Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 7
________________ સ્વર પૂજ્ય ન્યાયવિજયજી મ. પણ આ ગ્રંથને તૈયાર કરવામાં કંઈક અંશે એ જ રીતે મદદ કર્તા બન્યા છે. તેઓશ્રી સ્વર્ગસ્થ થયો. એટલે પૂજ્ય ત્રિપુટી મહારાજે આ ગ્રંથને સંપૂર્ણ તૈયાર કર્યો. તેથી તેઓશ્રીના આપણે અત્યંત ઋણી છીએ.' એક વખત એક ભાઈએ પૂજ્ય દર્શનવિજયજી મહારાજ સા. ને પ્રશ્ન કર્યો કે-આ બધું આપશ્રીએ લખ્યું. પણ કેઈ ગ્રંથભંડાર તે આપની પાસે નથી? ત્યારે પૂજ્ય મહારાજશ્રીએ જણાવ્યું કે–મેં શ્રી સૂરિસમ્રાટ જ્ઞાન મંદિર, શ્રી વિજયદાનસૂરિ જ્ઞાનમંદિર, લાલભાઈ દલપતભાઈ ઈન્ટટ્યૂટ શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા, શ્રી ચારિત્ર વિજય જ્ઞાનમંદિર, શ્રી નીતિસૂરિ લાયબ્રેરી, આગમ પ્રભાકર પૂજ્ય પુણ્યવિજય મ ને હસ્તલિખિત અને છાપેલ ગ્રંથે પુસ્તકે વિગેરેની જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે તે તે ગ્રંથ મંગાવી વાંચી લખ્યું છે અને તે તે ગ્રંથને આધાર આ પુસ્તકમાં યથાસ્થાને આપેલ છે. આ પ્રમાણે મહારાજસાહેબના ઉત્તરથી પુછનાર ભાઈને સંતોષ થયે. પૂ. જ્ઞાનવિજયજી મ. ના સદુપદેશથી શ્રીમાન શેઠ શ્રી મનુભાઈને લાગ્યું કે આ બધું સાહિત્ય જેન જનતા તથા લેકેની સામે આવે તે ઘણું જાણવા મળે. અને જેનેની ભૂતકાળની પરિસ્થિતિને ખ્યાલ આવે. વળી આવું સાહિત્ય બીજા કોઈ સાધુ મહારાજ લખી શકે તેમ નથી. આવી ભાવનાથી આ ગ્રંથ પ્રકાશિત કરવામાં તેઓએ ઉદાર સહાયતા આપવાની ભાવના દર્શાવી. અને ભા. ૨ તથા ભા. ૩ એમ બને ગ્રંને પ્રકાશિત કરવામાં જોઈએ તેટલી આર્થિક મદદ આપી. છે તેઓશ્રી સાહિત્ય, સંશોધનને હંમદ્રષ્ટિએ ખ્યાલમાં રાખી, ઈતિહાસને મેળવવામાં હંમેશાં તૈયાર રહ્યા છે. તેઓ સાહિત્ય અને ઈતિહાસના અત્યંત પ્રેમી છે. તેમની ઉદારતા, શાસનસેવા, દાન વિગેરે ગુણે પ્રશંસનીય છે. તેઓ જેમ વ્યાપારમાં કુનેહ ધરાવે છે. તેમ તેઓશ્રી ધર્મમાં અને સાહિત્યમાં પણ અત્યંત ઉત્સાહ ધરાવે છે. તેઓશ્રીની ઉદારતાના કારણે જ ઇતિહાસ ભા. ૨ અને ભા. ૩ ના પ્રકાશનને સંપૂર્ણ યશ તેઓશ્રીને ફાળે જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 933