Page #1
--------------------------------------------------------------------------
________________
૭.૧ જૈન યોગના માર્ગો
અનાદિકારથી આ આત્મા કર્મના કજામાં રહીને રોજ રોજ નવી નવી ઈચ્છાઓ કરે છે. એ ઈચ્છાઓ પૂરી કરવાના પ્રયાસોમાં જીવનનાં જીવન વિતાવે છે. તે ઈચ્છાઓ પૂરી થતાં, ક્ષણિક સુખના મલકાટને માણે છે. પણ કાયમના દુ:ખના પછડાટને પામે છે. જયારે કરેલી ઈચ્છાઓ પૂરી ન થાય ત્યારે પારાવાર ખેદ પામે છે. વિપત્તિને આવકારે છે. તેથી ઈચ્છા એ સંસારનું મૂળ છે. અને તે વિપત્તિના સમૂહને વધારનાર છે.
જુઓ પેલું પંકજ-કમળ કાદવમાં પેદા થયું. છતાં કાદવથી ન્યારું છે. તેમ સંસારમાં જન્મવા છતાં જીવન કમળવત બને તો કામ થઈ જાય. જીવન કમળવત રત્નત્રયીની આરાધનાથી બને. યોગમાર્ગ ગ્રહણ કરીને સંવરની સાધનાથી બને તો મોક્ષફળ અચૂક મળે.
યોગમાર્ગમાં સંસાર એ સમ ઉપસર્ગ પૂર્વક સૂ-ધાતુ સાર, સમ્યગ સરણ અર્થાત મોક્ષ તરફ ગતિ કરવી
તે છે.
ઈચ્છાના રાહને પ્રકટાવવાને બદલે, ઈચ્છાના નિરોધરૂપ યોગને સ્વીકારો. ઈચ્છા પૂર્તિના પ્રયત્નને બદલે ઈચ્છાની અપૂર્તિરૂપ યત્ન સ્વીકારો. દેહાધ્યાસને બદલે દેહાધ્યાસ છોડવાનો અભ્યાસ રાખો, જગતને જોવા, જાણવા અને પૌગલિક ભાવોમાં રહેવાને બદલે સ્વ-આત્માને જુઓ-જાણો-માણો અને સ્વ-સ્વરૂપમાં રહેવાના પ્રખર પુરુષાર્થી બનો.
આ રીતે યોગ જરૂર વિવિધ વિપત્તિરૂપ વેલડીને ઉચ્છેદી નાખી, જીવન–બાગની શોભા વધારશે. જેમ કુહાડો માણવાનું કામ કરે છે તેમ યોગરૂપી કુહાડો, આત્મા ઉપર અનાદિકાળથી વળગેલ, લાગેલ આ વિપદારૂપી વેલોને કાપીને, કર્મ સત્તાને નિર્મૂળ કરે છે. માટે યોગને તીક્ષ્ણ પરશુ-કુહાડાની ઉપમા યથાર્થ છે.
યોગનો પ્રભાવ તરતમતાવાળો હોય છે. દરેક સાધકને સાધનાયોગની તરતમતા હોય છે. યોગના ઉચ્ચતમ પ્રભાવથી સાધક અનુભૂતિમાં વિશેષ પ્રકાર પરિવર્તન પામે છે. વેદનીય કર્મના ઉદયથી જીવને શાતા કે અશાતાનો અનુભવ થાય છે, કેમકે જે કર્મને ભોગવે છે, તેમાં રતિ–અરતિના પરિણામ છે. શાતાના ઉદયમાં રતિ માને છે. અશાતાના ઉદયમાં અરતિ માનો છે.
જયારે રતિ-અરતિના ભાવે કર્મ ભોગવે છે, ત્યારે અનુભૂતિ થાય છે અને રતિ-અરતિના અભાવમાં કર્મ ભોગવે છે ત્યારે માત્ર વેદન એટલે જાણવું હોય છે.
સમતાપૂર્વક વેદાય તેમાં કર્મ નિર્જરા છે. સામાન્ય અનુભૂતિમાં કર્મ બંધન છે.
યોગના મહાપ્રભાવક યોગી મહાત્માઓ, આવતી આફતો સામે, અપાર અશાતા વચ્ચે પણ માવ્યચ્ય ભાવે રહીને સમત્વના સત્ત્વને પ્રકટાવે છે. ગજસુકુમાલ.
એક દિવસ નેમિ નિણંદ દ્વારિકા પધાર્યા. રાજ પરિવાર સાથે બધા ભગવંતની વાણી સાંભળે છે. ગજસુકુમાલને તે સ્પર્શી જાય છે. ચારીત્ર લેવાનું મનથી નકકી કરે છે. બે હાથ જોડી માતાને વિનંતિ કરે છે કે, “ચારિત્ર લેવાની રજા આપો.”
મોહવશ માતા ચારિત્ર કેટલું દોહ્યલું છે, તે સમજાવે છે, “દીકરા સાગર તરવો મુશ્કેલ છે. મીણના દાંતે લોઢાના ચણા ના ચાવી શકાય. ઘેર ઘેર ફરી ભિક્ષા લાવવી પડે. ઉઘાડા પગે વિહાર કરવો પડે. વાળનો હાથે લોચ કરવો પડે. આ બધું તું નાનો છે, તેથી નહિ સહી શકે.”
ત્યાં ગજસુકુમાલના સસરા સોમિલ આવી ચઢયા. દીકરીનો ભવ બગાડનાર, મુનિને જોતાં જ અત્યંત ગુસ્સો આવ્યો. હૈયામાં ક્રોધની અસહ્ય જવાળાઓ પ્રગટી. સ્મશાનના અંગારાને પણ ઝાંખી પાડે તેવી તે જવાળાઓ અતિ પ્રજવલિત બની.
ગજસુકુમાલના માથા પર અંગારા સળગતા હતા. માથું બળી રહ્યું છે, શરીર પણ બળવા લાગ્યું તો પણ મુનિ ધ્યાનમાં છે. આત્મામાં એકાકાર છે. સામર્થ્યયોગની પરાકાષ્ઠાને પામતાં આવી પડેલી વિપત્તિને માત્ર વેદન
Lib topic 7.1 # 1
www.jainuniversity.org
Page #2
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપે અનુભવે છે. તેમાં રાગ-દ્વેષ ધરતા નથી. હર્ષ-શોક કરતા નથી. દેહથી ભિન્ન સ્વભાવને વિચારે છે. યોગ મંત્ર-તત્ર વિનાનું વશીકરણ.
યોગ શું મંત્ર છે ? તંત્ર છે ? ના. તો પછી તેને વશીકરણ કેમ કહી શકાય ?
કારણ કે જગતમાં કામણ-કરવા માટે મૂળ જડીબુટ્ટી મૂળીયા મંત્ર-તંત્રોનાં વિધાન કરવાં પડે છે. મંત્રજાપ લૌકિક વસ્તુ મેળવવા કે બીજાનું આકર્ષણ કરવા માટે છે. તેમ તંત્ર પણ લૌકિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે છે.
જયારે યોગ તો તેનાથી અલગ છે. યોગને કોઈ પૌગલિક ચીજ કે આકર્ષણની જરૂર નથી. મૂળ, મંત્રતંત્ર રહિત યોગ, સમ્યગ ચિત્તની એકાગ્રતાથી દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધના દ્વારા મોક્ષ-લક્ષ્મીનું વશીકરણ કરવાની અમોઘ ઉપાય છે. શિવવધૂ સામેથી આવીને વરે છે, તેથી ગ્રંથકારે યોગ, મોક્ષલક્ષ્મીને વશ કરનાર કલ્લો છે. alla gigainuniversity oro
યોગ એટલે ત્રણે બળોનું જોડાણ – મનોબળ, વચનબળ અને કાયબળનો પૂર્ણ સંવાદ. આ ત્રણેના મિલનથી જન્મતી શક્તિ એ યોગ છે. યોગ શું કરે છે ?
