Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 10
________________ શાસનનો અને મારુ શાસન'નો નાદ જીવનભર હૃદયના ખલમાં ચૂંટાયો, જીવનની ન્હામાં ગૂંજ્યો... શાસનને એક જ્ઞાન સંપન્ન-આચાર સમૃદ્ધ મહાત્મા મળ્યાં મહાત્માનો પ્રભાવ-પ્રતિભાપ્રશંસા ચોતરફ પૂરની જેમ ફરી વળી સાગરજી મ. એક માણસ ન હતા એક સંસ્થા ન હતી પણ સંસ્થાઓનો સમૂહ હતો એમા કોઇ મીન મેખ નથી. એમની એક એક ક્ષણ યુગોમાં વિસ્તરી હતી-વિલસી હતી. સાગરજી મ. ઉદાત્ત ભાવનાઓ અને ઉચ્ચ આચારોનો સમુચ્ચય છે. આગમ મહા-પ્રદેશના સીમાડે ઉભો એક શસ્ત્ર સૈનિક છે. તત્વ-સાહિત્યના અદ્વિતીય સર્જક છે. જૈન-શાસનની ઇમારતનો મોભ છે...મોભો છો... આદર્શોનું કેન્દ્રસ્થાન છે. સમર્થ શાસ્ત્રકાર છે. શુધ્ધ વ્યાખ્યાનકાર છે. સાગરજી મ. માત્ર વર્તમાન કાળના નથી. એમના જીવનમાં ભૂતકાળની ભવ્યતા પ્રતિબિંબાય છે. એમના જીવનથી ભાવિકાળની મહત્તા અંદાજાય છે. | એમણે તીર્થકરની વાણીને, આત્મમાત્રના એ હિતમન્ટોને ઉચ્ચારવાનો...જપવાનો... આગમ પંથે ચાલી આપણે વિકાસ ક્રમ નક્કી કરવાનો, ચોમેર શાસનનો વિજય વાવટો ફરકાવવાનો. એક સાધુ તરીકેનો, આચાર્ય તરીકેનો હક્ક સિધ્ધ કર્યો કેટલાય વિલક્ષણ-વિશિષ્ટ-વૈજ્ઞાનિક આગમ-પદાર્થો વિદ્વાન વર્ગમાં ફેલાવ્યાં એ કોઇનાથી અજાણ નથી. જૈન શાસનના પરમ-પ્રવચન મન્ટોને પેઢી-દરપેઢી માટે મૂર્તિમંત કર્યા. “જિનબિંબ જિનાગમ ભવિયણ આધારા.” આ પંકિત અને જિન-પ્રવચનના સમન્વય ગાતાં આગમ-મંદિરો આજેય સાગરજી મ. ની કૃપાના સાક્ષી છે. શ્રમણ સંસ્થાના સંયમ દેહમાં સંયમ અને સિધ્ધાન્તના જોમ પૂર્યા. શ્રાવક સમુદાયને સમજદારી-વફાદરીથી-જવાબદારીથી વીર્યવંત કર્યો. સમાજ શાસન અને સિધ્ધાન્તનું એક પણ પાસું એમનાથી અસ્પૃશ્ય Jain Education International For Personal & Private Use Only www.jameliorary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 294