Page #1
--------------------------------------------------------------------------
________________
· જિનાગમકથાસંગ્રહ ’ કાનજીભાઈ પટેલ
• જિનાગમકથાસંગ્રહ ' એક સકલન છે અને સંકલન (compilation) પરથી સંકલનકર્તાની લેખક તરીકેની વિદ્વત્તાના ખ્યાલ ન આવી શકે, પણ તેમની ફિલસૂફી-જીવનદૃષ્ટિ અને કાર્ય પદ્ધતિના જરૂર ખ્યાલ આવી શકે. પ્રકૃતિથી એકદમ સરળ, ઉદાર અને ચિંતનશીલ, આકૃતિએ સૌમ્ય એવા પૂ. પંડિત બેચરદાસજીની સામાજિક અને ધાર્મિક ઋઢિએના બંધનમાં જકડાઈ ન રહેવું, હાથ પર લીધેલા કામમાં મક્કમતાથી આગળ વધવુ, લીધેલું કામ પૂરી શ્રદ્ધા અને શક્તિથી પાર પાડીને જંપવું, મૂળભૂત સિદ્ધાન્તા અને નીતિ-નિયમાની બાબતમાં બાંધછેડ ન કરવી—એ ફિલસૂફી રહી છે. જિનાગમકથાસ'ગ્રહ'ની કથાઆની પસદગીમાં આ ફિલસૂફીએ ભાગ ભજવ્યે! હેાય તેમ તે કથાઓનું વસ્તુ જોતાં લાગે છે,
*
મૂળકથાએ અને સૂક્તિએ ઉપરાંત આ સંગ્રહમાં પ્રસ્તાવના, અનુક્રમણિકા, પ્રાકૃત ભાષાના પરિચય, પ્રાકૃતનું વ્યાકરણ, ટિપ્પણા અને શબ્દકાશ આપવામાં આવ્યાં છે. આ સપાદનમાં એમનુ` કર્યું જિંદું રહ્યું છે એ પણુ ટૂંકી પ્રસ્તાવનામાં પંડિતજીએ સ્પષ્ટ કર્યું છે. પ્રાકૃત ભાષાના અભ્યાસને સુગમ બનાવવા તેમણે માર'જક અને ખેાધપ્રદ કથાએની પસંદગી કરી છે અને એથી પ્રાચીન આગમપાઠાના માત્ર શબ્દશઃ સંગ્રહ ન કરતાં તે પાડાને વિદ્યાર્થીઓની દૃષ્ટિએ પરિષ્કૃત કર્યાં છે.
પ્રાકૃત કથાઓ વાંચતાં પહેલા વ્યાકરણને કઈક પરિચય થાય એ ઉદ્દેશથી પ્રારંભમાં પ્રાકૃતભાષાના પરિચય અને ત્યારબાદ પ્રાકૃત ભાષાનું વ્યાકરણ આપ્યાં છે, જે એમની વ્યાકરણ તરફની વિશેષ અભિરુચિ છતી કરે છે. પ્રાકૃત ભાષાના પરિચયમાં પ્રથમ પ્રાકૃત ભાષાના સ્વરૂપના પરિચય આપ્યા છે. જે લે! પ્રાકૃતને સ ંસ્કૃતમાંથી ઊતરી આવેલી કે સસ્કૃતને પ્રાકૃતમાંથી ઊતરી આવેલી માને છે તેમને ભ્રમ ભાંગવા કેટલીક દલીલેા રજૂ કરી છે. જૈન આ પ્રાકૃત અને બૌદ્ધ પ્રાકૃત યા પાલિતા પારસ્પરિક સંબધ સ્પષ્ટ કર્યો છે. પાણિ શબ્દની વ્યુત્પત્તિની બાબતમાં તા પડિતજીએ એક નવા જ વિચાર મૂકયો છે. આચાર્ય બુધેાષે મૂળ ત્રિપિટક ચા બુદ્ધવચનના અર્થમાં ‘પાલિ’ શબ્દના પ્રયાગ કર્યો છે. તેને આધારે આધુનિક વિદ્યાનાએ ‘ પાહિ'ની નિરુક્તિની બાબતમાં વિભિન્ન મત દર્શાવ્યા છે. ભિક્ષુ જગદીશ કાશ્યપને મતે હિ એ વયાયનું સંક્ષિપ્ત રૂપ છે (યિાયપહિયાય પાતિયાય-પત્તિ ). ભિક્ષુ સિદ્ધાર્થને મતે વાત્તિ યા પશિબ્દના મૂળ આધાર સંસ્કૃત શબ્દ 'પાટ' છે. પ', વિધુશેખરે જણાવ્યું છે કે પાહિ શબ્દના અર્થ પંક્તિ છે કે જે સંસ્કૃત વાહિ શબ્દને પર્યાયવાચી છે, જન વિદ્વાન ડૉ. મેકસ વેલેસરે વાહિયા પાહિ (પાટલિપુત્રની ભાષા)નું સંક્ષિપ્તરૂપ પાલિ બનાવ્યું છે. કેટલાક વિદ્વાનાએ પલ્હિ (ગામ) શબ્દને આધારે પાલિ શબ્દની વ્યુત્પત્તિ ખતાવી છે. પડિતજીએ પાલિ શબ્દ અંગેના આ વિવાદના સ્વીકાર કર્યાં છે અને વચરી શબ્દ ઉપરથી તદ્વૈિતાન્ત પયડ્ડી શબ્દ અને તે ઉપરથી પાલી' શબ્દ ઊતરી આવ્યાની કલ્પના કરી છે. તેમને આ વિચાર નવીત અને સ ંશોધનજ઼િની સૂઝના દ્યોતક છે,
.
.
Page #2
--------------------------------------------------------------------------
________________
જિનામકથાસંગ્રહ આચાર્ય હેમચંદ્ર વગેરેએ પ્રાકતની વ્યુત્પત્તિ બનાવતાં “પ્રવ્રુતિઃ સંક્ષિપ્ત ઇત્યાદિને જે ઉલ્લેખ કર્યો છે તે બાબતમાં પણ પંડિતજીએ મૌલિક વિચાર રજૂ કરતાં જણાવ્યું છે કે પ્રાકૃત ભાષા શીખવા માટે સંસ્કૃત શબ્દોને આધાર લઈ, તેની સાથે ઉચ્ચારણ ભેદને લીધે જે સામ્ય-વૈષમ્ય છે તે બતાવવા પ્રાકૃત વૈયાકરણએ પોતાના વ્યાકરણની રચના કરી છે. એટલે કે, સંસ્કૃત ભાષા દ્વારા પ્રાકૃત શીખવવાને એમને અભિગમ રહ્યો છે. એ દષ્ટિએ એમણે સંસ્કૃતિને પ્રાકૃત અ કહ્યો છે એમ માનવું જોઈએ. મૌલિક રીતે વિચારવાની દષ્ટિ અને પિતાની માન્યતા નિર્ભિક રીતે રજૂ કરવાની હિંમત એ સંશાધકનું લક્ષણ અહીં જોઈ શકાય છે.
જિનાગમકથા સંગ્રહમાં આર્ષ અને લૌકિક અને પ્રકારના પ્રાકૃતના શબ્દપ્રયોગ છે. પણ પંડિતજીએ અહીં જે વ્યાકરણ આપ્યું છે તે વ્યવહારુ અને પ્રારંભિક અભ્યાસીને ઉપયોગી થવા પૂરતું જ છે. પ્રાકૃત ભાષામાં પ્રવેશ કરવા વણ વિકારના નિયમ, નામ અને ધાતુના સાધારણ રૂપ
ખાન અને કૃદંતના ખાસ ખાસ ઉદાહરણ આપ્યાં છે. એટલે કે આ વ્યાકરણ શાસ્ત્રીય નહીં પણ કથાઓ સમજવા સહાયભૂત થવાય તેટલું સાધારણ છે.
જે જે ગ્રંથમાંથી કથાઓ અને સૂક્તિઓ લેવામાં આવ્યાં છે તે બધાના નામનો તે તે સ્થળે ઉલ્લેખ કર્યો છે. પણ આ ગ્રંથને સંક્ષિપ્ત પરિચય આપી શકાયે હેત તે પ્રારંભિક અભ્યાસીને વિશેષ ઉપયોગી બનત એમ લાગે છે. મૂળ વિભાગ પછી આપેલાં ટિપ્પણો અભ્યાસીને વ્યુત્પત્તિ તેમજ શબ્દ અને શબ્દાર્થના કમવિકાસને ખ્યાલ આપે છે. છેલ્લે ઉપયુક્ત શબ્દોને કેશ આપવામાં આવ્યો છે.
જિનાગમકથાસંગ્રહમાં ૩૨ કથાઓ અને સૂક્તિઓને સંગ્રહ છે, જેમાં જ્ઞાતાધર્મકથાની પાંચ કથાઓ અને વસુદેવહિંડીની ૪ કથાઓ વિશેષ ધ્યાન ખેંચે છે. ઉપદેશપદ, ઉપાસકદશા, દશવૈકાલિકવૃત્તિ અને આવશ્યકવૃત્તિમાંથી બલ્બ કથાઓ અને નિરયાવલીમાંથી એક કથા લેવામાં આવી છે વિવિધ વિષય અને વિચારને લગતી સતિઓ મુખ્યત્વે “વકા માંથી લેવાઈ છે. કુમારપાળપ્રતિબંધ, પઉમચરિયસમેતિતક અને ઉત્તરાધ્યયનસૂત્રમાંથી એક એક સૂક્તિસમૂહ લેવામાં આવેલ છે. આ બધી કથાઓ અને સૂક્તિએ માત્ર જૈન આગમમાંથી લેવાયેલ નથી. એથી શીર્ષકની યથાર્થતા અંગે પ્રશ્ન થ સ્વાભાવિક છે. પણ પંડિતજીએ બહુ વ્યાપક અર્થમાં આ શીર્ષકને પ્રયોગ કર્યો હોય એમ લાગે છે. આપ્ત પુરુષનું વચન એ આગમ છે. તીર્થકર અને સર્વજ્ઞ ભગવાન આપ્યું છે. તેમને ઉપદેશ અને વાણુ જિનીગમ છે. શ્રુતજ્ઞાની અને દશપૂવી સ્થવિરો જે કંઈ કહે કે લખે તેનો જિનાગમ સાથે કે વિરોધ ન હોઈ શકે, તેથી તેમના ગ્રંથ પણ આગમ અંતર્ગત ગણાય. સ્થવિરાએ પિતાની પ્રતિભાને આધારે કોઈ વિષય પર આપેલ સંમતિ કે મુક્તકોને પણ આગમોમાં સમાવેશ થાય. આમ મુખ્યરૂપે જિનને ઉપદેશ અને વાણી જેનાગમ છે, ગૌણરૂપે તેનાથી અનુપ્રાણિત અન્ય ગ્રંથ પણ આગમ છે આ વ્યાપક અર્થમાં મૂળ જૈન આગમો, તેની નિતિ આદિ ટીકાઓ, આગમોના વિષયને આધારે રચાયેલા વસુદેવહિંડી, ઉપદેશપદ જેવા બેધપ્રદ કથાગ્રંથ અને આગમ વચને ને અનુમોદન આપતા અન્ય સ્વતંત્ર ગ્રંથ કે સંક્તિસંગ્રહ આગમો ગણાય. એમાંથી લેવાયેલ કથાઓ અને સક્તિઓના સંગ્રહને પંડિતજીએ એમની રીત “જિનાગમકથાસંગ્રહ' નામ આપ્યું છે.
મૂળ આગમાંથી લીધેલી કથાઓ ધાર્મિક નહીં પણ સામાજિક અને નૈતિક બોધકથાઓ છે. લેના ચારિત્રઘડતર માટે આ કથાવસ્તુ પ્રેરક બને એ જીવનદષ્ટિથી એમણે આગમોની આ
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૯
કાનજીભાઈ પટેલ કથાઓને પસંદ કરી સંગ્રહમાં સ્થાન આપ્યું હોય એમ લાગે છે. આ વસ્તુ રજૂ કરવા પ્રસ્તુત સંપાદનમાંથી કેટલીક કથાઓ વિશે અહીં ચર્ચા કરવાનો ઉપક્રમ રાખે છે.