અગ્નિ જેમ કચરાને બાળી નાખે છે એમ, અંતરમાં રહેલા કર્મના કચરાને યોગ બાળી નાખે છે. મનમાં સંગ્રહાયેલા કષાયોના ગંજને એ રાખ કરી નાખે છે. યોગની તાકાત દુર્વાસનાને બાળીને ભસ્મ કરવાની છે. બાળવામાં પણ ચોકકસ વસ્તુને બાળુ છે – જે રીતે તેજાબ સોનાની અંદર રહેલા કચરાને બાળે છે, સોનાને નથી બાળતો, સોનાને તો એ વિશુદ્ધ બનાવે છે, તે રીતે યોગ કચરાને-કષાયોને બાળે છે અને આત્માને તેજોમય બનાવે છે.
યોગ આત્મા ઉપર લાગેલાં જન્મ-જન્માંતરનાં કર્મોરૂપી પાપપૂંજનો નાશ કરે છે.
પાપપૂંજના અંધકારથી આત્મજ્ઞાનનો પ્રકાશપૂંજ આચ્છાદિત બન્યો છે. યોગનું સામર્થ્ય પૂર્વસંચિત પાપકર્મોના સમૂહનો વિનાશ કરે છે. તેથી આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રગટ છે.
ધ્યાન દ્વારા ધ્યેયને સિદ્ધ કર્યું...
in
તે.
મહિમાશાળી યોગનો જ પ્રભાવે... યોગવાહક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા હવે યોગનો મહિમા જુદા જુદા શ્લોકોમાં જણાવે
છે.
“પ્રચંડ પવનથી જેમ ગાઢ વાદળાંનો સમૂહ વિખરાઈ જાય, તેમ યોગ-બળથી ઘણાં પાપોનો સમૂહ નાશ પામે છે.”
યોગ વિપત્તિઓની જાળનો ઉચ્છેદ કરનાર છે. વિપત્તિ એ જન્મ-જન્માંતરોના જીવનાં પૂર્વ સંચિત પાપકર્મોનો સમૂહ છે.
ભૂયાંસોડપિ હ પાખાન : ” ઘણાં પાપોના પૂંજનો-સમૂહનો વિનાશ થાય છે. જેમ પ્રચંડ પવન વાદળોની ઘનઘટાને વિદારે, તેમ યોગ ઘણા પાપપૂંજનો નાશ કરે છે.
એક ક્ષણમાં એ અતિઘાટી વાદળીની ઘટા વિખરાઈ જાય. તે જ રીતે.... આત્મા ઉપર રહેલાં ઘનઘાતી કરૂપ પાપપૂંજના અંધકારથી આત્મજ્ઞાનનો પ્રકાશપૂંજ આચ્છાદિત બન્યો હોય,આત્માએ હિતાહિતના વિવેકને વિસારી દીધો હોય, તેમજ અત્યંત પાપરાશિઓને એકત્રિત કરી હોય, ત્યારે યોગના અતુલ સામર્થ્યવડે ધણા પાપસમૂહનો વિનાશ થાય છે.
આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રગટે છે.
આત્માનની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વ છે. તે બંધન રહિત હોય ત્યારે સીધી ઊર્ધ્વરેખા પ્રમાણે ગતિ કરે છે; એટલે જે સ્થળેથી તે છેલ્લો દેહ છોડે છે, તેના જ અગ્રભાગે સિદ્ધશિલા ઉપર સ્થિર થાય છે.
Lib topic 7.1 #2
www.jainuniversity.org
Page #3
--------------------------------------------------------------------------
________________
તુંબડાનો સ્વભાવ તરવાનો છે, પણ તેના ઉપર કપડું વીંટાળી, માટીનો લેપ કરવામાં આવે, ફરી પાછું કપડું વીંટાળી, માટીનો લેપ કરે તો એ તુંબડું પાણીના તળિયે બેસી જાય છે – ડૂબી જાય છે. માટીનું ભારેપણું એને ડૂબાડે છે, પણ પાણીના ઘર્ષણથી માટી પલળતી જાય, કપડાનો આંટો ઉકેલાતો જાય, તો તે કપડા અને માટીમાંથી સંપૂર્ણપણે મુક્ત બને છે અને તે સીધું ઊર્ધ્વગતિ કરીને પાણીના મથાળે પહોંચી જાય છે.
