Book Title: Jamnagarna Chandi Bazarna Jain Derasaro Author(s): Mahendra D Sheth Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 3
________________ sheshbhashshashshshd[[૬૯] પ્રભુના દહેરાસરને અને તેની પ્રતિમાને ખડિત કરેલ છે. આથી તેમને ચિંતા થવા લાગી, મન ઉદ્વેગમાં રહેવા લાગ્યું. થાડા સમય પછી ચાતુર્માસ શરૂ થવાના હતા અને આ ચાતુર્માસમાં માંડવી (કચ્છ) મુકામે પૂજય આચાર્ય ભગવંત ધમ મૂર્તિસૂરિ પધારવાના હતા. આથી શ્રાવક શેઠ શ્રી તેજસિંહ શાહે ગુરુદેવની સલાહ લેવાનું કર્યું. ચાતુર્માસ દરમ્યાન, તેઓ ગુરુદેવને મળ્યા અને મેગલ લશ્કર દ્વારા ખડિત કરવામાં આવેલા જામનગરના જૈન દહેરાસરની સઘળી હકીકત તેમને સસ્તંભળાવી. આચાર્ય ભગવંત પણ આ બાબતથી વિદિત જ હતા. તેઓશ્રીએ તેજસિંહ શાહને ઉપદેશ આપ્યા : ઉત્તમ શ્રાવક ! જે બનવાનું હતુ તે બની ગયું. તેમાં શેાક કરવા સારા નથી. કાળની ગતિમાં જે જે બનાવા બનવાના છે, તેને રાકવા અહીં કેાઈ સમથ નથી. માટે તમને જો અવસર પ્રાપ્ત થાય, તેા તે જૈન દહેરાસરના જીર્ણોદ્ધાર ઇત્યાદિ ફરીથી કરાવો અને તમારા જેવા ધમી શ્રાવકે તેવાં જ કા હમેશાં કરવાં જોઇએ.’ વાચનના ગુરુદેવની મધુર વાણી સાંભળી તેજસ’હ શાહનાં મનમાં જે ગ્લાનિ છવાયેલી હતી, તે દૂર થવા પામી. તેજસંહ શાહ ચેાડા સમય પેાતાના પૂર્વજોના ગામ આરિખાણા (કચ્છ)માં કુટુ*બ સહિત રહેવા લાગ્યા; અને જ્યારે તેમના સાંભળવામાં આવ્યું કે માગલ લશ્કર આ સમયે નગર છેાડી હવે ચાલ્યુ. ગયુ છે. ત્યારે તેઓ જામનગરમાં આવીને ફરી વસવાટ અને વેપારના કાર્ય માં લાગી ગયા. સાથેાસાથ મેાગલ લશ્કર દ્વારા ખડિત થયેલા જૈન દહેરાસરના પુનરુદ્ધાર શરૂ કર્યા. કામ પૂર્ણ થવા આવ્યું, ત્યારે તેજસિંહ શાહે પૂછ્ય આચાર્ય ભગવંત શ્રી ધ મૂર્તિસૂરિને વિનંતિ સાથે સંદેશા પાઠવ્યા કે, આપ પધારી દહેરાસરની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવે. પૂજ્ય મહારાજશ્રીએ વિનંતિના સહર્ષ સ્વીકાર કરી નગર તરફ આવવા પ્રયાણ કર્યું. શરણાઇના સૂરા અને નગારાંના નાદ વચ્ચે ભગવાન શાંતિનાથજીની મંગલ મનાહારી મૂર્તિની પ્રતિષ્ઠા વિ. સ. ૧૬૪૮ માં માગસર શુઇ ૪ ના મંગલિદને કરવામાં આવી. પ્રતિષ્ઠા પામેલી શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ અને અન્ય મૂર્તિએ સારઠના શિલ્પીઓએ કડારેલી હતી. ખડિત થયેલ દહેરાસર કરતાં આ પુનરુદ્ધાર પામેલા દહેરાસરને વિસ્તૃત કરવામાં આવ્યું. તેમાં નવા ચણતર કામમાં શિખરની પાછળના ભાગના ઉપરાઉપરી ત્રણ ચૌમુખ બાંધવામાં આવેલાં અને તેની પાસે એક ટૂંક કરાવી હતી. ફરતી બાવન દેરીને પણ કલાત્મક એપ આપવામાં આવેલ. નવા બાંધકામનુ જે ખર્ચ થયેલુ, તેમાં તેમના વેવાઈ શ્રી ચાંપશી શાહે ત્રીજા ભાગનુ ખર્ચે પુણ્ય નિમિતે અર્પણ કરેલું હતું. બધુ... મળી અંદાજે ખર્ચે ત્રણ લાખ મુદ્રિકાનું થવા પામેલ હતું. શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6