Book Title: Jamnagarna Chandi Bazarna Jain Derasaro Author(s): Mahendra D Sheth Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 5
________________ desi.ssl-sessess.seeses.s•l•estitsl.co.uk.b.b.!.... .svisuses dessessess-. i eebs[૧૬] એક દિવસ બપોરના ભોજન સમયે પદ્મસિંહનાં પત્નીએ પીરસતાં પીરસતાં એક વાત ઉચ્ચારી અને એ વાત બને ભાઈઓના હૃદયમાં ઊતરી ગઈ; કારણ કે, પદ્ધસિંહ તથા વર્ધમાન શાહ તેમને લદ્દમીનો અવતાર માનતા હતા. પદ્મસિંહનાં પત્ની કમલાદેવીના આગમન પછી તે બન્ને ભાઈઓએ એટલી સંપત્તિ એકઠી કરેલી કે, તેનો હિસાબ મેળવવો કઠિન હતો. કમલાદેવીએ જે વાત ઉચ્ચારી તે આ પ્રમાણે હતી : આપ બન્ને ભાઈઓએ ખૂબ જ સંપત્તિ એકઠી કરેલી છે. આ ધનસંપત્તિને ધર્મકાર્યમાં સદુપયોગ કરતાં શીખવું જરૂરી છે. જગતમાં ધન જ એકઠું કર્યા કરવું તે ઉચિત કાર્ય ન ગણાય; કારણ કે, ધન એકઠું કરવાનું કાર્ય અનેક મનુષ્યો સતતપણે કર્યા કરતા જ હોય છે. તેમાં પણ પુણ્યના સંયોગ સારા હોય તે ધન પણ મળતું જ રહે છે. પણ આ મેળવેલા ધનનો સદુપગ ધાર્મિક કાર્યમાં તેમ જ લોકોપયોગી કાર્યમાં કરી જગતમાં કીર્તિ મેળવે છે, તે જ મનુષ્ય ઉત્તમ મનુષ્ય ગણાય અને આ રીતે અપરંપાર પુણ્ય પણ મેળવે છે અને એ પુણ્ય ભવોભવ કામ આવે છે. માટે, આપ તથા આપના વડીલ બંધુ વીતરાગદેવની કૃપાથી મળેલી અઢળક ધનસંપત્તિને સદુપયોગ તરત કરો. કારણ કે, શાસ્ત્રકારોએ લદ્દમીના સ્વભાવને ચંચળ પ્રકારનો કહ્યો છે. માટે લાંબા સમય સુધી તેને વિશ્વાસ કરવો તે યોગ્ય નથી. વળી, લક્ષમી હોવા છતાં જે લોકો તેને ધાર્મિક કાર્યોમાં તથા અન્ય લોકોપયોગી કાર્યોમાં વાપરી શકતા નથી, તે લોકો મજૂર બરાબર છે અને પૂર્વ જન્મના પુણ્યને ખરચી મનુષ્ય-જન્મ ને ભાર ઉપાડી જગતમાં પોતાને મળેલા મનુષ્ય-જન્મનો દુર્લભ અવસર વૃથા ગુમાવે છે.” કમલાદેવીની આવી વાત સાંભળી, તે બન્ને ભાઈઓએ કહ્યું : “આપ અમને તે પુણ્ય કેવી રીતે કરવો તે જણાવો, એટલે અમે તે મુજબ કાર્ય શરૂ કરી દઈએ.” ત્યારે કમલાદેવીએ કહ્યું: “તીર્થ તુલ્ય ભવ્ય એવાં જનમંદિરો બંધાવે. બન્ને બંધોએ તરત જ નિર્ણય લીધો ને સલાટો બોલાવી જિનમંદિર નિર્માણના શ્રી ગૌતમ કર્યા. દહેરાસરનું બાંધકામ પૂરા દેશમાં થવા લાગ્યું. તેના કાર્ય માટે છે સો માણસોને કામે લગાડવામાં આવ્યા હતા. આ કાર્ય ચાલતું હતું ત્યારે કોઈ એક મનુષ્યને કુબુદ્ધિ સૂઝી. મુખ્ય સલાટી-કડીઆઓને અને બીજા માણસોને પુષ્કળ ધન આપી બંધાતા (વર્ધમાન શાહના જન દહેરાસર) દહેરાસરના શિખરને ઊંચું થવા ન દીધું. વિ. સં. ૧૮૭૪ માં પૂજ્ય અચલગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી કલ્યાણસાગરસૂરિજીએ વર્ધમાન નગર (વઢવાણ) નામે શહેરમાં ચાતુર્માસ નિમિતે મુકામ કરેલ હતા, મિ શ્રી આર્ય કયાણાગામસ્મૃતિગ્રંથ કહીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6