Book Title: Jain_Satyaprakash 1952 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૭] વૈભારગિરિ અને શ્રેણિક મહારાજા [ ૧૩૯ પણ રાજગૃહ-અગર જૂનું જે નામ હોય તે-જૈનધર્મનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. વળી ત્યાં સારા પ્રમાણમાં જૈનધમ ઉપાસક હતા. જેન મૂર્તિઓની સ્થાપના પૂજા કરનારા અનુયાયીની હાજરી વિના સંલાવતી નથી જ. વળી સાથોસાથ વીસમાં તીર્થપતિ શ્રીમુનિસુવ્રતસ્વામીની કલ્યાણક ભૂમિ તરીકે આ નગરીની નોંધ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે; તેમ જ પ્રતિવાસુદેવ જરાસંધની આ રાજધાની હતી એવી નોંધ મળે છે તે પણ ઉપરના મંતવ્યને પુષ્ટિ આપે છે. અશ્વ શોધકોના વાંચવામાં બૌદ્ધ સાહિત્ય વિશેષ આવેલું હોવાથી, તેમજ ચીની મુસાફરોએ જે વર્ણન ગ્રંથો તૈયાર કરેલા, એ જ મોટા ભાગે વિદ્વાનોની નજરે ચઢેલા હોવાથી, અને જૈનધર્મ તેમજ બૌદ્ધધર્મ વચ્ચે કેટલુંક સામ્ય હોવાથી, કેટલીક એવી ખલનાઓ થઈ છે કે જેથી જનોને અન્યાય થયો છે. બદ્ધ ગ્રંથોમાં જેનું નામ નિશાન પણ પ્રાપ્ત નથી થતું એવી બાબતે શેધકાએ ઉપરે રજુ કરેલ કારણોને લઈ બૌદ્ધના નામે ચઢાવી દીધી છે ! આ પણ જૈન વિદ્વાનો, પિતાના અભ્યાસને ઉપયોગ આ જાતની શોધખોળ પાછળ કરે અને શ્રીમંત એમાં દ્રવ્યને પૂરત સાથ આપે, તે જૈનધર્મની પ્રાચીનતા અને જેન સાહિત્યમાં આવતા પ્રસંગે ને સ્થાનોની સત્યતા સહજ પુરવાર કરી શકાય અને જગતના નેત્ર સામે એક અતિમહત્ત્વના દર્શનની સાચી શાંતિ પાથરી શકે તેવા સિદ્ધાન્ત ધરાવતા ધર્મની-વિજ્ઞાનની દષ્ટિએ સે ટચના સુવર્ણ સમ તરી આવે એવા વિશ્વકલ્યાણકારી ઉપદેશની રજુઆત થાય. પાંચમી નોંધમાં રાજગૃહી નજીકના બારગાંવ' અંગેની નોંધ છે. સાત માઈલ દૂરનું એ બારગાંવ' કે “બારાગાંવ' અથવા તે કથાનકમાં આવતું ગોબર ગામ” કે “કુંડલપુર એ જ એક વેળા અડતાલીશ ગાઉના વિસ્તારવાળે–જૈન કથાનકમાં આવતો રાજગૃહીને નાલંદાપાડે. નાલંદાપાડો એટલે મુંબઇની નજીકમાં જેમ અંધેરી–વલેપારલે અથવા તે માટુંગા જેવાં ઉપનગરો છે તેવું એક ઉપનગર યાને પરું. અલબત્ત, આ સ્થાન બીજી કેટલીક દષ્ટિએ સામાન્ય પરા કરતાં ચઢી જાય તેવું હતું. એ સંબંધી વધુ વિચાર આગળ પર રાખી નોંધમાં એ અંગે જે વર્ણન છે તે જોઈ લઈએ. શોધક ત્યાં ગયા ત્યારે આ સ્થાન જૂના તળા અને ખંડ્યૂિરોથી વીંટળાયેલું હતું, અને બીજા કોઈ પણ સ્થળ કરતાં સુંદર અને વિપુલ સંખ્યામાં શિલ્પ કારીગરીના નમૂનાઓથી ભરચક હતું, અર્થાત વિખરાયેલી સામગ્રીમાં ઉપરની ચીજનું પ્રમાણ વિશેષ હોવાથી ઊડીને આંખે વળગતું. બારગાંવ ના વિશાળ ખંષ્યિને જોઈ છે. બુચાનને ( Buchanan) ને ખાત્રી થઈ કે અહીં મહારાજાનું નિવાસસ્થાન હોવું જોઈએ અને એના એ મંતવ્યમાં બિહારના એક જૈન સાધુએ સાથે પૂર્યો અને જણાવ્યું કે મહારાજા શ્રેણિક અને તેમના પૂર્વજો આ સ્થાનમાં જ વસતા હતા. એટલું તે નિઃશંક કહી શકાય કે “બારગાંવના ખંડિયેરો એ જ એક સમયનું સમૃદ્ધિશાળી નાલંદા’ હતું. (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28