Book Title: Jamnagarna Chandi Bazarna Jain Derasaro
Author(s): Mahendra D Sheth
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Catalog link: https://jainqq.org/explore/230094/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જામનગરના ચાંદી બજારમાં આવેલાં જૈન દહેરાસરે - શ્રી મહેન્દ્ર ડી. શેઠ જામનગરને ચાંદી બજારને ચેક ચાંદીના સટ્ટાના વેપાર માટે આજથી ત્રણ સાડાત્રણ દશકા પહેલાં વિશ્વવિખ્યાત બની ચૂક્યો હતો. આ જ ચેકમાંથી દેશને આઝાદ કરવાની અપીલો થઈ હતી. સેલ્સ ટેક્ષની લડતના શુભ આરંભથી માંડીને શેક સભા, ચૂંટણી સભા, નેતાઓની સભા અને આજે કારમી મેંઘવારીમાં પીસાતી જનતાનો અવાજ, સીટી બસ આંદોલનનો અવાજ વગેરે આ ચોકમાંથી પ્રસારિત થયે રાખે છે. આ ચેકને પણ એક નેત્રમહર, સ્મરણમનહર ઊજળો ઈતિહાસ છે. તેને વિસ્તાર કઈ વાર આપની સમક્ષ રજૂ કરીશું. આ ચાંદી બજાર શહેરની મધ્યમાં આવેલું છે. ત્યાં જૈન દહેરાસરની હારથી તેનું સ્થાન નિરાળું બનવા પામેલ છે. આ દહેરાસરની હારમાળાથી જાણે તે શહેરનું હદય હોય તેમ લાગી રહ્યું છે. આ દહેરાસરે ધરતીને તે શેભાવે જ છે, પરંતુ તેની ધર્મધજાઓના સ્પંદનેથી અંબરને પણ શોભાવવાની કેશિષ કરતાં તેમ તેમની ધજાઓ અહર્નિશ ફરકી રહી છે. દહેરાસરમાં આવેલો શિલાલેખ જ આશરે એક ગજ પહોળો અને દેઢ ગજ લાંબો છે; તે ઈતિહાસના ઉજ્જવલ પ્રદેશમાં આપણને દેરે છે. આરસની આ શિલા ઉપર શુદ્ધ સંસ્કૃત ભાષામાં લેખનાં ગદ્ય અને પદ્યને કંડારવામાં આવ્યાં છે. જામનગરના અનેક ઉપનામે છે. છતાં આ “છોટી કાશી” નાં જૈન દહેરાસરની માહિતી રસપ્રદ બની રહેશે. વિ. સં. ૧૯૧૩ માં મહાન જ્ઞાની અચલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી ધમમૂતિસૂરિજી મહારાજના ઉપદેશથી નગરના શાહ સોદાગર શેઠશ્રી તેજસિંહ શાહે જૈન દહેરાસરે બાંધવાને સંકલ્પ કર્યો, અને તેને માટે ગુરુમહારાજ આચાર્યદેવ ધર્મમૂર્તિસૂરિની આજ્ઞા માગી. આવા મંગલ કાર્ય માટે ગુરુદેવે આનંદવિભેર બની આશીર્વાદ સાથે દહેરાસરના શ્રી આર્ય ક યાણગૌતમ સ્મૃતિગ્રંથ નથી. Page #2 -------------------------------------------------------------------------- ________________ [૧૬]osts ! @sassa casadaa aa aa saachapat ᏗᏜ ᏜᏱᏗᏜhubb ખાંધકામની આજ્ઞા આપી. આચાય દેવ ધમ મૂર્તિસૂરિનું ચાતુર્માસ જામનગરમાં હોય અને તેમની પાસે મંગલમુહૂત જોવડાવીને કામ શરૂ થાય, તે અત્યંત મંગલદાયી અને તેમ શું આશ્ચય ? ઉત્તમ મુહૂતે કામના પ્રારંભ કરવામાં આવ્યે અને મુહૂત ના દિન