gિfg મૂળ આગમમાં ભલે પાંચ વ્રતને લગતી કથા હેય પણ સંપાદકની દષ્ટિ તે ગૃહસ્થ જીવનમાં કુટુંબના વડાની ફરજ તરફ અંગુલિનિર્દેશ કરવાની હોઈ શકે એ સંભવ છે. કુટુંબની બધી વ્યક્તિઓની કામ કરવાની ક્ષમતા અને તેમની રુચિ એકસરખી ન હોય. કુટુંબનો વડે સમજુ હોય તો એવું આયોજન કરે કે દરેકને પોતાની રુચિ અને શક્તિ પ્રમાણેનું કામ મળે. કુટુંબની કાર્યક્ષમતા વધારવા અને તેને એકસૂત્રે બાંધી રાખવા આમ થવું જરૂરી છે. આવી સૂઝને અભાવ એ અત્યારે તૂટતી સંયુક્ત કુટુંબની પ્રથાના અનેક કારણે માંનું એક કારણ હોઈ શકે.
“સુરે Hi' એ માત્ર બે કાચબાઓની કથા નથી. પણ સંયમી અને સ્વભાવ ચંચળ એવી બે વ્યક્તિઓની કથા છે. માણસ હાથ પર લીધેલ કામમાં સંશય રાખે અને શ્રદ્ધા વગર કામ કરે તો તે કેટલું કારગત નીવડે ? “સંસચવા વિસ્મિની પસંદગીમાં સંપાદકની આ દૃષ્ટિ કામ કરી ગઈ હોય તો નવાઈ નહીં.
પોતાના ખૂની તરફ ઉદારભાવ (બીજા ભવમાં) રાખવો (માઢ), એકના એક પુત્રને મારનાર વિજય ચોર જેવાને ક્ષમા આપી તેને સહાયભૂત થવા તત્પર રહેવું એ કંઈ નાનીસૂની વાત છે ? આવું કાણ કરી શકે? ક્ષમાની સાક્ષાત મૂર્તિ. પણ જે સમાજમાં આવાં ઉજજવળ રને હોય ત્યાં વિજય જેવા ચોરનું શું સ્થાન ? આવા સમાજનું નિર્માણ કેમ ન થઈ શકે? મેધાણીની દીકરાને મારનાર” કથા સાથેના સામ્યને ઉલેખ અત્રે અપ્રસ્તુત નહી ગણાય.
વસુદેવહિંડી અને ઉપદેશપદ જેવા ગ્રંથમાંથી જે કથાઓ પંડિજીએ પસંદ કરી છે તે વ્યાવહારિક બંધ ઉપરાંત તેમની રમૂજવૃત્તિની પરિચાયક છે. “જેવા સાથે તેવા” કે “ઈટનો જવાબ પથ્થરથી આપવો” એવા વ્યવહારમાં “દુરથોપાર્શ્વ જૈન' કહીને ધૂર્તની પત્નીને હાથ પકડીને ગામડાને ગાડાવાળો ચાલવા માંડે કે દરવાજામાંથી ન નીકળે એવા એટલે કે બહુ જ મોટા લાડુની અપેક્ષા રાખીને બેઠેલા ચતુર શહેરીને બે પૈસાની લાડુડીથી નિરાશ થવાને પ્રસંગ આવે તો કેવી રમૂજ થાય? ઈશ્વરે મનુષ્યને આપેલી બુદ્ધિના પ્રપંચાત્મક ઉપયોગ તરફને કટાક્ષ આ વાર્તાઓ દ્વારા પ્રગટ થાય છે.
જીવનમાં ગમે તેવા ઉમદા કામ માટે પણ સાધનશુદ્ધિને વિવેક ન જાળવનારની “લાનાથપરિવરઘi માંની ત્રીજી પુત્રી જેવી દશા થાય. આજે પણ એવી ઘણી માતાએ કુટુંબમાં પિતાની પુત્રીનું વર્ચસ્વ સ્થપાય તે જોવા માગતી હોય છે, એ માટે પુત્રીઓના વૈયક્તિક જીવનમાં પણ ડખલ કરે છે. પણ ઘણી માતાઓને નિરાશ થવું પડે છે. તેમને પાપે પુત્રીને ચાબૂકના ફટકા ખાવાને પ્રસંગ પણ આવે. છેવટે હારી થાકીને શિખામણ આપવી પડે કે “દેવ દેવસ વક્રિાતિ तहेव पइणो वहिज्जासि।"
બાળપણમાં માના ગુમાવનાર બાળકની શી દશા થાય છે તેનાથી કોઈ અજાણ નથી. નgg શેહો એવી એક સામાજિક કથા છે જે આજના કુટુંબ જીવનના પાસા પર પ્રકાશ ફેકે છે. અપર
Page #4
--------------------------------------------------------------------------
________________
જિનાગમકથાસંગ્રહ માતા સાવકા પુત્રને માતાનો સ્નેહ આપે તેવું સમાજમાં ભાગ્યે જ જોવા મળે. ફરી લગ્ન કરનાર પિતા પોતાના વ્યવસાયમાં ગળાબૂડ હોય કે નવી પત્નીને સ્ત્રી-ચરિત્રથી અજાણ હોય તો બાળકને પિતાને સ્નેહ પણ ન મળે. આવા સંજોગોમાં જે બાળક ચતુર હોય તો નટપુત્ર રેહની જેમ માતાની સાન ઠેકાણે લાવી ધાર્યું કામ કઢાવી શકે. જો એમ ન થઈ શકે તો બાળકને શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઈ જાય.
