Book Title: Jamaini Pariksha
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૨૨૮ • સંગીતિ પગને તળોસતો જાય અને બોલતો જાય કે તારા કોમળ પગને મારા માથાનો આઘાત તો થયો નથી ને ? આવા કોમળ પગે તારે આમ કરવું ઉચિત નહોતું. ખરી રીતે હે દેવી ! તારો મારા ઉપર અતિશય સ્નેહ છે; એટલે જ તેં આમ કર્યું જણાય છે; અતિશય સ્નેહ વિના શું કોઈ આમ કરી શકે ? ” આ બધી હકીકત સાંભળીને માતાએ પુત્રીને તેના પતિનું ભાવિજીવન આખું દોરી આપી સમજાવી દીધું કે “હે દીકરી ! હવે તું લહેર કર, તારો પતિ તારા તરફ અતિશય, અમર્યાદ પ્રેમ રાખવાનો અને તારો પડ્યો બોલ ઝીલી લેવાનો; હવે તને પાણી માગતાં દૂધ મળવાનું. કોઈની દેન નથી કે તને કાંઈ કહી શકે; એટલું જ નહીં, પણ હવે ઘરમાં તારું જ ચલણ રહેવાનું. હવે કોઈની મગદૂર નથી કે તારું ગમે તેવું વેણ ઉથાપી શકે. હવે તારે કોઈથી લગાર પણ બીવાનું નથી અને ધાર્યું કરવાનું તને અનુકૂળ પડશે.” પછી વચલી પુત્રીએ આવીને પોતે કરેલા પ્રયોગના જે સમાચાર આપ્યા તે આ રહ્યાં : સવારના પહોરમાં ઊઠતાંવેંત માતા પાસે વચલી પુત્રી આવી અને કહેવા લાગી કે “માતા, તારા કહેવા પ્રમાણે મેં એવી તો જોરથી પાટુ મારી કે તે પડતો પડતો રહી ગયો, પણ મારી પાટુ પડતાં જ તે જરાક તો ખિજાઈ ગયો અને પાછો તરત જ રાજી થઈને મારી ખુશામત કરવા મંડી પડ્યો.” આ સમાચાર સાંભળી જીવનના અનુભવથી ઘડાયેલી માતાએ દીકરીને ફેંસલો સંભળાવ્યો કે “બેટી ! તું તારા પતિને કાંઈ અણગમતું કહીશ તો તે તારા ઉપર વધારે કોઈ દંડ નહીં કરે, એટલે કે વધારે મારઝૂડ નહીં કરે, પણ જરાક જ ખિજાશે. એ પાછો તારો ગુલામ બની જશે. માટે તારે પણ એની એટલી ખીજ સહી લેવાની. હવે તને બીજો કોઈ ભય નથી; માટે તુંય તારે ઘરે લહેર કર. સૌથી નાની ત્રીજી દીકરીએ સવારના પોતાની માતા પાસે આવતાં જ જે સમાચાર આપ્યા, તેથી માતા ચોંકી જ ગઈ. તેણીએ આવીને કહ્યું કે પતિ તો ફાંકડો થઈને આવેલો, અત્તર તો મહેક મહેક થતું હતું, પલંગ ઉપર ફૂલોની બિછાન કરાવેલી, અને જેવો મને પોતાના બાહુપાશમાં જકડવા આવ્યો કે તરત જ મેં તારા કહેવા પ્રમાણે ધડ દઈને એવી સજ્જડ પાટુ મારી કે તે બિચારો આમ અણધાર્યો ઘા આવતાં તમ્મર ખાઈ ગયો અને ભારે વિચારમાં પડી ગયો. પણ પછી કળ વળતાં તેણે મારા ઉપર ભારે રોષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5