શહેરભરના તમામ લેાકેાએ અને શ્રાવકાએ ખૂબ ધામધૂમથી ઊજન્મ્યા. વિ. સ’. ૧૬૨૩ માં શ્રી તેજસિંહ શાહે આચાય દેવ શ્રી ધમૃતિસૂરિને જામનગર ચાતુર્માસ કરવાની વિનંતી કરી. આચાય મહારાજે વિનંતિ સ્વીકારી અને તે ચાતુર્માસ જામનગરમાં કરવા નક્કી કર્યુ”. પૂજ્ય આચાર્ય ભગવંત ધમમૂર્તિસૂરિ જ્યારે નવાનગરમાં ( જામનગરમાં ) પ્રવેશ કરવાના હતા, ત્યારે એ ભવ્ય અવસરને દિને નગરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. તેમને નગર પ્રવેશ એટલે ધામધૂમપૂર્વક કરાવવામાં આવ્યા હતા કે, જાણે કાઈ ચક્રવતી રાજાધિરાજની પધરામણી ન થઈ હાય ? આચાય ભગવંતના આશીર્વાદથી વિ. સ. ૧૯૧૩ માં દહેરાસરના બાંધકામના પ્રારંભ કરવામાં આવ્યેા હતા. તે પૂર્ણ થયુ. વિ. સં. ૧૫૨૪ માં. આ જૈન દહેરાસરની પ્રતિષ્ઠા શેઠ શ્રી તેજસિંહના કરકમલે પોષ સુદિ આઠમ (૧૯૨૪) ના શુભ દિને થવા પામેલ હતી. આ દહેરાસર જેને આજે લેાકેા શ્રી શાંતિનાથજીના દહેરાસર તરીકે ઓળખે છે, તે દહેરાસર. આ દહેરાસરના બાંધકામમાં બે લાખ સુવણ મુદ્રાને ખચ કરવામાં આવ્યે હતા. તે મંદિરમાં મૂળનાયક તરીકે શ્રી શાંતિનાથ પ્રભુ બિરાજી રહ્યા છે. એ શિખરબંધ જૈન દહેરાસરના પ્રતિષ્ઠા દિને બીજી એકાવન જિનપ્રતિમાઓની પણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી. વિ. સં. ૧૬૪૪ માં તેજસિહ શાહે ગુરુદેવના આશીર્વાદથી ( ત્યારે આચાય દેવ જામનગર ચાતુર્માસ કરવા તેમની વિનંતિથી પધારેલા હતા. ) શત્રુ ંજય તીથનાં દર્શનને લાભ સકળ સંઘને, પાંચ લાખ મુદ્રિકાએ ખચી જાત્રાસઘ કાઢીને આપેલા હતા. વિ. સં. ૧૬૪૮ માં મેગલ ખાદશાહ અકબરના સુખા ખાનઆઝમે, મુજક્ની વતી સૈન્ય લઇને નગર ઉપર ચડાઈ કરી હતી અને નગરને ભાંગ્યુ હતું. આમાં તેણે નગરને, જામનગરને ખૂબખૂબ નુકસાન પહોંચાડયું. ખાનઆઝમના લશ્કરના ત્રાસ અને ભયથી નગરના ઘણા બધા નાગરિકોને નગર છેડી હિજરત કરી ગયા. તેમાં તેજસિહ શાહને પણ સમાવેશ થતા હતા. તેજસંહુ શાહ કચ્છમાં આવેલા પેાતાના ગામ માંડવીમાં પહોંચી ગયા. ત્યાં આગળ તેમને સમાચાર મળ્યા કે, મેાગલ લશ્કરે તેમણે બંધાવેલા શ્રી શાંતિનાથ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #3 -------------------------------------------------------------------------- ________________ sheshbhashshashshshd[[૬૯] પ્રભુના દહેરાસરને અને તેની પ્રતિમાને ખડિત કરેલ છે. આથી તેમને ચિંતા થવા લાગી, મન ઉદ્વેગમાં રહેવા લાગ્યું. થાડા સમય પછી ચાતુર્માસ શરૂ થવાના હતા અને આ ચાતુર્માસમાં માંડવી (કચ્છ) મુકામે પૂજય