Book Title: Jain Yogna Margo Author(s): Jain University Publisher: Jain University View full book textPage 2
________________ સ્વરૂપે અનુભવે છે. તેમાં રાગ-દ્વેષ ધરતા નથી. હર્ષ-શોક કરતા નથી. દેહથી ભિન્ન સ્વભાવને વિચારે છે. યોગ મંત્ર-તત્ર વિનાનું વશીકરણ. યોગ શું મંત્ર છે ? તંત્ર છે ? ના. તો પછી તેને વશીકરણ કેમ કહી શકાય ? કારણ કે જગતમાં કામણ-કરવા માટે મૂળ જડીબુટ્ટી મૂળીયા મંત્ર-તંત્રોનાં વિધાન કરવાં પડે છે. મંત્રજાપ લૌકિક વસ્તુ મેળવવા કે બીજાનું આકર્ષણ કરવા માટે છે. તેમ તંત્ર પણ લૌકિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે છે. જયારે યોગ તો તેનાથી અલગ છે. યોગને કોઈ પૌગલિક ચીજ કે આકર્ષણની જરૂર નથી. મૂળ, મંત્રતંત્ર રહિત યોગ, સમ્યગ ચિત્તની એકાગ્રતાથી દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધના દ્વારા મોક્ષ-લક્ષ્મીનું વશીકરણ કરવાની અમોઘ ઉપાય છે. શિવવધૂ સામેથી આવીને વરે છે, તેથી ગ્રંથકારે યોગ, મોક્ષલક્ષ્મીને વશ કરનાર કલ્લો છે. alla gigainuniversity oro યોગ એટલે ત્રણે બળોનું જોડાણ – મનોબળ, વચનબળ અને કાયબળનો પૂર્ણ સંવાદ. આ ત્રણેના મિલનથી જન્મતી શક્તિ એ યોગ છે. યોગ શું કરે છે ? અગ્નિ જેમ કચરાને બાળી નાખે છે એમ, અંતરમાં રહેલા કર્મના કચરાને યોગ બાળી નાખે છે. મનમાં સંગ્રહાયેલા કષાયોના ગંજને એ રાખ કરી નાખે છે. યોગની તાકાત દુર્વાસનાને બાળીને ભસ્મ કરવાની છે. બાળવામાં પણ ચોકકસ વસ્તુને બાળુ છે – જે રીતે તેજાબ સોનાની અંદર રહેલા કચરાને બાળે છે, સોનાને નથી બાળતો, સોનાને તો એ વિશુદ્ધ બનાવે છે, તે રીતે યોગ કચરાને-કષાયોને બાળે છે અને આત્માને તેજોમય બનાવે છે. યોગ આત્મા ઉપર લાગેલાં જન્મ-જન્માંતરનાં કર્મોરૂપી પાપપૂંજનો નાશ કરે છે. પાપપૂંજના અંધકારથી આત્મજ્ઞાનનો પ્રકાશપૂંજ આચ્છાદિત બન્યો છે. યોગનું સામર્થ્ય પૂર્વસંચિત પાપકર્મોના સમૂહનો વિનાશ કરે છે. તેથી આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રગટ છે. ધ્યાન દ્વારા ધ્યેયને સિદ્ધ કર્યું... in તે. મહિમાશાળી યોગનો જ પ્રભાવે... યોગવાહક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા હવે યોગનો મહિમા જુદા જુદા શ્લોકોમાં જણાવે છે. “પ્રચંડ પવનથી જેમ ગાઢ વાદળાંનો સમૂહ વિખરાઈ જાય, તેમ યોગ-બળથી ઘણાં પાપોનો સમૂહ નાશ પામે છે.” યોગ વિપત્તિઓની જાળનો ઉચ્છેદ કરનાર છે. વિપત્તિ એ જન્મ-જન્માંતરોના જીવનાં પૂર્વ સંચિત પાપકર્મોનો સમૂહ છે. ભૂયાંસોડપિ હ પાખાન : ” ઘણાં પાપોના પૂંજનો-સમૂહનો વિનાશ થાય છે. જેમ પ્રચંડ પવન વાદળોની ઘનઘટાને વિદારે, તેમ યોગ ઘણા પાપપૂંજનો નાશ કરે છે. એક ક્ષણમાં એ અતિઘાટી વાદળીની ઘટા વિખરાઈ જાય. તે જ રીતે.... આત્મા ઉપર રહેલાં ઘનઘાતી કરૂપ પાપપૂંજના અંધકારથી આત્મજ્ઞાનનો પ્રકાશપૂંજ આચ્છાદિત બન્યો હોય,આત્માએ હિતાહિતના વિવેકને વિસારી દીધો હોય, તેમજ અત્યંત પાપરાશિઓને એકત્રિત કરી હોય, ત્યારે યોગના અતુલ સામર્થ્યવડે ધણા પાપસમૂહનો વિનાશ થાય છે. આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રગટે છે. આત્માનની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વ છે. તે બંધન રહિત હોય ત્યારે સીધી ઊર્ધ્વરેખા પ્રમાણે ગતિ કરે છે; એટલે જે સ્થળેથી તે છેલ્લો દેહ છોડે છે, તેના જ અગ્રભાગે સિદ્ધશિલા ઉપર સ્થિર થાય છે. Lib topic 7.1 #2 www.jainuniversity.orgPage Navigation
1 2 3 4 5 6