Book Title: Jinagam lakhan Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 4
________________ 122 lbsttestega se dostadodaodados destes ses este deste testestujete ossada sesosodo de dos dedosedad dadoslaseste sa selesedadledbubb ૨૩. અત્યારના સંજોગોમાં છાપેલ કરતાં લખેલ સાહિત્ય ચાલીસ, પચાસ ગણી કિંમતે તૈયાર થઈ શકે છે. કદાચ સે ગણી કિંમત આપવી પડે તે પણ લખાવવાનું કામ ચાલુ રાખવું જોઈએ. છપાયેલું પુસ્તક રૂપું કહેવાતું હોય, તે લખાયેલું પુસ્તક સેનું, મોતી અથવા હીરા છે. ૨૪. દશવાર વાંચવાથી જેટલું જ્ઞાન થાય, એટલું એક વાર લખવાથી થાય છે. લખવાથી મનની એકાગ્રતા રહે છે. પોતાના હાથે તૈયાર કરેલી વસ્તુ વારંવાર ફેરવીને જોતાં વધારે પ્રેમ ઊપજે છે. ( ૨૫. પૂર્વના મહાપુરુષોની પિતાની લખેલી પ્રતને સ્પર્શ કરતાં અનેરો આનંદ અનુભવાય છે. તે મહાપુરુષને મળવા જેટલી પ્રસન્નતા થાય છે. ૨૬. શકિતસંપન્ન શ્રાવક જેમ ઘરમાં જિનમંદિર રાખીને પ્રભુભકિત કરે તેવી જ રીતે હાથના લખેલા આગામો તૈયાર કરાવીને બરાબર સાચવી રાખે, એની વાસક્ષેપથી રોજ પૂજા કરે, ધૂપદીપ વગેરેથી ભક્તિ કરે તે જ્ઞાનને અંતરાય દૂર થતો જાય અને તત્ત્વજ્ઞાનમાં આગળ વધી શકે. ર૭. જેટલી જરૂરિયાત જૂનું હસ્તલિખિત સાહિત્ય સાચવવાની છે, તેટલી જ અથવા તેથી વધારે નવું કરવાની છે. આ શાશ્વત વસ્તુ જૂની થતી જાય તેમ તેમ તેમની જગ્યાએ નવી ઉત્પન્ન થવી જોઈએ. એના વડે જ શાસનની પરંપરા બરાબર ચાલે. ૨૮. શ્રાવકે જે લાભાંતરાયના પશમથી સંપત્તિ પ્રાપ્ત કરી હોય, અને શક્તિ હોય તે પીસ્તાલીસ આગમ મૂળ લખાવીને એક સુંદર કબાટમાં ઘેર રાખી એની પૂજા સ્તવના વગેરે હમેશાં કરે. ૨૯. ઓછી શકિતવાળા એક બે અથવા વધારે આગમ લખાવીને ઘરમાં રાખે એ પણ જરૂરી છે. સંગ્રહ અને પરંપરા સાચવવાની દષ્ટિએ જુદાં જુદાં સ્થાનોમાં થોડો શેડો સંગ્રહ હેય એ બહુ ઉપકારક બને. ૩૦. એક જ સ્થળે વિશાળ જ્ઞાનભંડાર હોય તેમાં જ બધાં કીમતી હસ્તલિખિત પુસ્તક હોય તેના ઉપર જળ, અગ્નિ, રાજપલટો અગર તેવી અગધારી આફત આવે ત્યારે સર્વસ્વ જોખમાય. એ દષ્ટિને વિચાર કરતાં અનેક સ્થળેમાં થોડું થોડું હોય એ વાજબી છે. ૩૧. ઉપકારી પુરુષે આત્મના મુખ્ય ગુણ તરીકે આત્માના જ્ઞાનને વર્ણવે છે સંસારસમુદ્ર તરવાનું સાધન જ્ઞાન કહે છે. મિથ્યાત્વ અંધકારનો નાશ કરનાર જ્ઞાનપ્રકાશ છે, એમ જણાવે છે. એ જ્ઞાનના પરમ સાધભૂત આગમનને લખવા, લખાવવા, યેગ્ય રીતે ભણાવવાનું શક્ય ઉદ્યમ કરે એમાં મળેલી શક્તિની સફળતા છે. આ એક રાઈ એ આર્ય કલયાણાગામ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6