Book Title: Jinagam katha Sangraha
Author(s): Kanji Patel
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 2
________________ જિનામકથાસંગ્રહ આચાર્ય હેમચંદ્ર વગેરેએ પ્રાકતની વ્યુત્પત્તિ બનાવતાં “પ્રવ્રુતિઃ સંક્ષિપ્ત ઇત્યાદિને જે ઉલ્લેખ કર્યો છે તે બાબતમાં પણ પંડિતજીએ મૌલિક વિચાર રજૂ કરતાં જણાવ્યું છે કે પ્રાકૃત ભાષા શીખવા માટે સંસ્કૃત શબ્દોને આધાર લઈ, તેની સાથે ઉચ્ચારણ ભેદને લીધે જે સામ્ય-વૈષમ્ય છે તે બતાવવા પ્રાકૃત વૈયાકરણએ પોતાના વ્યાકરણની રચના કરી છે. એટલે કે, સંસ્કૃત ભાષા દ્વારા પ્રાકૃત શીખવવાને એમને અભિગમ રહ્યો છે. એ દષ્ટિએ એમણે સંસ્કૃતિને પ્રાકૃત અ કહ્યો છે એમ માનવું જોઈએ. મૌલિક રીતે વિચારવાની દષ્ટિ અને પિતાની માન્યતા નિર્ભિક રીતે રજૂ કરવાની હિંમત એ સંશાધકનું લક્ષણ અહીં જોઈ શકાય છે. જિનાગમકથા સંગ્રહમાં આર્ષ અને લૌકિક અને પ્રકારના પ્રાકૃતના શબ્દપ્રયોગ છે. પણ પંડિતજીએ અહીં જે વ્યાકરણ આપ્યું છે તે વ્યવહારુ અને પ્રારંભિક અભ્યાસીને ઉપયોગી થવા પૂરતું જ છે. પ્રાકૃત ભાષામાં પ્રવેશ કરવા વણ વિકારના નિયમ, નામ અને ધાતુના સાધારણ રૂપ ખાન અને કૃદંતના ખાસ ખાસ ઉદાહરણ આપ્યાં છે. એટલે કે આ વ્યાકરણ શાસ્ત્રીય નહીં પણ કથાઓ સમજવા સહાયભૂત થવાય તેટલું સાધારણ છે. જે જે ગ્રંથમાંથી કથાઓ અને સૂક્તિઓ લેવામાં આવ્યાં છે તે બધાના નામનો તે તે સ્થળે ઉલ્લેખ કર્યો છે. પણ આ ગ્રંથને સંક્ષિપ્ત પરિચય આપી શકાયે હેત તે પ્રારંભિક અભ્યાસીને વિશેષ ઉપયોગી બનત એમ લાગે છે. મૂળ વિભાગ પછી આપેલાં ટિપ્પણો અભ્યાસીને વ્યુત્પત્તિ તેમજ શબ્દ અને શબ્દાર્થના કમવિકાસને ખ્યાલ આપે છે. છેલ્લે ઉપયુક્ત શબ્દોને કેશ આપવામાં આવ્યો છે. જિનાગમકથાસંગ્રહમાં ૩૨ કથાઓ અને સૂક્તિઓને સંગ્રહ છે, જેમાં જ્ઞાતાધર્મકથાની પાંચ કથાઓ અને વસુદેવહિંડીની ૪ કથાઓ વિશેષ ધ્યાન ખેંચે છે. ઉપદેશપદ, ઉપાસકદશા, દશવૈકાલિકવૃત્તિ અને આવશ્યકવૃત્તિમાંથી બલ્બ કથાઓ અને નિરયાવલીમાંથી એક કથા લેવામાં આવી છે વિવિધ વિષય અને વિચારને લગતી સતિઓ મુખ્યત્વે “વકા માંથી લેવાઈ છે. કુમારપાળપ્રતિબંધ, પઉમચરિયસમેતિતક અને ઉત્તરાધ્યયનસૂત્રમાંથી એક એક સૂક્તિસમૂહ લેવામાં આવેલ છે. આ બધી કથાઓ અને સૂક્તિએ માત્ર જૈન આગમમાંથી લેવાયેલ નથી. એથી શીર્ષકની યથાર્થતા અંગે પ્રશ્ન થ સ્વાભાવિક છે. પણ પંડિતજીએ બહુ વ્યાપક અર્થમાં આ શીર્ષકને પ્રયોગ કર્યો હોય એમ લાગે છે. આપ્ત પુરુષનું વચન એ આગમ છે. તીર્થકર અને સર્વજ્ઞ ભગવાન આપ્યું છે. તેમને ઉપદેશ અને વાણુ જિનીગમ છે. શ્રુતજ્ઞાની અને દશપૂવી સ્થવિરો જે કંઈ કહે કે લખે તેનો જિનાગમ સાથે કે વિરોધ ન હોઈ શકે, તેથી તેમના ગ્રંથ પણ આગમ અંતર્ગત ગણાય. સ્થવિરાએ પિતાની પ્રતિભાને આધારે કોઈ વિષય પર આપેલ સંમતિ કે મુક્તકોને પણ આગમોમાં સમાવેશ થાય. આમ મુખ્યરૂપે જિનને ઉપદેશ અને વાણી જેનાગમ છે, ગૌણરૂપે તેનાથી અનુપ્રાણિત અન્ય ગ્રંથ પણ આગમ છે આ વ્યાપક અર્થમાં મૂળ જૈન આગમો, તેની નિતિ આદિ ટીકાઓ, આગમોના વિષયને આધારે રચાયેલા વસુદેવહિંડી, ઉપદેશપદ જેવા બેધપ્રદ કથાગ્રંથ અને આગમ વચને ને અનુમોદન આપતા અન્ય સ્વતંત્ર ગ્રંથ કે સંક્તિસંગ્રહ આગમો ગણાય. એમાંથી લેવાયેલ કથાઓ અને સક્તિઓના સંગ્રહને પંડિતજીએ એમની રીત “જિનાગમકથાસંગ્રહ' નામ આપ્યું છે. મૂળ આગમાંથી લીધેલી કથાઓ ધાર્મિક નહીં પણ સામાજિક અને નૈતિક બોધકથાઓ છે. લેના ચારિત્રઘડતર માટે આ કથાવસ્તુ પ્રેરક બને એ જીવનદષ્ટિથી એમણે આગમોની આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5