Page #1
--------------------------------------------------------------------------
________________
Chore
શ્રી જિનાગમ લખાણ-વિચાર
શ્રાદ્ધવ શ્રી પ્રભુલાલ બેચરદાસ પારેખ
ર
શાસન તાહરુ અતિ
ભલુ, જગ નહી’કોઈ તસ સરખું' રે, તિમતિમ રાગ ઘણા વાધે, જિમજિમ જુગતિ શું પરખુ રે.”
૧. પચમ કાળમાં આત્માને પૌલિક ભાવના રસમાંથી બચાવીને આધ્યાત્મિક ભાવમાં જોડનાર સર્વ શ્રેષ્ઠ આલંબન બે જ છે : જિનપ્રતિમા અને જિનાગમ,
૨. આત્માથી, ભવભીરુ, તત્ત્વદર્શી આત્માએ શ્રી જિનેશ્વરદેવના બિબમાં સાક્ષાત પરમાત્માને નિહાળે છે. શ્રી જિનદર્શનને આત્મદર્શનનું પરમ સાધન માને છે. પ્રભુશાસનના રસિયા જીવા સંસારની કાઈ પણ વસ્તુ જોવાથી જે આનંદ પામે તેના કરતાં ઘણા વધારે આન' શ્રી જિનમ'દિરને જોવાથી પામે છે.
૩. જિનપ્રતિમા એ સ'સારસાગરમાંથી તરવાના સાધનમાં સ`થી પહેલુ અને સંથી ઊંચુ' આલંબન છે. એવુ' જેએના હૃદયમાં નિશ્ચિંત થઈ ગયુ. હાય, તે આત્માએ જિનમંદિર અને પ્રભુપ્રતિમા માટે સવ કાંઈ કરી છૂટવાની તૈયારી કેળવે છે.
૪. આત્માથી આત્માએને બીજા આલંબન તરીકે શ્રી જિનાગમ છે. મહાપુરુષો લખી ગયા છે કે. “ વિષમ પચમકાળમાં શ્રી જિનાગમ ન હોય, તે અનાથ એવા અમારુ શું થાત ?” તત્ત્વજ્ઞાની પુરુષાનાં આ વચન તદ્ન સાચાં છે. સ` દેશમાં અને સ કાળમાં શ્રી જિનાગમ સર્વાંત્તમ અજોડ સાહિત્ય છે.
પૂ. આવા પરમ પવિત્ર સશ્રેષ્ઠ આગમ સાહિત્યને લખવામાં, લખાવવામાં, સાચવવામાં બહુમાન કરવામાં શરીર, બુદ્ધિ અને ધન વગેરે જે કાંઈના વ્યય થાય તે અત્યંત લાભ
દાયક છે.
૬. શ્રી અરિહતદેવના મુખથી નીકળેલ, ગણધર ભગવંતેએ ગૂ`થેલ, ગીતા મહાપુરુષાએ ભણી, ભણાવી, લખી, લખાવી પંચમકાળના જીવના ઉપકાર માટે સાચવી રાખેલ શ્રી જિનાગમ વમાનમાં પીસ્તાલીસ આગમ રૂપે જગતમાં જયવંતુ વતે છે.
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #2
--------------------------------------------------------------------------
________________
T૧૨૬rotes . ૮. ઈld-Gossessess sides so fsizes.
isleeses.: pelos. of looks studધ
૭. એ પિસ્તાલીશ આગમના મૂળ પાઠ, નિર્યુક્તિ. ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ એ પંચાંગી કહેવાય છે. એ પંચાંગી તથા તેને અનુસરતા ટબાઓ, પ્રકરણે, વિવેચન, ચરિત્ર, રાસો, સ્તવને, , સઝા વગેરે સઘળું આત્માથી જીવેને માન્ય હોય.
૮. જગતશ્રેષ્ઠ આ સાહિત્યને ટકાવવા માટે જેમ બને તેમ હાથ વડે લખાવીને સંગ્રેડ કરવા લાયક છે. એમાં શાસનનું સાચું હિત છે. આગમની સાચી ભક્તિ છે. શહેરેશહેર, ગામેગામ, અને ઘેરઘેર હસ્તલિખિત જે કાંઈ જૂનું ધર્મ સાહિત્ય હોય, તે રક્ષણ કરવા લાયક છે, અને નવાનું સર્જન કરી વસાવવા લાયક છે.
૯, છપાવવામાં પવિત્ર આગમની પવિત્રતા જળવાતી નથી, ઘણી આશાતના થાય છે. શ્રુતજ્ઞાન પ્રત્યે જેવા પ્રકારનું બહુમાન રાખવાનું જ્ઞાની પુરુષે ફરમાવે છે, તેવું બહુમાન છાપેલ શાસ્ત્રો ઉપર આવતું નથી.
૧૦. હાથનું લખેલ પુસ્તક હાથમાં આવતાં પવિત્રતાની અસર કરે છે. અંતરથી બહુમાન પેદા થાય છે. જે આફ્લાદ હાથની લખેલ પ્રતને જેવાથી ઉત્પન્ન થાય છે, તે છાપેલી પ્રતને જેવાથી થતું નથી. અનુભવથી આ વાત સમજાય તેવી છે.
