Book Title: Jain Yogna Margo Author(s): Jain University Publisher: Jain University View full book textPage 3
________________ તુંબડાનો સ્વભાવ તરવાનો છે, પણ તેના ઉપર કપડું વીંટાળી, માટીનો લેપ કરવામાં આવે, ફરી પાછું કપડું વીંટાળી, માટીનો લેપ કરે તો એ તુંબડું પાણીના તળિયે બેસી જાય છે – ડૂબી જાય છે. માટીનું ભારેપણું એને ડૂબાડે છે, પણ પાણીના ઘર્ષણથી માટી પલળતી જાય, કપડાનો આંટો ઉકેલાતો જાય, તો તે કપડા અને માટીમાંથી સંપૂર્ણપણે મુક્ત બને છે અને તે સીધું ઊર્ધ્વગતિ કરીને પાણીના મથાળે પહોંચી જાય છે. - આ રીતે આત્મા પણ કર્મરહિત સ્વરૂપે તો હલકો ફૂલ છે. પણ કર્મરૂપી માટીથી વારંવાર લેવાય છે. પરિણામે તેની જ્ઞાનદશા આચ્છાદન પામે છે. અજ્ઞાન–અંધકારથી વ્યાપ્ત થાય છે – અને સંસારમાં ડૂબે છે. આત્માનો કર્મ સાથેનો સંબંધ સજજન-દુર્જનના સંગ જેવો છે. પણ યોગબળથી કર્મમુક્ત નિર્મળ આત્મદશા પામી શકાય છે. લાંબાકાળથી ભેગાં કરેલ લાકડાંઓને, પ્રદીપ્ત અગ્નિ એક ક્ષણમાં જ બાળીને ભસ્મ કરી નાખે છે, તેમ લાંબાકાળથી અનેક જન્મોમાં એકઠાં કરેલાં કર્મોને – પાપોને યોગ ક્ષણવારમાં જ ક્ષયકરે છે. સાધના અને સંઘર્ષ, સંઘર્ષ અને સંસાર એમ અનેક ભવોમાં સંસારનું વર્ધન થયું. થોડી ઘણી ધર્મ-સાધના કરી, પુણ્ય એકઠું થયું, સુખ માણ્યું, એમાં સાચા સુખનો નિષ્કર્ષ ખરો ? પુણ્ય-પાપ ભોગવવામાં જ કર્મ-કાષ્ઠનો ઢગલો થતો જાય છે. પરતું જો તેમાં જ્ઞાતા-દષ્ટ ભાવ રહે તો કર્મસમૂહ ઉત્પન્ન ન થાય. તરી જવાય. બસ આજ યોગનું હાર્દ છે. યોગના પ્રકારો. હવે આપણે યોગના પ્રકારો વિચારીએ. (૧) એક પ્રકારે વિચારીએ તો સાધકયોગ મુખ્ય છે. પૂર્ણતાને પામવા માટે સિદ્ધિયોગની પણ જરૂર છે. તેથી યોગ (૨) બે પ્રકારે. સાધનાયોગ અને સિદ્ધિયોગ. પ્ર. સાધના યોગ કોની નિશ્રાએ અને આલંબન સાધવાનો ? જ. (૩) તે ત્રણ પ્રકારે સાધવાનો. જેને અવંચક ત્રિક યોગ કહે છે. (૧) યોગાવંચક (૨) કિયાવંચક (૩) ફલાવંચક આ ત્રણે અવંચકયોગ પ્રાપ્ત થાય. આ ત્રણે દ્વારા દર્શન-જ્ઞાન-ચારિત્રયોગ સાધવાનો છે. રત્નરૂપ માલ તો ગુરુ ભગવંતે બતાવ્યો. પણ તે લેવાની ઈચ્છા પણ શાસ્ત્ર પ્રમાણે યોગવાળી તથા સામર્થ્યવાળી પણ જરૂરી છે. તેથી (૧) ઈચ્છાયોગ (૨) શાસ્ત્રયો અને (૩) સામયોગ. અથવા(૧) જ્ઞાનયોગ (૨) કર્મયોગ (૩) ભક્તિયોગ છે. ચાર પ્રકારે યોગ. ઉપરોકત યોગને સાધી આપનાર પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એમ (અનુષ્ઠાન) યોગ ચાર પ્રકારે છે. આ ચારેય ને ઈચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્થિરતાયોગ અને સિદ્ધિયોગ. એ ચાર પ્રકાર સાધી આપે છે. આ સર્વ-યોગ કેવી રીતે સધાય ? તો પાંચ પ્રકાર. (૧) સ્થાનયોગ (૨)વર્ણયોગ (૩)અર્થયોગ (૪) આલંબનયોગ (૫) અનાલંબનયોગ. યોગ એ સર્વ પ્રકારની આપદાઓ, વિપદાઓ તેમજ ચિરકાળથી સંચિત સમસ્ત પાપપૂંજનો સહસા વિનાશ કરે છે, આવું ઉચ્ચતમ માહાત્મ બતાવીને ગ્રંથકાર કહર્ષિ હવે યોગના મહા-માહાભ્યને કહી રહ્યા છે. ઉપરોક્ત બન્ને શ્લોક જણાવે છે કે કફ, શ્લેખ, વિષ્ટા, કાન, દાંત, નાસિકા, આંખ જિસ્વી અને શરીરમાં થયેલા મેલો, હાથ વડે સ્પર્શ કરવો, વિષ્ટા, મૂત્ર, કેશ, નખ વગેરે કહેલા અને કહેલા આ સર્વ પદાર્થો યોગના પ્રભાવથી ઔષધિઓ બની જાય છે. તથા અણિમાદિ, સંભિન્ન શ્રોતાદિ (બધી ઈન્દ્રિયોના વિષયોનું જ્ઞાન, તે કોઈ પણ એક ઈન્દ્રિય દ્વારા પ્રાપ્ત કરી શકે છે) લબ્ધિઓ પ્રાપ્ત થાય છે; તે યોગનો ઉત્કટ પ્રભાવ છે. જેનાથી જળ, સ્થળ કે અંતરિક્ષમાં નિબંધ ગતિ કરી શકાય એવી ચારણ વિધા. શ્રાપ કે વરદાન આપવાને સમર્થ એવી, આશીવિષ લબ્ધિ. • સામાન્ય પ્રાણીને પરોક્ષ એવા મૂર્ત દ્રવ્યનું પ્રત્યક્ષ જ્ઞાન કરી શકે તેવું, અવધિજ્ઞાન. Lib topic 7.1 # 3 www.jainuniversity.orgPage Navigation
1 2 3 4 5 6