Book Title: Jain Nyayno Kramik Vikas Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 3
________________ જેન ન્યાયને ક્રમિક વિકાસ. (૩) બરીય સાહિત્ય અને બીજું શ્વેતાંબરીય સાહિત્ય. મૂળમાં અવિભક્ત જૈન સાહિત્યના આ રીતે મુખ્ય બે ભાગલા પડી ગયા. દિગબરીય શ્રમણ સંઘનું પ્રાધાન્ય દક્ષિણમાં હેવાથી તે સંપ્રદાયનું માલિક સાહિત્ય ત્યાંજ ઉત્પન્ન થયું, પાષાણું, વિકાસ પામ્યું અને સંગ્રહાયું. તે સાહિત્યના રચયિતા પ્રધાન પ્રધાન આચાર્યો જેવા કે, કુંદકુંદ, સમંતભદ્ર વગેરે ત્યાંજ થયા, ‘વેતાંબર શ્રમણ સંઘનું પ્રાધાન્ય પહેલાં તો ઉત્તર હિંદુસ્તાન (રજપુતાના ) માં અને ક્રમે ક્રમે પશ્ચિમ હિંદુસ્થાન ( કાઠિયાવાડ, ગુજરાત ) માં વધતું ગયું. તેથી તે સંપ્રદાયનું સાહિત્ય ઉત્તર અને પશ્ચિમમાં ઉત્પન્ન થયું અને વિકસ્યું છે. તેમ જ તે સાહિત્યના રચયિતા આચાર્યો પણ તે જ પ્રદેશમાં થેચેલા છે. ઉત્તર કરતાં પશ્ચિમ હિંદુસ્થાનમાં વેતાંબર સંપ્રદાયની સત્તા વધેલી તેથી જ છેલ્લા લગભગ પંદર વરસનું તે સંપ્રદાયનું સાહિત્ય પ્રધાનપણે કાઠિયાવાડમાં અને ગુજરાતમાં લખાયું, રચાયું, પોષાયું, વિકસિત થયું, અને સંગ્રહાયું છે. આ રીતે જૈન સાહિત્યની મુખ્ય બે શાખાએ આપણી નજરે પડે છે. બનને શાખાઓ ના સાહિત્યમાં નવયુગ-આ બને શાખાઓના શરૂઆતના ગ્રંથે જોતાં એમ સ્પષ્ટ જણાય છે કે, તેની નિરૂપણ પદ્ધતિ માત્ર સિદ્ધાંત રૂપે હતી. તત્ત્વજ્ઞાન હેાય કે આચાર હેય બનેનું નિરૂપણ ઉપનિષદુ જેવી સરળ પ્રા ચીન પદ્ધતિએ થતું, પણ પહેલાં કહેવામાં આવ્યું છે તેમ વૈદિક દર્શનેમાં ન્યાય દર્શને વિશિષ્ટ સ્થાન અને વિકપ્રિયતા મેળવ્યા પછી જૈનસાહિત્યમાં પણ ન યુગ દાખલ થયે. ન્યાયદર્શનની તપદ્ધતિને પ્રભાવ બોધ સાહિત્ય ઉપર પ્રથમ પડ્યો. બધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય એમ બનેની મિશ્રિત અસર જે વાભય ઉપર પણ થઈ. તેથી જેન આચાર્યો પણ બોધ આચાર્યોની પેઠે પિતાની અગમસિદ્ધિભાષા ઉપરાંત સંસ્કૃત ભાષામાં ગ્રંથ રચવા લાગ્યા. આ પહેલાં જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને સ્થાન નહોતું એમ માનવાને કઇ ખાસ પ્રમાણ નથી, પણ એટલું ખરું કે આ સંસ્કૃત યુગ પહેલાં જેન સાહિત્યમાં પ્રાકૃત ભાવાનું સામ્રાજ્ય હતું. જેના સાહિત્યમાં સંસ્કૃત ભાષાને અને તક પદ્ધતિને પ્રથમ પ્રતિષ્ઠિત કરનાર વેતાંબર આચાર્ય કે દિગંબર આચાર્ય ? એ કહેવું કઠણ છે. પણ એમ કહી શકાય છે કે મને સંપ્રદાયના આ પરિવર્તન વચ્ચે વધારે અંતર ન હોવું જોઈએ. જેન ન્યાયનું કાળમાન અને વિકાસની દષ્ટિએ તેના ચાર ભાગે– શાસપ્રદેશમાં વિચારક્રાંતિ તથા ભાષા અને શૈલીભેદ થવાને પરિણામે જૈન સા હિત્યમાં સ્વતંત્ર ન્યાયપદ્ધતિ જન્મી તેથી પ્રથમ એ જોવું જોઈએ કે આ જૈન ન્યાયનું વય–કાળમાન કેટલું છે અને તેના વિકાસક્રમને સમજવા માટે તેને કેટલા ભાગમાં વહેંચી શકીએ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12