- આ રીતે આત્મા પણ કર્મરહિત સ્વરૂપે તો હલકો ફૂલ છે. પણ કર્મરૂપી માટીથી વારંવાર લેવાય છે. પરિણામે તેની જ્ઞાનદશા આચ્છાદન પામે છે. અજ્ઞાન–અંધકારથી વ્યાપ્ત થાય છે – અને સંસારમાં ડૂબે છે.
આત્માનો કર્મ સાથેનો સંબંધ સજજન-દુર્જનના સંગ જેવો છે. પણ યોગબળથી કર્મમુક્ત નિર્મળ આત્મદશા પામી શકાય છે.
લાંબાકાળથી ભેગાં કરેલ લાકડાંઓને, પ્રદીપ્ત અગ્નિ એક ક્ષણમાં જ બાળીને ભસ્મ કરી નાખે છે, તેમ લાંબાકાળથી અનેક જન્મોમાં એકઠાં કરેલાં કર્મોને – પાપોને યોગ ક્ષણવારમાં જ ક્ષયકરે છે.
સાધના અને સંઘર્ષ, સંઘર્ષ અને સંસાર એમ અનેક ભવોમાં સંસારનું વર્ધન થયું. થોડી ઘણી ધર્મ-સાધના કરી, પુણ્ય એકઠું થયું, સુખ માણ્યું, એમાં સાચા સુખનો નિષ્કર્ષ ખરો ?
પુણ્ય-પાપ ભોગવવામાં જ કર્મ-કાષ્ઠનો ઢગલો થતો જાય છે. પરતું જો તેમાં જ્ઞાતા-દષ્ટ ભાવ રહે તો કર્મસમૂહ ઉત્પન્ન ન થાય. તરી જવાય. બસ આજ યોગનું હાર્દ છે. યોગના પ્રકારો.
હવે આપણે યોગના પ્રકારો વિચારીએ.
(૧) એક પ્રકારે વિચારીએ તો સાધકયોગ મુખ્ય છે. પૂર્ણતાને પામવા માટે સિદ્ધિયોગની પણ જરૂર છે. તેથી યોગ (૨) બે પ્રકારે. સાધનાયોગ અને સિદ્ધિયોગ. પ્ર. સાધના યોગ કોની નિશ્રાએ અને આલંબન સાધવાનો ? જ. (૩) તે ત્રણ પ્રકારે સાધવાનો. જેને અવંચક ત્રિક યોગ કહે છે.
(૧) યોગાવંચક (૨) કિયાવંચક (૩) ફલાવંચક
આ ત્રણે અવંચકયોગ પ્રાપ્ત થાય. આ ત્રણે દ્વારા દર્શન-જ્ઞાન-ચારિત્રયોગ સાધવાનો છે.
રત્નરૂપ માલ તો ગુરુ ભગવંતે બતાવ્યો. પણ તે લેવાની ઈચ્છા પણ શાસ્ત્ર પ્રમાણે યોગવાળી તથા સામર્થ્યવાળી પણ જરૂરી છે. તેથી (૧) ઈચ્છાયોગ (૨) શાસ્ત્રયો અને (૩) સામયોગ. અથવા(૧) જ્ઞાનયોગ (૨) કર્મયોગ (૩) ભક્તિયોગ છે. ચાર પ્રકારે યોગ.
ઉપરોકત યોગને સાધી આપનાર પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એમ (અનુષ્ઠાન) યોગ ચાર પ્રકારે છે. આ ચારેય ને ઈચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્થિરતાયોગ અને સિદ્ધિયોગ. એ ચાર પ્રકાર સાધી આપે છે.
આ સર્વ-યોગ કેવી રીતે સધાય ? તો પાંચ પ્રકાર. (૧) સ્થાનયોગ (૨)વર્ણયોગ (૩)અર્થયોગ (૪) આલંબનયોગ (૫) અનાલંબનયોગ.
