Book Title: Jain Yug 1984
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 616
________________ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ પાયધૂની-મુંબઈ નં. ૩ - શ્રી સુકૃત ભંડાર ફંડ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની ઉપરોક્ત યોજના તેના આશયો અને પરિણામજન્ય અમલી કાર્યની જૈન સમાજ સમક્ષ ટુંકી પણ રૂપરેખા જાહેર ખબરદાર અગર હેંડબીલદારા રજુ કરવી એ તદન બિન જરૂરીઆતવાળું ગણી શકાય, સબબ આ યોજના જૈન ભાઈઓમાં સર્વમાન્ય અને જગજાહેર જ છે. આ યોજના એ સંસ્થાનું અને સમાજનું જીવન છે. જૈન જનતાના ભવિષ્યની રેખા દોરવા હિંમત ધરનાર જે કોઈપણ જના હેય તે તે સુકૃત ભંડાર ફંડ એક જ છે કે જ્યાં ગરીબ અને તવંગર વચ્ચે કોઈ જાતને અંતર રહેતો નથી અને સમાનતા, બંધુત્વ વિગેરે ભાવનાઓ ખીલવી સમાજને સુશિક્ષિત બનાવી હિતકર કાર્યો કરવા આ સંસ્થાને જોશ અને જીવન અર્પે છે. આ કુંડમાં ભરાતાં નાણમાંથી ખર્ચ બાદ કરી બાકીનો અડધો ભાગ કેલવણીના કાર્યમાં વપરાય છે, અને બાકીના અડધા સંસ્થાના નિભાવફંડમાં લઈ જવામાં આવે છે કે જે વડે સમસ્ત સમાજને શ્રેયસ્કર કાર્યો કરી શકાય. આપણું સમાજમાં અનેક સ્ત્રી પુરૂષ ઉચ્ચ કેળવણીથી વંચિત રહે છે તે બનવા ન પામે અને તેમને કેળવણી લેવામાં અનેક રીતે મદદરૂપ થવા આ સંસ્થા પિતાના પ્રયાસો કરી રહી છે અને તે આ ફંડની વિશાળતા ઉપર જ આધાર રાખે છે. તેથી પ્રત્યેક જૈનબંધુ વરસ દહાડામાં માત્ર ચાર આનાથી સ્વશક્તિ અનુસાર મદદ અપ પિતાના અજ્ઞાત બંધુઓનું જીવન કેળવણી દ્વારા સુધારી અગણિત પુણ્ય ઉપાર્જન કરી શકે છે. માટે સર્વે જૈનબંધુઓને આ કુંડમાં સારી રકમ આપવાની વિનંતિ કરવામાં આવે છે. ચાર આના પ્રત્યેક વ્યક્તિએ દરવર્ષે આપવા એ મોટી વાત નથી. અઠવાડીયે એક પાઈ માત્ર આવે છે, પણ જે આખી સમાજ જાગૃત થાય તો તેમાંથી મોટી સંસ્થાઓ નભાવી શકાય એવી સુંદર યોજના છે. “ટીપે ટીપે સરોવર ભરાય” એ ન્યાયે કંડને જરૂર આપ અપનાવશે અને આપની તરફના પ્રત્યેક નાના મોટા ભાઈઓ, બહેને એને લાભ લે, એમાં લાભ આપે એ પ્રયત્ન કરશો. બીજી કોમો આવી રીતે નાની રકમોમાંથી મોટી સંસ્થાઓ ચલાવે છે તે આપ જાણે છે. તે આપ જરૂર પ્રયત્ન કરશે. આખી કોમની નજરે આપને કૅન્ફરન્સની જરૂરીઆત લાગતી હોય તે આ ખાતાને કંડથી ભરપૂર કરી દેશે. અને વિશેષ કહેવાની જરૂર ન જ હોય. સેવકે, નગીનદાસ કરમચંદ, ચીનુભાઈ લાલભાઈ શેઠ, ઓ. રે. જ. સેકેટરીઓ, શ્રી. જે. 9. કૅન્ફરન્સ.

Loading...

Page Navigation
1 ... 614 615 616 617 618 619 620 621 622