________________
(FICINS
નીચે જેઓશ્રીની સ્મૃતિનિમિત્ત આ આયોજન થયું હતું એવા પૂજ્ય પરમ આગમોદ્ધારક સૂરીશ્વરજી મ. નું તેલચિત્ર સ્થાપિત કરાયું હતું. એની ડાબી-જમણી બાજૂ શણગારેલી સીડીઓ ઉપર પવિત્ર ૪૫ આગમ પધરાવામાં આવ્યા. અને એ મંડપના ઉપરના ભાગે ૪૫ આગમોનો પરિચય | આપનારા ૩ ફુટ X રી ફુટના ૪પ ચિત્રો રજૂ કરવામાં આવેલા. ડાબી બાજૂ સિદ્ધગિરિરાજ શ્રી આદિનાથ પ્રભુની પ્રતિકૃતિ તથા જમણી બાજૂ આગમવિશારદ પંન્યાસપ્રવર પૂજ્ય ગુરુદેવ શ્રી અભયસાગરજી મ. ની પ્રતિકૃતિ લગાવવામાં આવી હતી.
- આ આગમ-પરિચય-વાચના બહુમાન અને આદરભાવ પૂર્વક થાય એ માટે એવી રીત અજમાવી હતી કે આજે જે આગમનો પરિચય આપવામાં આવે એ વહોરાવવાની ઉછામણી આગળા દિવસે બોલાવવામાં આવતી. ઉછામણી બોલનાર ભાગ્યશાળી આગલા દિવસે સાંજે એ આગમને વાજતે ગાજતે પોતાને ત્યાં લઇ જતાં...સાથે આવનાર ભાગ્યશાળીઓને પ્રભાવના કરતાં. વળી રાત્રિજગો કરતાં ત્યાં પણ પ્રભાવના કરતાં. ક્યાંક તો આગમને પધરાવવાની જગ્યાને એટલી સરસ શણગારવામાં આવતી ખાસ એ માટે દર્શન કરવા આરાધકોનો સમુદાય ઉભરાતો. બીજે દિવસે સવારે વળી વાજતે ગાજતે મંડપમાં આવતા અને સોના-રૂપાની મુદ્રા ચઢાવી સોના રુપાના ફૂલથી વધાવી પૂજ્ય ગુરુદેવશ્રીને આગમ વહોરાવતાં. પછી ઇરિયાવહી કરી તે આગમની આરાધના માટે કાઉસગ્ગ કરવામાં આવતો બાદ ‘પવયણ શ્રુત સિદ્ધાંતથી’ દુહો ત્રણ વાર બોલી ત્રણ ખમાસમણા દેવાતાં. તે પછી ગુરુવન્દન થતું બાદ જે આગમનો પરિચય થવાનો હોય તે આગમના મૂલ સૂત્રનો થોડો અંશ પૂ. આચાર્યદેવ શ્રી નવરત્નસાગરસૂરિ મ. ફરમાવતા એ પછી એ આગમની ભૂમિકા અને પરિચય આપનાર પૂજ્યશ્રીનો પરિચય કરાવવાનું સૌભાગ્ય મને સોપડેલું ને તે પછી પરિચય વાચના શરૂ થતી...વચમાં જ્યારે પણ સમય મળતો ત્યારે ચોમાસું કરવા આવેલી બાલિકાઓ ‘જિનાગમ શરણં મમ” ની ધૂન મચાવતી આખો જનસમુદાય એ ધૂનમાં સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org