યોગ એ સર્વ પ્રકારની આપદાઓ, વિપદાઓ તેમજ ચિરકાળથી સંચિત સમસ્ત પાપપૂંજનો સહસા વિનાશ કરે છે, આવું ઉચ્ચતમ માહાત્મ બતાવીને ગ્રંથકાર કહર્ષિ હવે યોગના મહા-માહાભ્યને કહી રહ્યા છે.
ઉપરોક્ત બન્ને શ્લોક જણાવે છે કે કફ, શ્લેખ, વિષ્ટા, કાન, દાંત, નાસિકા, આંખ જિસ્વી અને શરીરમાં થયેલા મેલો, હાથ વડે સ્પર્શ કરવો, વિષ્ટા, મૂત્ર, કેશ, નખ વગેરે કહેલા અને કહેલા આ સર્વ પદાર્થો યોગના પ્રભાવથી ઔષધિઓ બની જાય છે. તથા અણિમાદિ, સંભિન્ન શ્રોતાદિ (બધી ઈન્દ્રિયોના વિષયોનું જ્ઞાન, તે કોઈ પણ એક ઈન્દ્રિય દ્વારા પ્રાપ્ત કરી શકે છે) લબ્ધિઓ પ્રાપ્ત થાય છે; તે યોગનો ઉત્કટ પ્રભાવ છે.
જેનાથી જળ, સ્થળ કે અંતરિક્ષમાં નિબંધ ગતિ કરી શકાય એવી ચારણ વિધા.
શ્રાપ કે વરદાન આપવાને સમર્થ એવી, આશીવિષ લબ્ધિ. • સામાન્ય પ્રાણીને પરોક્ષ એવા મૂર્ત દ્રવ્યનું પ્રત્યક્ષ જ્ઞાન કરી શકે તેવું, અવધિજ્ઞાન.
Lib topic 7.1 # 3
www.jainuniversity.org
Page #4
--------------------------------------------------------------------------
________________
છે.
·
અને બીજાના મનના પર્યાયોને પ્રત્યેક્ષ દેખનાર મન:પર્યજ્ઞાનની સંપત્તિઓ.
આ સર્વ લબ્ધિઓ યોગરૂપી કલ્પવૃક્ષનાં વિકસિત પુષ્પોની શોભા છે અને તેનું ફળ તો મોક્ષ
અષ્ટાંગ યોગને સિદ્ધ કરનાર યોગીઓના અંતરમાં ક્રમશ: જગતના લોકોને આશ્ચર્ય પેદા કરે તેવી આંતરિક શક્તિ પ્રકટે છે, એને આધ્યાત્મિક પરિભાષામાં 'લબ્ધિ' કહે છે.
આ લબ્ધિઓ દેહમાં શ્રવતા કફ, મળ, મૂત્રાદિને દિવ્ય ઔષધિઓમાં પરિણમાવીને દુનિયામાં આશ્ચર્યો સર્જે ચમત્કારને જોતાં લોકો બેધડક કહે છે, “યોગ એ ભલે કડક છે પણ તે મોક્ષની સીધી સડક છે.” અપૂર્વ પ્રભાવ
છે.
યોગી પુરુષોના દેહમાંથી કમળના જેવી સુગંધ પ્રસરતી હોય છે.
યોગીઓના યોગ પ્રભાવથી એક કાન, નેત્ર આદિમાંથી નીકળતો અને બીજો શરીર પર થતો મેલ રોગીઓના રોગને દૂર કરનાર, કસ્તૂરી સમાન સુગંધમાય બને છે.
સ્ટ્રા સમાન મેગ
નીકળતો અને બીજો છ
યોગીઓની કાયાનો સ્પર્શ જાણે અમૃતરસથી સિંચાયો હોય તેમ તે જ ક્ષણે સર્વ રોગોના નાશ કરે છે. શરીર ના નખ, કેશ, દાંત અને અન્ય સર્વ અવયવ ઔષધના ગુણ ધરાવે છે. તેથી તેને સર્વોષધિ લબ્ધિ કહેલી છે.
