Book Title: Jankalyan Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 3
________________ જનકલ્યાણ ૦ ૨૨૩ પત્રિકા ઉપર સહીઓ લેવાથી નહીં કરી શકાય, તેમ દેશી વસ્તુઓ વાપરવા માટેનાં સરઘસો કાઢવાથી પણ નહીં કરી શકાય. આ પુરુષાર્થ તો આપણા જીવનવ્યવહારમાં પલટો કરવાથી જ સાધી શકાશે. ઉપલા થરના મોટા લોકો, વડાપ્રધાનો, પ્રધાનો, ઉપપ્રધાનો કે મંત્રીઓથી માંડીને દેશના નાનામાં નાના માણસો સુધ્ધાંએ સમગ્ર દેશનો નાશ કરનારી, દેશ આખાને ભૂખે મારનારી અને શક્તિશાળીઓને પણ બેકાર બનાવનારી નિરપેક્ષતા ટાળવા માટે ઝુંબેશ ચલાવવી હશે, તો પહેલું તો પોતાના ઘરમાં, કચેરીમાં, પ્રવાસમાં કે બીજે પણ કોઈ સ્થળે જે જે વસ્તુઓનો ઉપયોગ કરવાનો આવે, તેમાં તમામ દેશી વસ્તુઓને અને તેમાંય હાથઉઘોગથી બનેલી વસ્તુઓને પ્રથમ સ્થાન આપવું પડશે. પ્રધાન કે વડાપ્રધાનને એવી દેશી કે હાથઉદ્યોગથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરતાં પોતાના મોભા કરતાં દેશને પ્રથમ સ્થાન આપવું પડશે. જેમના મતોથી તેઓ પ્રધાનનું પદ શોભાવે છે તેમની આજીવિકાનો તેમણે પ્રથમ વિચાર કરવો જોઈએ. પ્રધાન કે મંત્રી એવો વિચાર કરે, કે આ દેશી વસ્તુઓ કે હાથઉદ્યોગથી બનેલી વસ્તુઓ ઘરમાં કે કચેરીમાં શોભે એવી નથી અને આ તો આપણા દેશની પ્રતિષ્ઠાને ઘટાડે એવી છે, તો તેમનો તે વિચાર પોતાનો જ દ્રોહ કરનારો છે, પોતાના જ દેશબંધુઓની આજીવિકાનો નાશ કરનારો છે અને પોતાના પદને લજવનારો છે એમાં જરાય શક નથી. પૂ. બાપુ જયારે ઇંગ્લેન્ડમાં રાજાને મળવા ગયા ત્યારે તેમણે પોતાને આ કંગાળ દેશના પ્રતિનિધિ માનીને શું પહેર્યું હતું, પોતાના દેહ ઉપર શી શી શોભા કરી હતી તે વાત શું આપણા આ મહાજનો ભૂલી ગયા કે શું? ઘરનું કે કચેરીનું રાચરચીલું અને ખાવાપીવાની એકએક ચીજ મહાજનોથી માંડીને નાનામાં નાના માણસ સુધીના વપરાશમાં દેશી અને હાથઉદ્યોગની જ હોવી જોઈએ. કાગળો, સીસાપેનો, ઇડિપેનો, શાહી વગેરે બધું દેશમાં બની શકે છે, અને એના બનાવનારાઓને ઉત્તેજન મળે અને એઓ ઉત્તરોત્તર સારો અને સસ્તો માલ બનાવી શકે એ રીતે સરકારોએ જોગવાઈ કરી આપવી જોઈએ. એ માલ બનાવનારાઓ પણ જો પોતાનો જ શોખ, વિલાસ અને આરામ જોશે અને માલની જાતને સુધારવામાં ધ્યાન નહીં આપે, તો તેઓ પણ પહેલા નંબરના દેશદ્રોહી ગણાવા જોઈએ. ગૃહિણીઓએ હાથચક્કીનો આટો, હાથથી બનેલી દાળો અને હાથથી છડેલા ચોખા, ઘાણીનું તાજું તેલ અને ચોખ્ખા ઘીનો પૂરેપૂરો આગ્રહ રાખવો ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5