સ્ત્રી-પુરુષના અનૈતિક સંબંધમાં માત્ર સ્ત્રીઓને જ જવાબદાર માનવાની શૈલી ઠેઠ સૂત્રકાળથી આજ સુધીના સાહિત્યમાં એક સરખી રીતે ચાલી આવી છે. એકાદ સ્ત્રીને દાખલે લઈ આખી સ્ત્રી જાતિની નિંદા કરવી કેટલી યુક્તિ-સંગત ગણાય? સ્ત્રી-જાતિની નિંદા કરનારા એ ભૂલી જાય છે કે આવા દાખલા એ તો સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે જોવા મળે છે. તે ઉક્ત ન્યાયે પુરુષ-જાતિની નિંદા કેમ નહીં ? વળી, સમાજમાં જેમ શીલવાન પુરુષો હોય છે તેમ દેવવંદ્ય અને પુરુષવંદ્ય થઈ ગઈ હોય તેવી શીલવતી નારીઓના દાખલા ઇતિહાસમાં ઓછા નથી. એ ન્યાયે આખી સ્ત્રી જાતિની પ્રશંસા થવી જોઈએ. પણ પુરુષ-પ્રધાન સમાજમાં સાહિત્ય-નિર્માણ પણ પુરુષોને હાથે થયું છે. એટલે સ્ત્રીઓના સ્વભાવની કેટલીક નિર્બળતાઓને સ્વીકાર કરીએ તો પણ ઉપરોક્ત બાબતમાં તે સ્વ-જાતિ તરફને પક્ષપાત જ જણાય છે. મરિવારોઝારિકા માં કેવળ આ જ માન્યતા સામેના ગેરવ્યાજબીપણુ વિશે વાત કરવામાં આવી છે. લગ્ન પછી પણ ૧૨-૧૨ વર્ષ સુધી એકાકી જીવન જીવતી ધનશ્રી જેવી એવી ઘણી સ્ત્રીઓ હશે કે જે પર-પુરુષના નામ માત્રથી પણ છેડાઈ જાય. શીલને ડાઘ ન લાગે તે માટે ખૂન કરવાની હદે જવું પડે તો તે માટે પણ તૈયાર હોય તેવી સ્ત્રીઓ આજે પણ જોવા મળશે. સામે પક્ષે જેને સમાજ પૂજનીય અને વંદનીય ગણે છે તેવા સંન્યાસીની ચારિત્રહીનતાનાં દર્શન થાય છે. આ કથામાં સામાજિક પાખંડ અને પ્રથા ઉપર વ્યંગ છતો થયો છે.
વડીલો તરફ ભક્તિભાવ રાખવો જોઈએ. પણ ગુરુપત્નીનું માન રાખવા, તેમના તરફ આદર દાખવવા રાજા વસુ અન્યાયને પક્ષકાર બને અને અસત્યને આશરો લે તો ધર્મરાજના રથની જેમ આકાશમાં અધ્ધર રહેતુ તેનું સિંહાસન પણ જમીન પર પટકાય તેમાં શી નવાઈ ? ગુરુપત્ની તરફ ભક્તિભાવ રાખવો જોઈએ પણ તે કેઈને ભોગે કે અસત્યને શરણે જઈને નહીં.