યોગથી પ્રાપ્ત થનારી વિવિધ લબ્ધિઓનો શાસ્ત્રમાં નિર્દેશ કર્યો છે. તેમાં ૪૮ પ્રકારની લબ્ધિઓ છે. બધી લબ્ધિઓને પામવા પાત્રતા આવશ્યક છે. પાત્રમાં જ લબ્ધિ ટકે અને આત્મા કલ્યાણ પામે. જગતમાં સુખ-શાન્તિનું સામ્રાજય ફેલાય.
યોગ એ દ્રવ્ય-ભાવ રોગનું પ્રતિકારક રામબાણ ઔષધ છે.
યોગ એક કલ્પવૃક્ષ છે.
યોગ દૃષ્ટિ એની શાખાઓ છે.
યોગનાં અંગો, તેની પર આવેલા મોર છે.
યોગ લબ્ધિઓ, વિકસિત પુષ્પોની શોભા છે. મધુર મીઠો એવો મોક્ષ છે.
યોગનું ફળ – લબ્ધિ એ જ સિદ્ધિ નથી.
જેમ જાતજાતનાં રંગનાં ફૂલોનો સમુદાય સુશોભિત લાગ છે, તેમ લબ્ધિમાત્ર મનને આનંદઆપે છે. મનોરંજન છે. વાસ્તવિક સુખ તો મોક્ષ-ફળની પ્રાપ્તિ જ છે.
1 લાગ છે, તે
મોક્ષફળ એ પૂર્ણજ્ઞાન-સચ્ચિદાનંદ સ્વરૂપનો સાક્ષાત્કાર છે. યોગ-કલ્પવૃક્ષ મોક્ષ મેળવવા માટે છે.
અને એ જ મુખ્ય હેતુ છે.
લબ્ધિ-સિદ્ધિ પ્રત્યે તો નિરપેક્ષ જ રહેવાનું છે. મોક્ષ મેળવીને જ આત્માને જપવાનું છે. યોગ-કલ્પવૃક્ષનાં અમૃત ફળનો ભોકતા.
પૂર્વે અનેક ચોવીશીમાં યોગધર્મ-કલ્પવૃક્ષને અંતરમાં અનેક આત્માઓએ વાવીને, મોક્ષરૂપ અમૃત ફળ પ્રાપ્ત કર્યું છે. આ અવસર્પિણીકાળની શુભ શરુઆતમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પરમાત્માનાં માતાજી શ્રી મરુદેવાજીએ યોગની અમૃત અનુભૂતિનો આસ્વાદ માણી, જગતમાં એક મહાન આશ્ચર્ય સજર્યું હતું.
જયારે મરુદેવા માતાનો જીવ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને કેળના જીવ તરીકે ઉત્પન્ન થયો અને બોરડીનું કાંટાવાળું વૃક્ષ તેની બાજુમાં હતું. કુદરતી રીતે તે કાંટાઓ, કોમળ કેળને વેદનાનું કારણ બનતા. ત્યારે કેળનો આત્મા તે વેદના સહન કરતો, પરિણામે ભવ પરિભ્રમણા ટૂંકી થઈ ગઈ. ત્યાંથી સીધા જ ભરત ક્ષેત્રની ભૂમિમાં મરુદેવી તરીકે ઉત્પન્ન થયાં. આ એક અપવાદ છે. છતાં પણ અપાર વેદનાના વેદનમાં અકામ નિર્જરારૂપ સમતા, સહિષ્ણુતા કારણભૂત થઈ.
યોગમાં આત્માનો ક્રમિક વિકાસ
સાધકયોગ :- ઔપશમિક, ક્ષાયોપશમિક કે ક્ષાયિક ભાવે જેમ જેમ આત્મગુણોનું પ્રગટીકરણ થાય છે તેમ તેમ છેવટે પૂર્ણતાની પ્રાપ્તિ થાય. તે બધા આત્મ-સ્વરૂપના કારણભૂત સાધન હોય તો તે સાધનાયોગ
Lib topic 7.1 # 4
www.jainuniversity.org
Page #5
--------------------------------------------------------------------------
________________
છે. અર્થાત સમ્યકત્વ પામીને ઠેઠ શૈલેષી સ્થિતિ પર્યત આત્મસ્વભાવ-ધર્મને અનુસરતી તમામ યોગની સાધના તે સાધકયોગ. તેની પરાકાષ્ઠા તે સિદ્ધિયોગ. સિદ્ધિયોગ :- સર્વ કર્મના ક્ષયથી પ્રગટ થતું
આત્માનું સહજાનંદ સ્વરૂપ એટલે કે પૂર્ણતા. યોગાચકાદિ
(૧) યોગાવંચક:- કદી કોઈને ઠગે નહીં, વાંકો ચૂંકો થાય નહીં. વિસંવાદ કરે નહીં. કદી મુકાવે નહિ એવો અમોઘ યોગ તે યોગાવંચક છે. સુસમાહિત સદગુરુઓની યોગ થયા પછી તે કદાપિ નિષ્ફળ ન જાય તે યોગાવંચક છે.
