Book Title: Jinagam katha Sangraha Author(s): Kanji Patel Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 4
________________ જિનાગમકથાસંગ્રહ માતા સાવકા પુત્રને માતાનો સ્નેહ આપે તેવું સમાજમાં ભાગ્યે જ જોવા મળે. ફરી લગ્ન કરનાર પિતા પોતાના વ્યવસાયમાં ગળાબૂડ હોય કે નવી પત્નીને સ્ત્રી-ચરિત્રથી અજાણ હોય તો બાળકને પિતાને સ્નેહ પણ ન મળે. આવા સંજોગોમાં જે બાળક ચતુર હોય તો નટપુત્ર રેહની જેમ માતાની સાન ઠેકાણે લાવી ધાર્યું કામ કઢાવી શકે. જો એમ ન થઈ શકે તો બાળકને શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઈ જાય. સ્ત્રી-પુરુષના અનૈતિક સંબંધમાં માત્ર સ્ત્રીઓને જ જવાબદાર માનવાની શૈલી ઠેઠ સૂત્રકાળથી આજ સુધીના સાહિત્યમાં એક સરખી રીતે ચાલી આવી છે. એકાદ સ્ત્રીને દાખલે લઈ આખી સ્ત્રી જાતિની નિંદા કરવી કેટલી યુક્તિ-સંગત ગણાય? સ્ત્રી-જાતિની નિંદા કરનારા એ ભૂલી જાય છે કે આવા દાખલા એ તો સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે જોવા મળે છે. તે ઉક્ત ન્યાયે પુરુષ-જાતિની નિંદા કેમ નહીં ? વળી, સમાજમાં જેમ શીલવાન પુરુષો હોય છે તેમ દેવવંદ્ય અને પુરુષવંદ્ય થઈ ગઈ હોય તેવી શીલવતી નારીઓના દાખલા ઇતિહાસમાં ઓછા નથી. એ ન્યાયે આખી સ્ત્રી જાતિની પ્રશંસા થવી જોઈએ. પણ પુરુષ-પ્રધાન સમાજમાં સાહિત્ય-નિર્માણ પણ પુરુષોને હાથે થયું છે. એટલે સ્ત્રીઓના સ્વભાવની કેટલીક નિર્બળતાઓને સ્વીકાર કરીએ તો પણ ઉપરોક્ત બાબતમાં તે સ્વ-જાતિ તરફને પક્ષપાત જ જણાય છે. મરિવારોઝારિકા માં કેવળ આ જ માન્યતા સામેના ગેરવ્યાજબીપણુ વિશે વાત કરવામાં આવી છે. લગ્ન પછી પણ ૧૨-૧૨ વર્ષ સુધી એકાકી જીવન જીવતી ધનશ્રી જેવી એવી ઘણી સ્ત્રીઓ હશે કે જે પર-પુરુષના નામ માત્રથી પણ છેડાઈ જાય. શીલને ડાઘ ન લાગે તે માટે ખૂન કરવાની હદે જવું પડે તો તે માટે પણ તૈયાર હોય તેવી સ્ત્રીઓ આજે પણ જોવા મળશે. સામે પક્ષે જેને સમાજ પૂજનીય અને વંદનીય ગણે છે તેવા સંન્યાસીની ચારિત્રહીનતાનાં દર્શન થાય છે. આ કથામાં સામાજિક પાખંડ અને પ્રથા ઉપર વ્યંગ છતો થયો છે. વડીલો તરફ ભક્તિભાવ રાખવો જોઈએ. પણ ગુરુપત્નીનું માન રાખવા, તેમના તરફ આદર દાખવવા રાજા વસુ અન્યાયને પક્ષકાર બને અને અસત્યને આશરો લે તો ધર્મરાજના રથની જેમ આકાશમાં અધ્ધર રહેતુ તેનું સિંહાસન પણ જમીન પર પટકાય તેમાં શી નવાઈ ? ગુરુપત્ની તરફ ભક્તિભાવ રાખવો જોઈએ પણ તે કેઈને ભોગે કે અસત્યને શરણે જઈને નહીં. જીવનમાં ધનનું મહત્ત્વ છે. એ માટે સંઘર્ષ પણ કરવો પડે. પણ ધન અને સ્નેહ કે ધન અને કર્તવ્ય વચ્ચે પસંદગી કરવાનો પ્રસંગ આવે તો શું કરવું ? વ્યવહાર-જગતમાં ધન ગમે તેટલું ઉપયોગી હોય પણ તે સ્થળસંપત્તિ છે, સાચી સંપત્તિ તો સૂક્ષમ સનેહસંપત્તિ છે. અને એને મહિમા વિશેષ છે. “નીવળવાય પરિવવામાં વાત્સલ્યથી છલકાતું આવી એક સાચી માતાનું હૃદય ધનના ઢગલાને લાત મારવા પ્રેરે છે. સંસારમાં અનિષ્ટ તો છે તે સારપ પણ છે. શું ગ્રહણ કરવું તે વ્યક્તિને વશની વાત છે. કાગડાઓ જેવા કૃતની માણસો (ચરઘા વાયા) છે, તો નાના શા ઋણમાંથી મુક્ત થવા જીવનની આહુતિ આપવા તત્પર કેશબીના ચિત્રકાર જેવા કૃતજ્ઞ માણસો પણ છે (સુcવો કો). માટે કઈ રડ્યા -ખડ્યા દાખલાને આધારે માણસાઈ પરની શ્રદ્ધા ગુમાવવાનું ન પોષાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5