા છે : (૧) ઓજાહ૨, (૨) લોમાહાર અને (૩) કવળાહાર. આ બધા પારિભાષિક પ્રકારોની સમજણ જૈન શાસ્ત્રગ્રંથોમાં સાંપડે છે. જે પ્રમાણે દેહ અને સંસ્થાન, તે પ્રમાણે તે જીવ પોતાની આત્મશક્તિને વધુ સ્ફુરાવી શકે છે. તીર્થંકરો અને કેવળજ્ઞાનીઓના દેહનાં સંધયણ અને સંસ્થાના બંને ઉત્તમ પ્રકારનાં હોય છે. ચરમ તીર્થંકર દેવાધિદેવ ભગવાન મહાવીરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે લગભગ સાડા બાર વર્ષ જે તપસ્યા કરી તે અજોડ છે. વીરસ્ય ઘોરમ્ તો । એમ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે યથાર્થ જ કહ્યું છે. ભગવાન મહાવીર ક્ષત્રિય રાજકુમાર હતા. ખાનપાન આદિ ભોગવિલાસની કોઈ કમી નહોતી છતાં એનો ત્યાગ કરીને તેઓ તપશ્ચર્યા કરવા નીકળી પડ્યા. લગભગ સાડા બાર વર્ષના સાધનાકાળમાં એમણે બહુ જ ઓછા દિવસ આહાર લીધો હતો. એક વખત સળંગ છ મહિના સુધી ઉપવાસ કર્યા; બીજી વખત છ મહિનામાં થોડા દિવસ ઓછા એવા સળંગ ઉપવાસ કર્યો. આઠ-પંદર દિવસ કે મહિનાના ઉપવાસ તો કેટલીય વાર કર્યા. શાસ્ત્રકારોએ નોંધ્યું છે કે ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ દરમિયાન જેટલા ટંક આહાર લીધો તેનો સરવાળો કરવામાં આવે તો લગભગ એક વર્ષ જેટલો થાય. એટલે કે સાડા બાર વર્ષ દરમિયાન લગભગ ૧૧ વર્ષથી અધિક સમય તેમણે આહાર વગર ચલાવ્યું. એવી જ રીતે એ સાધનાકાળ દરમિયાન એમણે નિદ્રારહિત એવાં કેટલાંય દિવસરાત સતત જાગ્રત અવસ્થામાં પસાર કર્યાં. શરીર ઉપર એમણે એટલો બધો સંયમ મેળવી લીધો હતો કે કોઈ પણ એક આસનમાં ઘણા લાંબા સમય સુધી તેઓ સ્થિર રહી શકતા. એમણે છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે પણ, ગોવાળ પગમાં તાંબડી ભરાવી ગાય દોહવા બેસે એવા કઠિન ગોદોહિકા નામના આસનમાં. Jain Education International ૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 516