(૨) કિયાવચક :- ક્રિયા પણ એવી કે કદી વૃથા થાય નહીં, વંચક બને નહીં અવશ્ય ધર્મલાભ અપાવનારી નીવડે. તે માટે સદગુરુની પ્રતિ વંદનાદિ સેવા-ભક્તિ કરવામાં આવે તે ક્રિયાવંચક યોગ. તે સદગુરુની નિર્મળ સેવના, નમસ્કારાદિ ક્રિયા છે.
(૩) ફુલાવંચક - સદગુરુની સેવા, વંદનાદિ ક્રિયાનું ફળ પણ આપણા આત્માને ઠગે નહીં પણ અમોઘ ફળની પ્રાપ્તિ કરાવે તે ફલાવંચક યોગ. તેથી જ –
“સદગુરુ યોગે વંદન ક્રિયા, તેહથી ફળ હોય જે હો રે, યોગક્રિયા ફલભેદથી, ત્રિવિધ અવંચક એહો રે.”
જેવું જેને ગમે ત્યાં એ રમે. એ ન્યાયે સદગુરુના સધોગે સસ્વરૂપ સમજે છે. તેમાં સમણતા કરે છે. આમ યોગના વિકાસક્રમમાં
ધર્મ સાંભળવાની ઈચ્છા, ધર્મ સમજવાની રુચિ, જિજ્ઞાસા, સકલ ધર્મ ગ્રઢતાથી યમાદિ ધર્મની આચરણા, માર્યાભિમુખતામાં પ્રવેશ. સ્વાભાવિક માગનુસારીપણું પામતાં સદગુરુનો સમાગમ – અને તેના આધારે યોગાવંચક ત્રિક યોગની પ્રાપ્તિ સુધી આપણે સમજયા.
યોગ માહાસ્ય ની ચરમસીમા
એટલે
કેવળજ્ઞાન. યોગ-માયાભ્યની ચરમસીમા
યોગ માહાભ્યની ચરમસીમા એ કેળવજ્ઞાન છે. કેવળજ્ઞાન પણ લબ્ધિ છે. અનંત અનંત ગુણ ચઢતી યોગકલાની ખીલવણીએ મોહનીયાદિ ચાર ઘાતી કર્મોનો ક્ષય થતાં, અનંત કેળવજ્ઞાન અનંત કેવળદર્શન, અનંત દાનલબ્ધિ, અનંત લાભલબ્ધિ, અનંત ભોગલબ્ધિ, અનંત ઉપભોગલબ્ધિ, અનંત વીર્યલબ્ધિનો સાહજિક ભોક્તા આત્મા બને છે.
કેવળજ્ઞાનાદિ લોકોત્તર લબ્ધિઓની વિશેષતા છે. આત્મા પ્રતિ-સમય સ્વપર્યાયના ભોગ અને સ્વશુદ્ધ ગુણોના ઉપભોગમાં લોકોત્તર લવિશ્વના સહજાનંદી ભોક્તા બની પરમાત્મા-પદને પ્રાપ્ત કરે છે.
યોગ સાધનાની પવિત્ર પળોને ગ્રહણ કરી વિશુદ્ધ પરિણામની પાંખે ઊર્ધ્વગમન કરતાં, ક્ષપકશ્રેણી આરોહણ કરીને, માત્ર અંતર્મુહૂર્તમાં – ૪૮ મિનિટમાં જ સકળ કમોનો ક્ષય કરીને આત્મા પરમ પદ પામી શકે, એવી યોગની શક્તિ છે. ખૂબી છે.
