Book Title: Jinagam lakhan Vichar
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 2
________________ T૧૨૬rotes . ૮. ઈld-Gossessess sides so fsizes. isleeses.: pelos. of looks studધ ૭. એ પિસ્તાલીશ આગમના મૂળ પાઠ, નિર્યુક્તિ. ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ એ પંચાંગી કહેવાય છે. એ પંચાંગી તથા તેને અનુસરતા ટબાઓ, પ્રકરણે, વિવેચન, ચરિત્ર, રાસો, સ્તવને, , સઝા વગેરે સઘળું આત્માથી જીવેને માન્ય હોય. ૮. જગતશ્રેષ્ઠ આ સાહિત્યને ટકાવવા માટે જેમ બને તેમ હાથ વડે લખાવીને સંગ્રેડ કરવા લાયક છે. એમાં શાસનનું સાચું હિત છે. આગમની સાચી ભક્તિ છે. શહેરેશહેર, ગામેગામ, અને ઘેરઘેર હસ્તલિખિત જે કાંઈ જૂનું ધર્મ સાહિત્ય હોય, તે રક્ષણ કરવા લાયક છે, અને નવાનું સર્જન કરી વસાવવા લાયક છે. ૯, છપાવવામાં પવિત્ર આગમની પવિત્રતા જળવાતી નથી, ઘણી આશાતના થાય છે. શ્રુતજ્ઞાન પ્રત્યે જેવા પ્રકારનું બહુમાન રાખવાનું જ્ઞાની પુરુષે ફરમાવે છે, તેવું બહુમાન છાપેલ શાસ્ત્રો ઉપર આવતું નથી. ૧૦. હાથનું લખેલ પુસ્તક હાથમાં આવતાં પવિત્રતાની અસર કરે છે. અંતરથી બહુમાન પેદા થાય છે. જે આફ્લાદ હાથની લખેલ પ્રતને જેવાથી ઉત્પન્ન થાય છે, તે છાપેલી પ્રતને જેવાથી થતું નથી. અનુભવથી આ વાત સમજાય તેવી છે. ૧૧. વર્તમાનકાળે યાંત્રિક છાપકળાને વિશેષ પ્રચાર થવાથી હાથે લખવાની અને લખાવવાની સંસ્કૃતિ નાશ પામતી જાય છે. એ ઉત્તમ સંસ્કૃતિને ટકાવવા માટે પૂરતી ઉદારતાને ઉપગ થે જોઈએ. ૧૨. છાપેલ પુસ્તકને સંચડ ઘણે મળતો હોવાથી કેટલાકને હાથની લખેલી વસ્તુની કિંમત સમજતી નથી. છાપેલાં પુસ્તક વાંચવામાં સરળતા છે, પણ બુદ્ધિને કસવાની નહીં હોવાથી બુદ્ધિને વિકાસ થતું નથી. જુદી જુદી પદ્ધિતએ હાથે લખાયેલ પુસ્તક વાંચવામાં બુદ્ધિને વિશેષ કેળવણી મળે છે. ૧૩. છાપેલાં પુસ્તકે એકના બદલે અનેક મળતાં હોવાથી એને સાચવવાની જેવી જોઈએ એવી દરકાર રહેતી નથી. ખોવાઈ જાય તે બીજુ મંગાવી લેવાશે એ ભાવનાએ જેમતેમ રખડતું પણ મુકાઈ જાય. હાથે લખેલા પુસ્તકની બીજી નકલ મળવાની ન હોવાથી સાચવવા માટેની ખૂબ કાળજી રહે છે. ૧૪. મિલ વગેરે કારખાનામાં બનેલા કાગળે ટકાઉ હોતા નથી. એના ઉપર છાપ પાડતાં જે બળ વપરાય છે, તેના વડે કાગળની જિંદગી ટૂંકી થાય છે. મિલના કાગળ અને યાંત્રિક છાપ એ બન્નેથી તૈયાર થયેલ ધાર્મિક સાહિત્ય લાંબે વખત ટકી શકતું STS શ્રી આર્ય ક યાણ ગોલમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6