________________
૭.૧ જૈન યોગના માર્ગો
અનાદિકારથી આ આત્મા કર્મના કજામાં રહીને રોજ રોજ નવી નવી ઈચ્છાઓ કરે છે. એ ઈચ્છાઓ પૂરી કરવાના પ્રયાસોમાં જીવનનાં જીવન વિતાવે છે. તે ઈચ્છાઓ પૂરી થતાં, ક્ષણિક સુખના મલકાટને માણે છે. પણ કાયમના દુ:ખના પછડાટને પામે છે. જયારે કરેલી ઈચ્છાઓ પૂરી ન થાય ત્યારે પારાવાર ખેદ પામે છે. વિપત્તિને આવકારે છે. તેથી ઈચ્છા એ સંસારનું મૂળ છે. અને તે વિપત્તિના સમૂહને વધારનાર છે.
જુઓ પેલું પંકજ-કમળ કાદવમાં પેદા થયું. છતાં કાદવથી ન્યારું છે. તેમ સંસારમાં જન્મવા છતાં જીવન કમળવત બને તો કામ થઈ જાય. જીવન કમળવત રત્નત્રયીની આરાધનાથી બને. યોગમાર્ગ ગ્રહણ કરીને સંવરની સાધનાથી બને તો મોક્ષફળ અચૂક મળે.
યોગમાર્ગમાં સંસાર એ સમ ઉપસર્ગ પૂર્વક સૂ-ધાતુ સાર, સમ્યગ સરણ અર્થાત મોક્ષ તરફ ગતિ કરવી
તે છે.
ઈચ્છાના રાહને પ્રકટાવવાને બદલે, ઈચ્છાના નિરોધરૂપ યોગને સ્વીકારો. ઈચ્છા પૂર્તિના પ્રયત્નને બદલે ઈચ્છાની અપૂર્તિરૂપ યત્ન સ્વીકારો. દેહાધ્યાસને બદલે દેહાધ્યાસ છોડવાનો અભ્યાસ રાખો, જગતને જોવા, જાણવા અને પૌગલિક ભાવોમાં રહેવાને બદલે સ્વ-આત્માને જુઓ-જાણો-માણો અને સ્વ-સ્વરૂપમાં રહેવાના પ્રખર પુરુષાર્થી બનો.
આ રીતે યોગ જરૂર વિવિધ વિપત્તિરૂપ વેલડીને ઉચ્છેદી નાખી, જીવન–બાગની શોભા વધારશે. જેમ કુહાડો માણવાનું કામ કરે છે તેમ યોગરૂપી કુહાડો, આત્મા ઉપર અનાદિકાળથી વળગેલ, લાગેલ આ વિપદારૂપી વેલોને કાપીને, કર્મ સત્તાને નિર્મૂળ કરે છે. માટે યોગને તીક્ષ્ણ પરશુ-કુહાડાની ઉપમા યથાર્થ છે.
યોગનો પ્રભાવ તરતમતાવાળો હોય છે. દરેક સાધકને સાધનાયોગની તરતમતા હોય છે. યોગના ઉચ્ચતમ પ્રભાવથી સાધક અનુભૂતિમાં વિશેષ પ્રકાર પરિવર્તન પામે છે. વેદનીય કર્મના ઉદયથી જીવને શાતા કે અશાતાનો અનુભવ થાય છે, કેમકે જે કર્મને ભોગવે છે, તેમાં રતિ–અરતિના પરિણામ છે. શાતાના ઉદયમાં રતિ માને છે. અશાતાના ઉદયમાં અરતિ માનો છે.
જયારે રતિ-અરતિના ભાવે કર્મ ભોગવે છે, ત્યારે અનુભૂતિ થાય છે અને રતિ-અરતિના અભાવમાં કર્મ ભોગવે છે ત્યારે માત્ર વેદન એટલે જાણવું હોય છે.
સમતાપૂર્વક વેદાય તેમાં કર્મ નિર્જરા છે. સામાન્ય અનુભૂતિમાં કર્મ બંધન છે.
યોગના મહાપ્રભાવક યોગી મહાત્માઓ, આવતી આફતો સામે, અપાર અશાતા વચ્ચે પણ માવ્યચ્ય ભાવે રહીને સમત્વના સત્ત્વને પ્રકટાવે છે. ગજસુકુમાલ.
એક દિવસ નેમિ નિણંદ દ્વારિકા પધાર્યા. રાજ પરિવાર સાથે બધા ભગવંતની વાણી સાંભળે છે. ગજસુકુમાલને તે સ્પર્શી જાય છે. ચારીત્ર લેવાનું મનથી નકકી કરે છે. બે હાથ જોડી માતાને વિનંતિ કરે છે કે, “ચારિત્ર લેવાની રજા આપો.”
મોહવશ માતા ચારિત્ર કેટલું દોહ્યલું છે, તે સમજાવે છે, “દીકરા સાગર તરવો મુશ્કેલ છે. મીણના દાંતે લોઢાના ચણા ના ચાવી શકાય. ઘેર ઘેર ફરી ભિક્ષા લાવવી પડે. ઉઘાડા પગે વિહાર કરવો પડે. વાળનો હાથે લોચ કરવો પડે. આ બધું તું નાનો છે, તેથી નહિ સહી શકે.”
ત્યાં ગજસુકુમાલના સસરા સોમિલ આવી ચઢયા. દીકરીનો ભવ બગાડનાર, મુનિને જોતાં જ અત્યંત ગુસ્સો આવ્યો. હૈયામાં ક્રોધની અસહ્ય જવાળાઓ પ્રગટી. સ્મશાનના અંગારાને પણ ઝાંખી પાડે તેવી તે જવાળાઓ અતિ પ્રજવલિત બની.
ગજસુકુમાલના માથા પર અંગારા સળગતા હતા. માથું બળી રહ્યું છે, શરીર પણ બળવા લાગ્યું તો પણ મુનિ ધ્યાનમાં છે. આત્મામાં એકાકાર છે. સામર્થ્યયોગની પરાકાષ્ઠાને પામતાં આવી પડેલી વિપત્તિને માત્ર વેદન
Lib topic 7.1 # 1
www.jainuniversity.org