Book Title: Jankalyan
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 5
________________ જનકલ્યાણ 0 225 નાશની ઉપેક્ષા કરવામાં આવે, તો એ દાન સુદાન નથી જ, પણ ઊલટું આજીવિકાના નાશમાંથી મેળવેલા પૈસાનું દાન હોવાથી એ પાપમય કે તામસ દાનની કોટિનું હોઈ દાતાને ઘોર નરકમાં લઈ જનારું નીવડે તો નવાઈ નહીં કહેવાય. મતલબ એ કે પરસ્પરની નિરપેક્ષતા ટાળવા અને પરસ્પર સાપેક્ષતા કેળવવા તમામ નાનામોટા લોકોએ અને સરકારના મુખ્ય પુરુષોએ પણ પોતાનો મોભાનો, પોતાના મોજશોખનો કે જરૂરી સગવડનો પોતાના ખ્યાલ દૂર કરી કેવળ દેશના તમામ લોકોને આજીવિકા કેમ મળે એ દષ્ટિએ પોતપોતાનો કારભાર ગોઠવવો જોઈએ તથા વેપારીઓએ પણ એ જ દષ્ટિએ પોતાની જીવનવ્યવસ્થા કરવી જોઈએ. આમ થાય તો જ કદાચ “જનકલ્યાણ શબ્દ સાર્થક થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5