Book Title: Jin Pooja Vidhi Sankshiptama Author(s): Abhaysagar Publisher: Abhaysagar View full book textPage 4
________________ રસલોલુપતા વગર, સાક્ષીભાવે, કેવળ પુદ્ગલના સમુહરૂપે, કોઇ પચ્ચકખાણપૂર્વક અલ્પ આહાર હો કે જેથી આહારસંશા આ ભવમાં જ એવી મંદ પડી જાય કે ભવાંતરે જયારે શ્રી જિનેશ્વર ભગવંતનો સાક્ષાત્ યોગ. પામું ત્યારે, ઉત્કૃષ્ટ બાબઅભ્યતર તપમાં ઉજમાળ થઈ, વહેલામાં વહેલી તકે ચારે સંજ્ઞાઓનો નાશ કરી, મારા અણાહારી પદને પામે એવો અનુગ્રહ કરો, પછી 1 નવકાર ગણી નૈવેધ અણહારી પદના પ્રતીકરૂપ સિધ્ધશીલા પર મુકવું. 8 મી ફ્લપૂજા: મુદ્દા- વિવૃત્ત સમર્પણ મુદ્દા - બંને હાથની પહોળી હથેળીઓ સંયુક્ત રીતે ગોઠવી, તેના પર ફળ સહિતની થાળી મુકવી. નમોડ સિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય 1 હે નાથ ! સંસારી ળની કામનાથી કમની પરંપરા અને તેથી સંસાર પરિભ્રમણ વધે છે. આ ફળ આપના ચરણકમળમાં સમર્પણ કરવા દ્વારા, મારામાં મુક્તિફળની મંગલકામના પ્રગટો, ઇચ્છા માત્રનો નાશ થઈ, મારૂં પૂર્ણ નિષ્કામ સ્વરૂપ, પરમ નિરિહ સ્વરૂપ, હે પ્રભુ આપના અનુગ્રહથી પ્રગટો- પછી એક નવકાર ગણી ળ સાથિયા ઉપર મૂકવું. દ્રવ્ય (નાણું) પૂજા: મુદ્દા- અર્ધઅંજલિ મુદ્દા કરી, અંજલિમાં નાણું મૂકવું. ળપૂજા કરતાં થકાં, સફળ કરો અવતાર ફળ માગો પ્રભુ આગળ, તાર તાર મુજ તાર. મંત્ર- ૐ હૂ શ્રી પરમેશ્વરાય, પરમ પુરૂષાય, પરમાત્માને પરમોડીને શ્રીમતે.....જિનેન્દ્રાય સંસાર વાસના ઉચ્છેદનાય. મુક્તિળ પ્રાપ્તયે ક્લ યજામહે સ્વા....હા ! ભાવના: # હું શ્રી પરમેશ્વરાય, પરમ પુરૂષાય, પરમાત્માને પરમેષ્ઠીને શ્રીમતે....જિનેન્દ્રીય પરિગ્રહ સંજ્ઞા નિવારણાય, નિર્મમભાવ ચ અસંગ દશા પ્રગટીકરણાવ દૂબે યજામહે સ્વા...હા. ભાવના: હે નાથ ! અનાદિ મિથ્યાત્વને લીધે, દેહાદિ જડ-ચેતન સંયોગમાં અહ-મમત્વ, અને સાનુકુળ સંયોગોમાં સુખબુદ્ધિના કારણે, તેની પ્રાપ્તિના કારણરૂપ ધનમાં તીવ્ર આસક્તિના લીધે, અનાદિકાળથી આત-રાદૂ ધ્યાન સેવતો ચારે ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છું. હે નાથ ! મારા મહતું પુણ્યના ઉદયથી આપના નિમમ અને અસંગ સ્વભાવનું દર્શન થતાં, મને મારા સત્તામાં રહેલા તે સ્વભાવનું ઓળખાણ થતાં, તે સ્વભાવ પામવાના પ્રતીકરૂપે આ ધન આપના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. આપના અનુગ્રહથી આ જ ભવમાં, મુચ્છ માત્ર મંદ પામી, કાળક્રમે પરમ અસંગ દશા પામું એવી કરૂણા કરો. પછી એક નવકાર ગણી નાણું સાથિયા પર મુકવું. દર્પણ પૂજા હે નાથ ! જેમ દર્પણ નિર્મળ હોવાથી તેમાં આપપ્રતિબિંબ પડે છે. તેમ મારા આત્મામાં રહેલ. રાગ-દ્વેષ-અજ્ઞાનરૂપ મલીનતા અત્યંત મંદ થઈ, નિર્મળ થયેલા મારા આત્મામાં, આપના સ્વરૂપનું પ્રતિબિંબ પડતાં, અંતરાત્મ દશા પ્રગટો અને ભવાંતરે આપનો સાક્ષાત્ યોગ પામી, આપની આજ્ઞાનું આરાધન કરતાં કરતાં પૂર્ણ પરમાત્મ સ્વરૂપ પામું એવ કરૂપ કરો. ચામર પૂજા: ભાવના: - હે નાથ ! તીર્થંકર નામકર્મના વિપાકોદયરૂપે સમવસરણમાં પધારી, નિષ્કારણ કરૂણાથી ધર્મતીથની સ્થાપના કરી, વસ્તુ સ્વરૂપને યથાર્થ રીતે પ્રકાશી, જીવમાત્રને અભયદાન અને ભવ્યજીવોને અવ્યાબાધ સુખનો ભાગ બતાવી અનંત ઉપકાર કરનાર એવા આપને, અનંત કોટી વંદના હો ! હે નાથ ! જો આપે આ તીર્થની સ્થાપના ન કરી હોત તો અબુધ અશક્ત, પામર એવા અમારૂં શું થાત ? હે કૃપા નિધાન ! આપના અનુગ્રહથી આ ભવમાં ઉત્કૃષ્ટ અંતરાત્મદશા પામી, ભવાંતરે આપશ્રીનો સાક્ષાત યોગ પામી, આપની સવાંગીણ આજ્ઞા આરાધતો થકો, મારા સત્તામાં રહેલા સિધ્ધ સ્વરૂપને પામું જેથી એક જીવ અવ્યવહારરાશીમાંથી બહાર નીકળી, વ્યવહારરાશીમાં આવે અને કાળક્રમે સિદ્ધ થાય-પરંપરાએ અનંતા જીવો સિધ્ધ ગતિને પામો. શાંતિઃ શાંતિઃ શાંતિઃ બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે, જઈ મેરૂ ધરી ઉસંગે. ઇન્દ્ર ચોસઠ મળીયા રંગે : પ્રભુ પાર્શ્વનું મુખડુ જોવા, ભવોભવના પાતિક ખોવા.Page Navigation
1 2 3 4