SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ કાનજીભાઈ પટેલ 31 “કન્નરસ સમુcપૂરી” અને “વિદિવા ' જેવી કથાઓ ધાર્મિક અંધશ્રદ્ધાઓ અને માન્યતાઓ તરફ લાલબત્તી ધરે છે. પશુબલિ આપનાર વ્યક્તિ એ જાણતી નથી કે તે જીવ પૂર્વ જીવનમાં પોતાને કઈ સ્વજન હોઈ શકે. છેલ્લે, આ સંગ્રહમાં જે સૂક્તિ-સમૂહને સ્થાન આપવામાં આવ્યું છે તે જીવને પગી છે. આદર્શ મૈત્રી, જીવનમાં સાહસનું મહત્ત્વ, અદીન બનીને જીવવું, નીતિપૂર્વક ચાલવું, ધીરજ ધરવી વગેરેને લગતી સૂક્તિઓ સ્થૂળ રીતે વ્યવહારને ઘડનારી અને સૂકમ રીતે માણસના શીલને ઘડનારી છે. આ સૂક્તિઓ વિધેયાત્મક અને નિષેધાત્મક અને પ્રકારની છે. - ગાંધીવાદી વિચારસરણીમાં મનુષ્ય, મનુષ્યત્વ અને સમાજજીવન કેન્દ્રસ્થાને છે. ચારિત્રવાન માણસના ઘડતરથી સમાજ સંપન્ન બને. એ માટે માણસની વૃત્તિઓ પર શ્રદ્ધા રાખીને માણસે પોતે નીતિના માર્ગે ચાલવું જોઈએ. આ ગાંધીવાદી વિચારસરણીને વરેલા પંડિત બેચરદાસજીએ વિના માથાસંઘમાં જાણે તેમના વિચારોનું પ્રતિબિંબ પડતું હોય તેવી વૈયક્તિક અને સામાજિક જીવનને સ્પર્શતી કથાઓ પસંદ કરી છે એવું મને તે આ કથાઓનું વસ્તુ જોતાં લાગે છે. કથાઓનાં જે શીર્ષક આપવામાં આવ્યાં છે તે પણ કદાચ આ વિચારને અનુમોદન આપે છે. કેટલાક શીર્ષક તે સંપાદકે પોતાની રીતે આપ્યાં છે. એટલે કથાઓના શીર્ષકની બાબતમાં પણ મને એમ લાગે છે કે સંપાદકની વિચારસરણીની જાણે-અજાણે અસર પડી છે. નિનામથાસંઘની કથાઓ અને સુક્તિઓની પસંદગીમાં પૂ. પંડિત બેચરદાસજીની ફિલસૂફીએ ભાગ ભજવ્યો છે એમ જણાવી આ વિદ્યાપુરુષ-ઋષિને જ્ઞાનાંજલિ અર્પવાને મારે અહીં નમ્ર પ્રયાસ છે એટલું જણાવવાની રજા લઉં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230099
Book TitleJinagam katha Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanji Patel
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Story
File Size503 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy