Book Title: Jain_Satyaprakash 1950 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈતિહાસના અજવાળે
[૭]
લેખક : શ્રીયુત મેહનલાલ દીપચર ચોકસી જૈનધર્મના ગ્રંથમાં પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવના વિહારવર્ણન પ્રસંગમાં તક્ષ શિલા એ તેમના બીજા પુત્ર બાહુબલિની રાજધાનીનું રિદ્ધિસિદ્ધિસંપન્ન પાટનગર હતું એ ઉલેખ સપડે છે. વળી ભગવંતના પ્રત્યક્ષ દર્શન ન થઈ શકવાથી બાહુબલિએ તીર્થપતિ જે સ્થાને કાર્યોત્સર્ગ મુદ્રામાં ઊભા હતા અને રેતીમાં પગની રેખાઓ આલેખાઈ હતી તે સ્થાને ધર્મચક્રની સ્થાપના કરી એ સ્પષ્ટ નિર્દેશ પ્રાપ્ત થાય છે. સમયના વહેણમાં શરૂઆતના આ બીજમાંથી આજની નમાજ પદ્ધતિનાં સર્જન થયાં છે. એવું કેટલાક પુરાતત્વ વિદોનું મંતવ્ય છે. એના ઊંડાણમાં ન ઊતરતાં એટલું જેવું પર્યાપ્ત છે કે-તક્ષશિલાની પ્રાચીનતાને રવીકાર ઇતિહાસકારોએ મુકતયે કર્યો છે. એટલું જ નહીં પણ એને સત્ય ઠરાવતા સંખ્યાબંધ પુરાવા આજે કરાયેલા ખેદકામમાંથી મળી આવ્યા છે. વિન્સેટ સ્મિથ સાહેબ લખે છે કે-
Taxila, now represented by miles of ruins to the northwest of Rawalpindi, and the south-east of Hasan Abdal, was then cne of the greatest cities of the east, and was famous as the principal seat of Hindu learning in Northern India, to which scholars of all classes floked for instruction, especially in the medical sciences.
ભાવાર્થ-તક્ષશિલાનું વર્તમાન સ્વરૂપ રાવલપીંડીની ઉત્તર-પશ્ચિમ અને હસન અબદાલની દક્ષિણ-પૂર્વમાં પથરાયેલા માઈભરના ખંડિયેરમાં સમાય છે. એક કાળે પૂર્વ દેશનું અર્થાત ભારતનું એ મોટા શહેરમાંનું એક હતું અને ઉત્તર પ્રદેશમાં હિંદુવિદ્યાના પ્રખ્યાત ધામ તરીકે એ ગણાતું. ત્યાં જુદા જુદા પ્રદેશમાંથી દરેક વર્ગમાંથી વિદ્યાથીઓ આવતા અને અભ્યાસ કરતા. ત્યાં મુખ્યત્વે વૈદ્યકશાસ્ત્રને અભ્યાસ અગ્રપદે હતા.
આ સંબંધમાં મિ. કનિંગહામ આદિના હેવાલો પરથી કેટલીક વધુ માહિતી પ્રાપ્ત થાય છે. સંસ્કૃત પ્રાકૃત કિંવા પાલીમાં Takshasila and Takkasila નામો જણાય છે. એના ઉપરથી Taxila નામ ગ્રીકે અને રોમનોએ આપેલું છે. ખંડિયેર જોતાં એ બૌદ્ધધર્મની સંસ્કૃતિને મળતાં આવે છે પણ અભ્યાસ કરતાં જણાયું છે કે બૌદ્ધ ધર્મના પહેલાંના કાળનાં પણ કેટલીક ખંડિયેરે છે; એ ઉપરથી ત્યાં ભારતની બૌદ્ધ સંસ્કૃતિ સિવાયની અન્ય સંસ્કૃતિઓ કાલી હશે. એમ લાગ્યા વિના રહેતું નથી. ચીની મુસાફર
For Private And Personal Use Only