આ જ વિશેષતા મરુદેવા માતાની યોગસાધનામાં દષ્ટિ ગોચર થાય છે. ચક્રવર્તી ભરત મહારાજાના જીવનમાં ભોગે સામગ્રી વચ્ચે પણ યોગ સધાયો હતો, તે જોવા જેવું છે.
• મહાયોગી મહાત્મા ભરતને પૂર્વ યોગના અનુસંધાનથી યોગ સાધનાનો માર્ગ સરળ બન્યો. • માતા મરુદેવાજીને પણ અલ્પ કર્મોના કારણે યોગ સાધના તત્કાળ ફળી.
Lib topic 7.1 # 5
www.jainuniversity.org
Page #6
--------------------------------------------------------------------------
________________ “બ્રાહ્મણ, સ્ત્રી, ગર્ભ તથા ગાય એ ચારના ઘાત કરવાના મહા પાપથી, નરકનો અતિથિ બનનાર લૂંટારા દઢપ્રહારી આદિનું રક્ષણ કરનાર યોગ છે.” યોગની તત્કાલ સફળતા મળે છે. અરે ઘોર-ગાઢ-કારમાં કર્મ બાંધ્યાં હોય તેવા આત્માઓ યોગથી કર્મરોગ મિટાવી શકે છે. કર્મમત બની શકે છે. યોગને પ્રાપ્ત કરવા આટલું કરો - - યોગ એટલે સંયોગ-જોડાણ. એને માટે ચિત્તની વૃત્તિઓના નિરોધની આવશ્યકતા છે. ચોકકસ વસ્તુઓમાંથી મુક્તિ મેળવવાની રહે છે. કંઈ વસ્તુઓમાંથી ? તો કહે છે કે - ખાના, પીના, સોવના, મિલના, વચનવિલાસ - જર્યો કર્યાં પાંચ ઘટાઈએ ત્યોં ત્યોં ધ્યાનપ્રકાશ. આ પાંચ ચીજ ઓછી કરો એટલે અંદરના ધ્યાનનો પ્રકાશ લાધે. સમય મળે ત્યારે એકાંતે ધ્યાન કરો. મૌન કેળવો. વસ્તુને સહજભાવે જોતા શીખો. એને વળગી ન રહો. એને છોડતાં શીખો તો દુ:ખ, દ્વેષ કે ક્રોધ ન થાય. આત્મા નિજાનંદમાં મસ્ત રહે અને આનંદયોગનો યોગ થાય. યોગ એક મંદિર છે તે માટે જરૂરી સામગ્રી ભેગી થાય ત્યારે મનરૂપી મંદિર યોગ માટે તૈયાર થાય, પછી તેમાં આતમ-દેવ પરમાત્મા સ્વરૂપ બિરાજે. પાયા સમ્યક્રશ્રદ્ધા. મુખ્ય દરવાજો તત્ત્વનયી. ચારે તરફની દીવાલ દાન-શીલ-તપ-ભાવ. પ્રવેશદ્વાર મૈથ્યાદિ ચાર ભાવના. કિલ્લો (ગઢ) બ્રહ્મચર્યની નવ વાડ. પગથિયાં 14 ગુણસ્થાનક. નીચેની ભૂમિકા દેશવિરતિ, 140 સ્તંભ ચરણ-કરણસિત્તરી. ત્રણ ગભારા રત્નત્રયી જ્ઞાન-દર્શન-ચારિત્ર. દેવકુલિકા દશ યતિધર્મ. બારશાખ બાર ભાવનાઓ. ઉપરની છત સર્વવિરતિ, ઘુમ્મટ સાત પ્રકારના ચારિત્ર. શિખરો સમતાનાં. કળશ કેવળજ્ઞાન. ધ્વજા ધર્મસન્યાસયોગરૂપ-ધર્મધ્વજા. Lib topic 7.1 # 6 www.jainuniversity.org