Book Title: Jamaini Pariksha Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 1
________________ ૨૯. જમાઈની પરીક્ષા માબાપને સૌથી વધારે ચિંતા પોતાની કન્યાઓની રહે છે. આપણા દેશમાં જે સમયે વિવાહ સંબંધે ખાસ નિયમન ન હતું, ત્યારે જમાઈ મેળવવાની ચિંતા ન રહેતી. પરંતુ જયારથી કોઈ ને કોઈ પ્રકારે વિવાહસંબંધે યા લગ્ન-સંબંધે નિયંત્રણની પદ્ધતિ શરૂ થઈ, ત્યારથી માતાપિતાને કન્યા માટે જમાઈ મેળવવાની ચિંતા સવિશેષ રહેતી આવી છે. સ્વયંવરની પદ્ધતિ હતી ત્યારે પણ એની ચિંતા રહેતી અને જયારથી માતાપિતાને જ માથે “વર' શોધવાની જવાબદારી આવી ત્યારથી એ ચિંતા વધુ ને વધુ રહેવા લાગી. કેટલાંક કુશળ માતાપિતાઓ એ માટે કોઈ ને કોઈ સંતોષકારક માર્ગ શોધવા ભણી પણ વળેલાં દેખાય છે. “ઉપદેશપદ' નામના જૈન કથાગ્રંથમાં આ બાબત એક સુંદર કથા આપવામાં આવેલ છે, જેનો સાર આ પ્રમાણે છે : વસંતપુર નગરમાં દેવશર્મા નામે એક બ્રાહ્મણ રહે. તેની સ્ત્રીનું નામ સુધા. તેમને ત્રણ પુત્રીઓ. એ પુત્રીઓ જયારે જુવાન થઈ ત્યારે તેમને ખાનદાન કુટુંબમાં પરણાવી દીધી. પરણાવી દીધા પછી માતાને વિચાર થયો કે પુત્રીઓને પરણાવી તો દીધી, પણ તેમના પતિઓનો પુત્રીઓ તરફ કેવો ભાવ રહેશે એ જાણવું જરૂરી છે. એવું જાણી લીધું હોય તો પુત્રીઓને તે બાબત જરૂર કોઈ વિશેષ સૂચન આપી શકાય અને એ સૂચન અનુસાર વર્તવાથી પુત્રીઓનો સંસાર સુખમય નીવડે. આમ તો જયારે પુત્રીઓને સાસરે મોકલવામાં આવે છે ત્યારે માતા તેમને ખૂબ ખૂબ શિખામણ આપે છે. પતિસેવાની વાત, પતિને ખુશ રાખવાની ભલામણ, સાસુસસરા સાથે સલૂકાઈથી વર્તવાની વાત, શોક્ય હોય તો તેને સગી બહેન માનવાની વાત, જેઠ, દેર, જેઠાણી વગેરે સાથે હળીમળીને રહેવાની વાત અને બીજા પાડોશીઓ સાથે કેમ વર્તવું વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5