આચાર્ય ભગવંત ધમ મૂર્તિસૂરિ પધારવાના હતા. આથી શ્રાવક શેઠ શ્રી તેજસિંહ શાહે ગુરુદેવની સલાહ લેવાનું કર્યું. ચાતુર્માસ દરમ્યાન, તેઓ ગુરુદેવને મળ્યા અને મેગલ લશ્કર દ્વારા ખડિત કરવામાં આવેલા જામનગરના જૈન દહેરાસરની સઘળી હકીકત તેમને સસ્તંભળાવી. આચાર્ય ભગવંત પણ આ બાબતથી વિદિત જ હતા. તેઓશ્રીએ તેજસિંહ શાહને ઉપદેશ આપ્યા : ઉત્તમ શ્રાવક ! જે બનવાનું હતુ તે બની ગયું. તેમાં શેાક કરવા સારા નથી. કાળની ગતિમાં જે જે બનાવા બનવાના છે, તેને રાકવા અહીં કેાઈ સમથ નથી. માટે તમને જો અવસર પ્રાપ્ત થાય, તેા તે જૈન દહેરાસરના જીર્ણોદ્ધાર ઇત્યાદિ ફરીથી કરાવો અને તમારા જેવા ધમી શ્રાવકે તેવાં જ કા હમેશાં કરવાં જોઇએ.’ વાચનના ગુરુદેવની મધુર વાણી સાંભળી તેજસ’હ શાહનાં મનમાં જે ગ્લાનિ છવાયેલી હતી, તે દૂર થવા પામી. તેજસંહ શાહ ચેાડા સમય પેાતાના પૂર્વજોના ગામ આરિખાણા (કચ્છ)માં કુટુ*બ સહિત રહેવા લાગ્યા; અને જ્યારે તેમના સાંભળવામાં આવ્યું કે માગલ લશ્કર આ સમયે નગર છેાડી હવે ચાલ્યુ. ગયુ છે. ત્યારે તેઓ જામનગરમાં આવીને ફરી વસવાટ અને વેપારના કાર્ય માં લાગી ગયા. સાથેાસાથ મેાગલ લશ્કર દ્વારા ખડિત થયેલા જૈન દહેરાસરના પુનરુદ્ધાર શરૂ કર્યા. કામ પૂર્ણ થવા આવ્યું, ત્યારે તેજસિંહ શાહે પૂછ્ય આચાર્ય ભગવંત શ્રી ધ મૂર્તિસૂરિને વિનંતિ સાથે સંદેશા પાઠવ્યા કે, આપ પધારી દહેરાસરની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવે. પૂજ્ય મહારાજશ્રીએ વિનંતિના સહર્ષ સ્વીકાર કરી નગર તરફ આવવા પ્રયાણ કર્યું. શરણાઇના સૂરા અને નગારાંના નાદ વચ્ચે ભગવાન શાંતિનાથજીની મંગલ મનાહારી મૂર્તિની પ્રતિષ્ઠા વિ. સ. ૧૬૪૮ માં માગસર શુઇ ૪ ના મંગલિદને કરવામાં આવી. પ્રતિષ્ઠા પામેલી શ્રી શાંતિનાથ પ્રભુની મૂર્તિ અને અન્ય મૂર્તિએ સારઠના શિલ્પીઓએ કડારેલી હતી. ખડિત થયેલ દહેરાસર કરતાં આ પુનરુદ્ધાર પામેલા દહેરાસરને વિસ્તૃત કરવામાં આવ્યું. તેમાં નવા ચણતર કામમાં શિખરની પાછળના ભાગના ઉપરાઉપરી ત્રણ ચૌમુખ બાંધવામાં આવેલાં અને તેની પાસે એક ટૂંક કરાવી હતી. ફરતી બાવન દેરીને પણ કલાત્મક એપ આપવામાં આવેલ. નવા બાંધકામનુ જે ખર્ચ થયેલુ, તેમાં તેમના વેવાઈ શ્રી ચાંપશી શાહે ત્રીજા ભાગનુ ખર્ચે પુણ્ય નિમિતે અર્પણ કરેલું હતું. બધુ... મળી અંદાજે ખર્ચે ત્રણ લાખ મુદ્રિકાનું થવા પામેલ હતું. શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Page #4 -------------------------------------------------------------------------- ________________ [૧૮] aaaaaaaaaaaa chahahah જીર્ણોદ્ધાર થયેલા, ભવ્યતાથી શાભતા શ્રી શાંતિનાજીના દહેરાસરને નિહાળી, તે સમયના પ્રતિષ્ઠિત આગેવાન શ્રાવક શ્રી નેણશી શાહ અને તેમના પુત્રો સશ્રી રામસિંહ, સામસિહ, કર્માસિંહ ઇત્યાદિ મળીને એક શિખરબંધ દહેરાસરનું નિર્માણકાર્ય શરૂ કરાવ્યું. તેમાં ચૌમુખ પ્રાસાદ વગેરે તૈયાર કરાવ્યા અને તૈયાર થયેલા દહેરાસરને પેાતાના ભાઈ રાજિસંહ શાહના (નેસિંહ શાહના ભાઈ ) બંધાવેલા દહેરાસરા સાથે જોડી દેવામાં આવ્યુ. આ દહેરાસરમાં ભગવાન શ્રી સંભવનાથજીની સમાન પ્રમાણવાળી ચાર મૂર્તિઓની પ્રતિષ્ઠા ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક કરવામાં આવી. રાજિસંહ શાહના દહેરાસરમાં જવા માટે જે પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું, તેની નજીક નેસિંહ શાહે પ્રવેશદ્વાર તૈયાર કરાવી એક જ પ્રવેશદ્વારમાંથી બંને મદિરમાં જવાય એ રીતનુ’ બાંધકામ કરી, બંને દહેરાસરને એક કરી નાખ્યાં. શ્રી નેસહ શાહ અને તેમના પુત્રોએ એ દહેરાસરના આંધકામમાં ત્રણ લાખ મુદ્રિકા ખરચી હતી. teste sa sta da sta sadastastase રાજિસંહ શાહે આ ઉપરાંત હાલારમાં માંઢા તથા ભલસાણ ગામમાં એ જૈન દહેરાસરે ખધાવેલાં હતાં, તેમ જ મયાંતર અને કાસાવડમાં એ ઉપાશ્રયેા બંધાવી આપેલા હતા. વિ. સ’. ૧૬૫૦ માં કચ્છના રહેવાસી શાહ સાદાગર શેઠ વર્ધમાન શાહ અને તેમના લઘુ અંધુ પદ્મસિંહ શાહે ભદ્રાવતી (કચ્છ)ના એક મેાટા સંઘ કાઢવો. આ સ'ઘ વહાણેામાં બેસી નાગનાથ બંદરે ( નવાનગર-જામનગર ) ઊતર્યા. આ સંઘ સાથે મહાન જ્ઞાની આચાર્ય ભગવંત કલ્યાણસાગરસૂરિજી અને તેમનું શિષ્યવૃંદ પણ જમીનમાગે–રણમાર્ગેથી ભળીને સાથે ગયું હતું. તેએ તમામ પગે ચાલતાં ચાલતાં કચ્છનું રણ પાર કરીને જામનગર આવી પહેાંચ્યા. આ સંઘ શ્રી શત્રુંજય તીર્થાધિરાજની યાત્રા પૂરી કરી જામનગર પાછા ફર્યા, ત્યારે મહારાધિરાજ જામસાહેબ શ્રી જશવંતસિંહજીએ સંધનુ ભવ્ય સ્વાગત કર્યું.... શહેરનુ વાતાવરણુ આ સંઘના મ’ગલ પ્રવેશથી ભવ્ય લાગવા માંડયું. રાજવીએ અને સ'ધપતિએ નગરની પ્રજાને ભાવતાં ભાજન જમાડયાં. આ મંગલ પ્રસંગે નામદાર જામશ્રીએ વમાન શાહુ અને પસિંહ શાહને મૂલ્યવાન વસ્તુઓની પહેરામણી આપી અને તેની સામે બન્ને ભાઈઓએ જામશ્રીને ચરણે એથી યે વધુ કિંમતી વસ્તુ ધરી. જામનગરમાં રહી વર્ધમાન શાહ તથા પદ્મસિંહ શાહ કરોડો રૂપિયા વ્યાપારમાં કમાયા. આથી જામસાહેબે તેમને રાજ્યના પ્રમુખ મત્રીઓના હાા અર્પણ કર્યા. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Page #5 -------------------------------------------------------------------------- ________________ desi.ssl-sessess.seeses.s•l•estitsl.co.uk.b.b.!.... .svisuses dessessess-. i eebs[૧૬] એક દિવસ બપોરના ભોજન સમયે પદ્મસિંહનાં પત્નીએ પીરસતાં પીરસતાં એક વાત ઉચ્ચારી અને એ વાત બને ભાઈઓના હૃદયમાં ઊતરી ગઈ; કારણ કે, પદ્ધસિંહ તથા વર્ધમાન શાહ તેમને લદ્દમીનો અવતાર માનતા હતા. પદ્મસિંહનાં પત્ની કમલાદેવીના આગમન પછી તે બન્ને ભાઈઓએ એટલી સંપત્તિ એકઠી કરેલી કે, તેનો હિસાબ મેળવવો કઠિન હતો. કમલાદેવીએ જે વાત ઉચ્ચારી તે આ પ્રમાણે હતી : આપ બન્ને ભાઈઓએ ખૂબ જ સંપત્તિ એકઠી કરેલી છે. આ ધનસંપત્તિને ધર્મકાર્યમાં સદુપયોગ કરતાં શીખવું જરૂરી છે. જગતમાં ધન જ એકઠું કર્યા કરવું તે ઉચિત કાર્ય ન ગણાય; કારણ કે, ધન એકઠું કરવાનું કાર્ય અનેક મનુષ્યો સતતપણે કર્યા કરતા જ હોય છે. તેમાં પણ પુણ્યના સંયોગ સારા હોય તે ધન પણ મળતું જ રહે છે. પણ આ મેળવેલા ધનનો સદુપગ ધાર્મિક કાર્યમાં તેમ જ લોકોપયોગી કાર્યમાં કરી જગતમાં કીર્તિ મેળવે છે, તે જ મનુષ્ય ઉત્તમ મનુષ્ય ગણાય અને આ રીતે અપરંપાર પુણ્ય પણ મેળવે છે અને એ પુણ્ય ભવોભવ કામ આવે છે. માટે, આપ તથા આપના વડીલ બંધુ વીતરાગદેવની કૃપાથી મળેલી અઢળક ધનસંપત્તિને સદુપયોગ તરત કરો. કારણ કે, શાસ્ત્રકારોએ લદ્દમીના સ્વભાવને ચંચળ પ્રકારનો કહ્યો છે. માટે લાંબા સમય સુધી તેને વિશ્વાસ કરવો તે યોગ્ય નથી. વળી, લક્ષમી હોવા છતાં જે લોકો તેને ધાર્મિક કાર્યોમાં તથા અન્ય લોકોપયોગી કાર્યોમાં વાપરી શકતા નથી, તે લોકો મજૂર બરાબર છે અને પૂર્વ જન્મના પુણ્યને ખરચી મનુષ્ય-જન્મ ને ભાર ઉપાડી જગતમાં પોતાને મળેલા મનુષ્ય-જન્મનો દુર્લભ અવસર વૃથા ગુમાવે છે.” કમલાદેવીની આવી વાત સાંભળી, તે બન્ને ભાઈઓએ કહ્યું : “આપ અમને તે પુણ્ય કેવી રીતે કરવો તે જણાવો, એટલે અમે તે મુજબ કાર્ય શરૂ કરી દઈએ.” ત્યારે કમલાદેવીએ કહ્યું: “તીર્થ તુલ્ય ભવ્ય એવાં જનમંદિરો બંધાવે. બન્ને બંધોએ તરત જ નિર્ણય લીધો ને સલાટો બોલાવી જિનમંદિર નિર્માણના શ્રી ગૌતમ કર્યા. દહેરાસરનું બાંધકામ પૂરા દેશમાં થવા લાગ્યું. તેના કાર્ય માટે છે સો માણસોને કામે લગાડવામાં આવ્યા હતા. આ કાર્ય ચાલતું હતું ત્યારે કોઈ એક મનુષ્યને કુબુદ્ધિ સૂઝી. મુખ્ય સલાટી-કડીઆઓને અને બીજા માણસોને પુષ્કળ ધન આપી બંધાતા (વર્ધમાન શાહના જન દહેરાસર) દહેરાસરના શિખરને ઊંચું થવા ન દીધું. વિ. સં. ૧૮૭૪ માં પૂજ્ય અચલગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી કલ્યાણસાગરસૂરિજીએ વર્ધમાન નગર (વઢવાણ) નામે શહેરમાં ચાતુર્માસ નિમિતે મુકામ કરેલ હતા, મિ શ્રી આર્ય કયાણાગામસ્મૃતિગ્રંથ કહીએ Page #6 -------------------------------------------------------------------------- ________________ daste testoste de todo destadaste stede detestaduado desseste stedefastocostose dosla de dades de d estesosesteste stoode de dosegados estado dodade ત્યારે ત્યાં આગળ વર્ધમાન શાહ, પાસિંહ શાહ તેમ જ રાજસિંહ શાહની વિનંતિને સંદેશે તેમને પહોંચાડવામાં આવ્યો અને સૂરિજીએ જામનગર આવવા વિહાર શરૂ કર્યો. સંવત 1675 માં પૂર્ણ થયેલાં જન દહેરાસરોમાં મંગલ જિનપ્રતિમાઓની અંજનશલાકા - સહિત પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠા ઉત્સવ નિમિતે લા સેનામહોરો દાનમાં આપવામાં આવી તથા નગરના નાગરિકોની પસંદગીનાં મિષ્ઠાનો તેમને જમાડવામાં આવ્યાં. આ દહેરાસરાનાં નિત્યાદિ પૂજાપાઠ, જીર્ણોદ્ધાર વગેરે કરાવવા માટે તેઓએ નવ વાડીઓ, ચાર ક્ષેત્રે (ખેતર) અને સંખ્યાબંધ દુકાને સંધને સમર્પણ કર્યા હતાં. વર્ધમાન શાહે 82 વર્ષની વયે આ નાશવંત દુનિયાને ત્યાગ કર્યો. તેમના મરણદિનની જાણ આ પૂર્વે પૂજ્ય આચાર્ય ભગવંત કલ્યાણસાગરસૂરિએ તેમના ભાઈ પદ્ધસિંહને કરેલી હતી. આથી તેમના મરણ પ્રસંગે સમરત કુટુંબ ઉપસ્થિત હતું, તેમ જ પૂજ્ય આચાર્ય ભગવંતે પણ હાજર રહી ચાર શરણાંઓ સંભળાવ્યાં હતાં. કચ્છના રાવ શ્રી ભારમલજી તથા નામદાર જામ શ્રી જશવંતસિંહજીએ બે દિવસ રાજ્યમાં શોક પાળ્યું હતું. સમસ્ત કચ્છ પ્રદેશ અને હાલાર આખાને તેમના કારજ નિમિતે મિષ્ટાન ભોજન કરાવવામાં આવેલું, તેમાં બાર લાખ મુદ્રિકાઓ ખર્ચાઈ હતી. વર્ધમાન શાહને જે જગાએ અગ્નિસંસ્કાર કરવામાં આવેલો, તે જગાએ વિશાળ વાવ અને શ્રી શાંતિનાથ પ્રભુનાં પગલાંવાળી દેરી પદ્મસિંહ શાહે ત્રણ લાખ મુદ્રિકાઓ ખચી બંધાવી આપેલ હતી. તેજસિંહ શાહ, વર્ધમાન શાહ, પદ્મસિંહ શાહ, રાયસિંહ શાહ, ચાંપશી શાહ, નેણશી શાહ વગેરેએ તેમના જીવન દરમ્યાન અબજો સોનામહોરોનું દાન પુણ્ય કરેલું હતું. વર્ધમાન શાહના પુત્ર જે કુબેરપતિની ઉપમા પામેલા હતા, તે દાનેશ્વરી જગડુ શાહને આજ પણ કેણ નથી ઓળખતું ? બીન જીવોને દુ:ખ આપન રા અજ્ઞાની છે અંધારામાંથી અંધારાની તરફ જઈ રહ્યા છે. મેહને કારણે મૂઢ બની ગયેલે માનવી ખરી રીતે જયાં ભયની આશંકા રહેલી છે, ત્યાં તે ભયની આશંકા નથી કરતો અને જ્યાં ભય પામવા જેવું રા) શ્રી આર્ય કયાણામસ્મૃતિ ગ્રંથ