જીવનમાં ધનનું મહત્ત્વ છે. એ માટે સંઘર્ષ પણ કરવો પડે. પણ ધન અને સ્નેહ કે ધન અને કર્તવ્ય વચ્ચે પસંદગી કરવાનો પ્રસંગ આવે તો શું કરવું ? વ્યવહાર-જગતમાં ધન ગમે તેટલું ઉપયોગી હોય પણ તે સ્થળસંપત્તિ છે, સાચી સંપત્તિ તો સૂક્ષમ સનેહસંપત્તિ છે. અને એને મહિમા વિશેષ છે. “નીવળવાય પરિવવામાં વાત્સલ્યથી છલકાતું આવી એક સાચી માતાનું હૃદય ધનના ઢગલાને લાત મારવા પ્રેરે છે.
સંસારમાં અનિષ્ટ તો છે તે સારપ પણ છે. શું ગ્રહણ કરવું તે વ્યક્તિને વશની વાત છે. કાગડાઓ જેવા કૃતની માણસો (ચરઘા વાયા) છે, તો નાના શા ઋણમાંથી મુક્ત થવા જીવનની આહુતિ આપવા તત્પર કેશબીના ચિત્રકાર જેવા કૃતજ્ઞ માણસો પણ છે (સુcવો કો). માટે કઈ રડ્યા -ખડ્યા દાખલાને આધારે માણસાઈ પરની શ્રદ્ધા ગુમાવવાનું ન પોષાય.
Page #5
--------------------------------------------------------------------------
________________ કાનજીભાઈ પટેલ 31 “કન્નરસ સમુcપૂરી” અને “વિદિવા ' જેવી કથાઓ ધાર્મિક અંધશ્રદ્ધાઓ અને માન્યતાઓ તરફ લાલબત્તી ધરે છે. પશુબલિ આપનાર વ્યક્તિ એ જાણતી નથી કે તે જીવ પૂર્વ જીવનમાં પોતાને કઈ સ્વજન હોઈ શકે. છેલ્લે, આ સંગ્રહમાં જે સૂક્તિ-સમૂહને સ્થાન આપવામાં આવ્યું છે તે જીવને પગી છે. આદર્શ મૈત્રી, જીવનમાં સાહસનું મહત્ત્વ, અદીન બનીને જીવવું, નીતિપૂર્વક ચાલવું, ધીરજ ધરવી વગેરેને લગતી સૂક્તિઓ સ્થૂળ રીતે વ્યવહારને ઘડનારી અને સૂકમ રીતે માણસના શીલને ઘડનારી છે. આ સૂક્તિઓ વિધેયાત્મક અને નિષેધાત્મક અને પ્રકારની છે. - ગાંધીવાદી વિચારસરણીમાં મનુષ્ય, મનુષ્યત્વ અને સમાજજીવન કેન્દ્રસ્થાને છે. ચારિત્રવાન માણસના ઘડતરથી સમાજ સંપન્ન બને. એ માટે માણસની વૃત્તિઓ પર શ્રદ્ધા રાખીને માણસે પોતે નીતિના માર્ગે ચાલવું જોઈએ. આ ગાંધીવાદી વિચારસરણીને વરેલા પંડિત બેચરદાસજીએ વિના માથાસંઘમાં જાણે તેમના વિચારોનું પ્રતિબિંબ પડતું હોય તેવી વૈયક્તિક અને સામાજિક જીવનને સ્પર્શતી કથાઓ પસંદ કરી છે એવું મને તે આ કથાઓનું વસ્તુ જોતાં લાગે છે. કથાઓનાં જે શીર્ષક આપવામાં આવ્યાં છે તે પણ કદાચ આ વિચારને અનુમોદન આપે છે. કેટલાક શીર્ષક તે સંપાદકે પોતાની રીતે આપ્યાં છે. એટલે કથાઓના શીર્ષકની બાબતમાં પણ મને એમ લાગે છે કે સંપાદકની વિચારસરણીની જાણે-અજાણે અસર પડી છે. નિનામથાસંઘની કથાઓ અને સુક્તિઓની પસંદગીમાં પૂ. પંડિત બેચરદાસજીની ફિલસૂફીએ ભાગ ભજવ્યો છે એમ જણાવી આ વિદ્યાપુરુષ-ઋષિને જ્ઞાનાંજલિ અર્પવાને મારે અહીં નમ્ર પ્રયાસ છે એટલું જણાવવાની રજા લઉં.