Book Title: Jankalyan Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 4
________________ ૨૨૪ • સંગીતિ જોઈએ. અને એ બધી વસ્તુઓને પૂરી પાડનારા વેપારી લોકોએ પણ કદી તેમનો વિશ્વાસઘાત કરવાનો વિચાર-સરખો પણ મનમાં ન આણવો જોઈએ. આ શરૂઆત પ્રધાનોના જ ઘરથી થાય તો જ દેશમાં તેનો ફેલાવો થઈ શકે. ગામમાં કે શહેરમાં પોળેપળે બળદચક્કીઓ શરૂ કરી આપવાની સગવડો આપવી જોઈએ. બળદઘાણીઓ પણ ફરી શકે એવી વ્યવસ્થા સરળ રીતે થઈ જવી જોઈએ. દાળની મિલોને કે ચોખાની મિલોને બદલે જયાં હજારો બહેનો પોતાને હાથે દાળ ભરડતી હોય અને ચોખા છડતી હોય એવાં કારખાનાં મોટા પ્રમાણમાં સહકારી ધોરણ પર થવાં જોઈએ. એ સહકારી પ્રવૃત્તિઓ કેવળ બેકારી ટાળવાના અને આરોગ્યવર્ધક ખોરાક પૂરો પાડવાના એક ઉદ્દેશથી ચલાવવી જોઈએ, નહીં કે નફો મેળવવાની વૃત્તિથી. મતલબ કે દેશના કારીગરોએ બનાવેલ માલ દેશની તમામ જનતા અને કારીગરો સુધ્ધાં વાપરવાનું નક્કી કરે તો બેકારીના શા ભાર છે કે તે એક ક્ષણ પણ ટકી શકે ? પ્રધાન સાહેબ જયાં ઊતરે યા તેમના મંત્રી સાહેબ જયાં ઊતરે ત્યાં તેઓએ સાફ સાફ જણાવી દેવું જોઈએ કે તેઓ હાથચક્કીના લોટની રોટલી કે પુરીઓ ખાશે અને હાથે ભરડેલી દાળ કે હાથે છડેલા ચોખાનો જ ખાવામાં ઉપયોગ કરશે. પછી ભલે ને તેઓ દૂધપાક ખાતા હોય કે પૂરણપોળી ખાતા હોય. હમણાં જ મારે ત્યાં એક મિત્ર આવેલા. તેમણે મને ચેતવણી આપેલી કે હું ગાયનું જ ઘી ખાઉં છું, અને નહીં હોય તો તેલથી જ ચલાવીશ. પણ બીજું કોઈ ચોખ્ખું અને ઉત્તમ ઘી હશે તો પણ મને ખપશે નહીં જ. મારે બરાબર કાળજી રાખીને ગાયનું ઘી જ મેળવવું પડ્યું અને તેમની સાથે એ જ ઘીનો ઉપયોગ કરવો પડ્યો. આપણા મહાજનો એટલે કે શ્રીમંત સાહેબો અને તેમનાં શ્રીમતીઓ પણ આવો જ આગ્રહ રાખવાનું કરે તો હમણાં હજારો માણસોને આજીવિકા મળવી શક્ય થઈ જાય. આમ કર્યા સિવાય એ શ્રીમંતો કે શ્રીમતીઓ ગમે તે દાનપુણ્ય કરે વા ગમે તે જાતની જનસહાયતા કરે તે તમામ ફોકટનું છે. પરસ્પરનિરપેક્ષતાને દૂર કરી સમાજના તમામ નાનામોટા લોકો સાથે સદ્ભાવથી રહેવામાં આવે, તમામ લોકોની આજીવિકાનો વિચાર મુખ્ય માની પોતપોતાનો બધો વ્યવહાર ગોઠવવામાં આવે, તો જ ધર્મસાધના કરી ગણાય. એમ ન કરે ને ધર્મશાળા, મંદિર, કે પાઠશાળા વા કોલેજ કાઢવા માટે નાણાં આપવામાં આવે અને દેશના કરોડો લોકોની આજીવિકાના થતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5