Book Title: Jain Yogna Margo
Author(s): Jain University
Publisher: Jain University

View full book text
Previous | Next

Page 4
________________ છે. · અને બીજાના મનના પર્યાયોને પ્રત્યેક્ષ દેખનાર મન:પર્યજ્ઞાનની સંપત્તિઓ. આ સર્વ લબ્ધિઓ યોગરૂપી કલ્પવૃક્ષનાં વિકસિત પુષ્પોની શોભા છે અને તેનું ફળ તો મોક્ષ અષ્ટાંગ યોગને સિદ્ધ કરનાર યોગીઓના અંતરમાં ક્રમશ: જગતના લોકોને આશ્ચર્ય પેદા કરે તેવી આંતરિક શક્તિ પ્રકટે છે, એને આધ્યાત્મિક પરિભાષામાં 'લબ્ધિ' કહે છે. આ લબ્ધિઓ દેહમાં શ્રવતા કફ, મળ, મૂત્રાદિને દિવ્ય ઔષધિઓમાં પરિણમાવીને દુનિયામાં આશ્ચર્યો સર્જે ચમત્કારને જોતાં લોકો બેધડક કહે છે, “યોગ એ ભલે કડક છે પણ તે મોક્ષની સીધી સડક છે.” અપૂર્વ પ્રભાવ છે. યોગી પુરુષોના દેહમાંથી કમળના જેવી સુગંધ પ્રસરતી હોય છે. યોગીઓના યોગ પ્રભાવથી એક કાન, નેત્ર આદિમાંથી નીકળતો અને બીજો શરીર પર થતો મેલ રોગીઓના રોગને દૂર કરનાર, કસ્તૂરી સમાન સુગંધમાય બને છે. સ્ટ્રા સમાન મેગ નીકળતો અને બીજો છ યોગીઓની કાયાનો સ્પર્શ જાણે અમૃતરસથી સિંચાયો હોય તેમ તે જ ક્ષણે સર્વ રોગોના નાશ કરે છે. શરીર ના નખ, કેશ, દાંત અને અન્ય સર્વ અવયવ ઔષધના ગુણ ધરાવે છે. તેથી તેને સર્વોષધિ લબ્ધિ કહેલી છે. યોગથી પ્રાપ્ત થનારી વિવિધ લબ્ધિઓનો શાસ્ત્રમાં નિર્દેશ કર્યો છે. તેમાં ૪૮ પ્રકારની લબ્ધિઓ છે. બધી લબ્ધિઓને પામવા પાત્રતા આવશ્યક છે. પાત્રમાં જ લબ્ધિ ટકે અને આત્મા કલ્યાણ પામે. જગતમાં સુખ-શાન્તિનું સામ્રાજય ફેલાય. યોગ એ દ્રવ્ય-ભાવ રોગનું પ્રતિકારક રામબાણ ઔષધ છે. યોગ એક કલ્પવૃક્ષ છે. યોગ દૃષ્ટિ એની શાખાઓ છે. યોગનાં અંગો, તેની પર આવેલા મોર છે. યોગ લબ્ધિઓ, વિકસિત પુષ્પોની શોભા છે. મધુર મીઠો એવો મોક્ષ છે. યોગનું ફળ – લબ્ધિ એ જ સિદ્ધિ નથી. જેમ જાતજાતનાં રંગનાં ફૂલોનો સમુદાય સુશોભિત લાગ છે, તેમ લબ્ધિમાત્ર મનને આનંદઆપે છે. મનોરંજન છે. વાસ્તવિક સુખ તો મોક્ષ-ફળની પ્રાપ્તિ જ છે. 1 લાગ છે, તે મોક્ષફળ એ પૂર્ણજ્ઞાન-સચ્ચિદાનંદ સ્વરૂપનો સાક્ષાત્કાર છે. યોગ-કલ્પવૃક્ષ મોક્ષ મેળવવા માટે છે. અને એ જ મુખ્ય હેતુ છે. લબ્ધિ-સિદ્ધિ પ્રત્યે તો નિરપેક્ષ જ રહેવાનું છે. મોક્ષ મેળવીને જ આત્માને જપવાનું છે. યોગ-કલ્પવૃક્ષનાં અમૃત ફળનો ભોકતા. પૂર્વે અનેક ચોવીશીમાં યોગધર્મ-કલ્પવૃક્ષને અંતરમાં અનેક આત્માઓએ વાવીને, મોક્ષરૂપ અમૃત ફળ પ્રાપ્ત કર્યું છે. આ અવસર્પિણીકાળની શુભ શરુઆતમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પરમાત્માનાં માતાજી શ્રી મરુદેવાજીએ યોગની અમૃત અનુભૂતિનો આસ્વાદ માણી, જગતમાં એક મહાન આશ્ચર્ય સજર્યું હતું. જયારે મરુદેવા માતાનો જીવ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને કેળના જીવ તરીકે ઉત્પન્ન થયો અને બોરડીનું કાંટાવાળું વૃક્ષ તેની બાજુમાં હતું. કુદરતી રીતે તે કાંટાઓ, કોમળ કેળને વેદનાનું કારણ બનતા. ત્યારે કેળનો આત્મા તે વેદના સહન કરતો, પરિણામે ભવ પરિભ્રમણા ટૂંકી થઈ ગઈ. ત્યાંથી સીધા જ ભરત ક્ષેત્રની ભૂમિમાં મરુદેવી તરીકે ઉત્પન્ન થયાં. આ એક અપવાદ છે. છતાં પણ અપાર વેદનાના વેદનમાં અકામ નિર્જરારૂપ સમતા, સહિષ્ણુતા કારણભૂત થઈ. યોગમાં આત્માનો ક્રમિક વિકાસ સાધકયોગ :- ઔપશમિક, ક્ષાયોપશમિક કે ક્ષાયિક ભાવે જેમ જેમ આત્મગુણોનું પ્રગટીકરણ થાય છે તેમ તેમ છેવટે પૂર્ણતાની પ્રાપ્તિ થાય. તે બધા આત્મ-સ્વરૂપના કારણભૂત સાધન હોય તો તે સાધનાયોગ Lib topic 7.1 # 4 www.jainuniversity.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6