Book Title: Jinagam katha Sangraha
Author(s): Kanji Patel
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૯ કાનજીભાઈ પટેલ કથાઓને પસંદ કરી સંગ્રહમાં સ્થાન આપ્યું હોય એમ લાગે છે. આ વસ્તુ રજૂ કરવા પ્રસ્તુત સંપાદનમાંથી કેટલીક કથાઓ વિશે અહીં ચર્ચા કરવાનો ઉપક્રમ રાખે છે. gિfg મૂળ આગમમાં ભલે પાંચ વ્રતને લગતી કથા હેય પણ સંપાદકની દષ્ટિ તે ગૃહસ્થ જીવનમાં કુટુંબના વડાની ફરજ તરફ અંગુલિનિર્દેશ કરવાની હોઈ શકે એ સંભવ છે. કુટુંબની બધી વ્યક્તિઓની કામ કરવાની ક્ષમતા અને તેમની રુચિ એકસરખી ન હોય. કુટુંબનો વડે સમજુ હોય તો એવું આયોજન કરે કે દરેકને પોતાની રુચિ અને શક્તિ પ્રમાણેનું કામ મળે. કુટુંબની કાર્યક્ષમતા વધારવા અને તેને એકસૂત્રે બાંધી રાખવા આમ થવું જરૂરી છે. આવી સૂઝને અભાવ એ અત્યારે તૂટતી સંયુક્ત કુટુંબની પ્રથાના અનેક કારણે માંનું એક કારણ હોઈ શકે. “સુરે Hi' એ માત્ર બે કાચબાઓની કથા નથી. પણ સંયમી અને સ્વભાવ ચંચળ એવી બે વ્યક્તિઓની કથા છે. માણસ હાથ પર લીધેલ કામમાં સંશય રાખે અને શ્રદ્ધા વગર કામ કરે તો તે કેટલું કારગત નીવડે ? “સંસચવા વિસ્મિની પસંદગીમાં સંપાદકની આ દૃષ્ટિ કામ કરી ગઈ હોય તો નવાઈ નહીં. પોતાના ખૂની તરફ ઉદારભાવ (બીજા ભવમાં) રાખવો (માઢ), એકના એક પુત્રને મારનાર વિજય ચોર જેવાને ક્ષમા આપી તેને સહાયભૂત થવા તત્પર રહેવું એ કંઈ નાનીસૂની વાત છે ? આવું કાણ કરી શકે? ક્ષમાની સાક્ષાત મૂર્તિ. પણ જે સમાજમાં આવાં ઉજજવળ રને હોય ત્યાં વિજય જેવા ચોરનું શું સ્થાન ? આવા સમાજનું નિર્માણ કેમ ન થઈ શકે? મેધાણીની દીકરાને મારનાર” કથા સાથેના સામ્યને ઉલેખ અત્રે અપ્રસ્તુત નહી ગણાય. વસુદેવહિંડી અને ઉપદેશપદ જેવા ગ્રંથમાંથી જે કથાઓ પંડિજીએ પસંદ કરી છે તે વ્યાવહારિક બંધ ઉપરાંત તેમની રમૂજવૃત્તિની પરિચાયક છે. “જેવા સાથે તેવા” કે “ઈટનો જવાબ પથ્થરથી આપવો” એવા વ્યવહારમાં “દુરથોપાર્શ્વ જૈન' કહીને ધૂર્તની પત્નીને હાથ પકડીને ગામડાને ગાડાવાળો ચાલવા માંડે કે દરવાજામાંથી ન નીકળે એવા એટલે કે બહુ જ મોટા લાડુની અપેક્ષા રાખીને બેઠેલા ચતુર શહેરીને બે પૈસાની લાડુડીથી નિરાશ થવાને પ્રસંગ આવે તો કેવી રમૂજ થાય? ઈશ્વરે મનુષ્યને આપેલી બુદ્ધિના પ્રપંચાત્મક ઉપયોગ તરફને કટાક્ષ આ વાર્તાઓ દ્વારા પ્રગટ થાય છે. જીવનમાં ગમે તેવા ઉમદા કામ માટે પણ સાધનશુદ્ધિને વિવેક ન જાળવનારની “લાનાથપરિવરઘi માંની ત્રીજી પુત્રી જેવી દશા થાય. આજે પણ એવી ઘણી માતાએ કુટુંબમાં પિતાની પુત્રીનું વર્ચસ્વ સ્થપાય તે જોવા માગતી હોય છે, એ માટે પુત્રીઓના વૈયક્તિક જીવનમાં પણ ડખલ કરે છે. પણ ઘણી માતાઓને નિરાશ થવું પડે છે. તેમને પાપે પુત્રીને ચાબૂકના ફટકા ખાવાને પ્રસંગ પણ આવે. છેવટે હારી થાકીને શિખામણ આપવી પડે કે “દેવ દેવસ વક્રિાતિ तहेव पइणो वहिज्जासि।" બાળપણમાં માના ગુમાવનાર બાળકની શી દશા થાય છે તેનાથી કોઈ અજાણ નથી. નgg શેહો એવી એક સામાજિક કથા છે જે આજના કુટુંબ જીવનના પાસા પર પ્રકાશ ફેકે છે. અપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5