૧૧. વર્તમાનકાળે યાંત્રિક છાપકળાને વિશેષ પ્રચાર થવાથી હાથે લખવાની અને લખાવવાની સંસ્કૃતિ નાશ પામતી જાય છે. એ ઉત્તમ સંસ્કૃતિને ટકાવવા માટે પૂરતી ઉદારતાને ઉપગ થે જોઈએ.
૧૨. છાપેલ પુસ્તકને સંચડ ઘણે મળતો હોવાથી કેટલાકને હાથની લખેલી વસ્તુની કિંમત સમજતી નથી. છાપેલાં પુસ્તક વાંચવામાં સરળતા છે, પણ બુદ્ધિને કસવાની નહીં હોવાથી બુદ્ધિને વિકાસ થતું નથી. જુદી જુદી પદ્ધિતએ હાથે લખાયેલ પુસ્તક વાંચવામાં બુદ્ધિને વિશેષ કેળવણી મળે છે.
૧૩. છાપેલાં પુસ્તકે એકના બદલે અનેક મળતાં હોવાથી એને સાચવવાની જેવી જોઈએ એવી દરકાર રહેતી નથી. ખોવાઈ જાય તે બીજુ મંગાવી લેવાશે એ ભાવનાએ જેમતેમ રખડતું પણ મુકાઈ જાય. હાથે લખેલા પુસ્તકની બીજી નકલ મળવાની ન હોવાથી સાચવવા માટેની ખૂબ કાળજી રહે છે.
૧૪. મિલ વગેરે કારખાનામાં બનેલા કાગળે ટકાઉ હોતા નથી. એના ઉપર છાપ પાડતાં જે બળ વપરાય છે, તેના વડે કાગળની જિંદગી ટૂંકી થાય છે. મિલના કાગળ અને યાંત્રિક છાપ એ બન્નેથી તૈયાર થયેલ ધાર્મિક સાહિત્ય લાંબે વખત ટકી શકતું
STS શ્રી આર્ય ક યાણ ગોલમસ્મૃતિગ્રંથ
Page #3
--------------------------------------------------------------------------
________________
chchhabhai Pate[૧૨૭] નથી. હાથ-મનાવટના ઊંચા કાગળામાં હાથથી લખાયેલ સાહિત્ય ઘણા લાંખે
સમય ટકી
શકે છે.
૧૫. જૈનશાસનને વફાદાર રહી ધમાર્ગે જીવન જીવનાર ત્યાગી સાધુ-સાધ્વીએ દરેક પોતાનાથી બની શકે તેટલુ જાતે લખવાનું રાખે તેમ જ છપાવવાને બદલે લહિયાએ મેળવીને લખાવવાનું ચાલુ રાખે. હાથનુ લખેલુ જ વાંચવાની ટેવ રાખે તે શાસનની સુંદર પ્રણાલિકા અવિચ્છિન્ન ચાલુ રહે.
૧૬. વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન તથા ધર્માનુષ્ઠાન વડે અધ્યાત્મ રસમાં ઝીલનારા મુનિજનાના પવિત્ર હાથથી લખાયેલ સાહિત્ય હાથમાં લેતાં જ વૈરાગ્ય અને ધમ શ્રદ્ધા ઉત્પન્ન કરે. કારણ કે એના પિવત્ર પરમાણુની અસર એ પુસ્તકમાં હોય છે.
૧૭. પ્રચારની દૃષ્ટિએ યાંત્રિક સાધનાનું અવલંબન લેવાય છે. તેમાં યયંત્રવાદનું પોષણ છે. આર’ભાદિ પાપ રહેલ છે. આ સંસ્કૃતિ પ્રત્યે અનાદર છે. જ્ઞાનની આશા તના વધે છે.
૧૮. છાપેલ પુસ્તકમાં થયેલી એક ભૂલ પાંચસો, હજાર કે જેટલી નકલ છાપી હેાય તેટલીમાં રહે છે. લખેલી દશ કે વીસ પ્રત એકડી કરી હોય તેમાં ભૂલ હોય, તે જુદી જુદી હાય, તે પણ એમાંથી સાચા પાઠ તારવી શકાય છે.
૧૯. પ્રચારના મેહમાં આરંભનુ પેષણ અને શ્રુતની વિરાધના થાય છે, એ ભૂલી જવાય છે. ગુરુ-શિષ્યભાવ જે ઉચ્ચ પ્રકારની વિનયમર્યાદા ઉપર ટકેલ હતા; તે અધિક પડતાં પુસ્તકે મળવાથી ઘટતા જાય છે. એથી નક્કર બાધ થતા નથી. આડંબર વધતે જાય છે.
૨૦. અઢાર દેશના માલિક પરમાડુ ત કુમારપાળ મહારાજાએ ધરક્ષા માટે હાથમાં લખેલા શાસ્ત્રના ભંડારો ગામેગામ કરાવ્યા હતા.
૨૧. વસ્તુપાળ-તેજપાળ જેવા ઉત્તમ શ્રાવકે એ શ્રુતજ્ઞાનને લખાવવા અને સાચવવા માટે તે વખતમાં આઠ કરોડને ખર્ચ કર્યાં હતા.
૨૨. બીજા પણ ઘણા શાસનરાગી શ્રાવક-શ્રાવિકાઓએ પુસ્તકે લખાવવામાં પેાતાના દ્રવ્યને સદ્વ્યય કર્યાની હકીકત ઘણીપ્રશસ્તિમાં મળી આવે છે. શ્રાવકના છત્રીસ કને એળખાવનાર ‘મન્હ જિણાણુ’ સઝાયમાં પુત્થય લિઝુણુ કહેલ છે. એટલે પુસ્તક લખાવવુ' એ શ્રાવકનુ અવશ્ય કર્તવ્ય છે.
સ્ત્રીઆર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #4
--------------------------------------------------------------------------
________________
122
lbsttestega se dostadodaodados
destes ses este deste testestujete ossada sesosodo de dos dedosedad dadoslaseste sa selesedadledbubb
૨૩. અત્યારના સંજોગોમાં છાપેલ કરતાં લખેલ સાહિત્ય ચાલીસ, પચાસ ગણી કિંમતે તૈયાર થઈ શકે છે. કદાચ સે ગણી કિંમત આપવી પડે તે પણ લખાવવાનું કામ ચાલુ રાખવું જોઈએ. છપાયેલું પુસ્તક રૂપું કહેવાતું હોય, તે લખાયેલું પુસ્તક સેનું, મોતી અથવા હીરા છે.
૨૪. દશવાર વાંચવાથી જેટલું જ્ઞાન થાય, એટલું એક વાર લખવાથી થાય છે. લખવાથી મનની એકાગ્રતા રહે છે. પોતાના હાથે તૈયાર કરેલી વસ્તુ વારંવાર ફેરવીને જોતાં વધારે પ્રેમ ઊપજે છે. ( ૨૫. પૂર્વના મહાપુરુષોની પિતાની લખેલી પ્રતને સ્પર્શ કરતાં અનેરો આનંદ અનુભવાય છે. તે મહાપુરુષને મળવા જેટલી પ્રસન્નતા થાય છે.
૨૬. શકિતસંપન્ન શ્રાવક જેમ ઘરમાં જિનમંદિર રાખીને પ્રભુભકિત કરે તેવી જ રીતે હાથના લખેલા આગામો તૈયાર કરાવીને બરાબર સાચવી રાખે, એની વાસક્ષેપથી રોજ પૂજા કરે, ધૂપદીપ વગેરેથી ભક્તિ કરે તે જ્ઞાનને અંતરાય દૂર થતો જાય અને તત્ત્વજ્ઞાનમાં આગળ વધી શકે.
ર૭. જેટલી જરૂરિયાત જૂનું હસ્તલિખિત સાહિત્ય સાચવવાની છે, તેટલી જ અથવા તેથી વધારે નવું કરવાની છે. આ શાશ્વત વસ્તુ જૂની થતી જાય તેમ તેમ તેમની જગ્યાએ નવી ઉત્પન્ન થવી જોઈએ. એના વડે જ શાસનની પરંપરા બરાબર ચાલે.
૨૮. શ્રાવકે જે લાભાંતરાયના પશમથી સંપત્તિ પ્રાપ્ત કરી હોય, અને શક્તિ હોય તે પીસ્તાલીસ આગમ મૂળ લખાવીને એક સુંદર કબાટમાં ઘેર રાખી એની પૂજા સ્તવના વગેરે હમેશાં કરે.
૨૯. ઓછી શકિતવાળા એક બે અથવા વધારે આગમ લખાવીને ઘરમાં રાખે એ પણ જરૂરી છે. સંગ્રહ અને પરંપરા સાચવવાની દષ્ટિએ જુદાં જુદાં સ્થાનોમાં થોડો શેડો સંગ્રહ હેય એ બહુ ઉપકારક બને.
૩૦. એક જ સ્થળે વિશાળ જ્ઞાનભંડાર હોય તેમાં જ બધાં કીમતી હસ્તલિખિત પુસ્તક હોય તેના ઉપર જળ, અગ્નિ, રાજપલટો અગર તેવી અગધારી આફત આવે ત્યારે સર્વસ્વ જોખમાય. એ દષ્ટિને વિચાર કરતાં અનેક સ્થળેમાં થોડું થોડું હોય એ વાજબી છે.
૩૧. ઉપકારી પુરુષે આત્મના મુખ્ય ગુણ તરીકે આત્માના જ્ઞાનને વર્ણવે છે સંસારસમુદ્ર તરવાનું સાધન જ્ઞાન કહે છે. મિથ્યાત્વ અંધકારનો નાશ કરનાર જ્ઞાનપ્રકાશ છે, એમ જણાવે છે. એ જ્ઞાનના પરમ સાધભૂત આગમનને લખવા, લખાવવા, યેગ્ય રીતે ભણાવવાનું શક્ય ઉદ્યમ કરે એમાં મળેલી શક્તિની સફળતા છે. આ એક
રાઈ એ આર્ય કલયાણાગામ સ્મૃતિગ્રંથ