Book Title: Jamnagarna Chandi Bazarna Jain Derasaro Author(s): Mahendra D Sheth Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 1
________________ જામનગરના ચાંદી બજારમાં આવેલાં જૈન દહેરાસરે - શ્રી મહેન્દ્ર ડી. શેઠ જામનગરને ચાંદી બજારને ચેક ચાંદીના સટ્ટાના વેપાર માટે આજથી ત્રણ સાડાત્રણ દશકા પહેલાં વિશ્વવિખ્યાત બની ચૂક્યો હતો. આ જ ચેકમાંથી દેશને આઝાદ કરવાની અપીલો થઈ હતી. સેલ્સ ટેક્ષની લડતના શુભ આરંભથી માંડીને શેક સભા, ચૂંટણી સભા, નેતાઓની સભા અને આજે કારમી મેંઘવારીમાં પીસાતી જનતાનો અવાજ, સીટી બસ આંદોલનનો અવાજ વગેરે આ ચોકમાંથી પ્રસારિત થયે રાખે છે. આ ચેકને પણ એક નેત્રમહર, સ્મરણમનહર ઊજળો ઈતિહાસ છે. તેને વિસ્તાર કઈ વાર આપની સમક્ષ રજૂ કરીશું. આ ચાંદી બજાર શહેરની મધ્યમાં આવેલું છે. ત્યાં જૈન દહેરાસરની હારથી તેનું સ્થાન નિરાળું બનવા પામેલ છે. આ દહેરાસરની હારમાળાથી જાણે તે શહેરનું હદય હોય તેમ લાગી રહ્યું છે. આ દહેરાસરે ધરતીને તે શેભાવે જ છે, પરંતુ તેની ધર્મધજાઓના સ્પંદનેથી અંબરને પણ શોભાવવાની કેશિષ કરતાં તેમ તેમની ધજાઓ અહર્નિશ ફરકી રહી છે. દહેરાસરમાં આવેલો શિલાલેખ જ આશરે એક ગજ પહોળો અને દેઢ ગજ લાંબો છે; તે ઈતિહાસના ઉજ્જવલ પ્રદેશમાં આપણને દેરે છે. આરસની આ શિલા ઉપર શુદ્ધ સંસ્કૃત ભાષામાં લેખનાં ગદ્ય અને પદ્યને કંડારવામાં આવ્યાં છે. જામનગરના અનેક ઉપનામે છે. છતાં આ “છોટી કાશી” નાં જૈન દહેરાસરની માહિતી રસપ્રદ બની રહેશે. વિ. સં. ૧૯૧૩ માં મહાન જ્ઞાની અચલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી ધમમૂતિસૂરિજી મહારાજના ઉપદેશથી નગરના શાહ સોદાગર શેઠશ્રી તેજસિંહ શાહે જૈન દહેરાસરે બાંધવાને સંકલ્પ કર્યો, અને તેને માટે ગુરુમહારાજ આચાર્યદેવ ધર્મમૂર્તિસૂરિની આજ્ઞા માગી. આવા મંગલ કાર્ય માટે ગુરુદેવે આનંદવિભેર બની આશીર્વાદ સાથે દહેરાસરના શ્રી આર્ય ક યાણગૌતમ સ્મૃતિગ્રંથ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6