Book Title: Jain Nyayno Kramik Vikas Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf View full book textPage 6
________________ (૬) પંડિત સુખલાલજીનું ભાષણ. છે કે, સિદ્ધસેન અને સમતભદ્ર દ્વારા બંને સંપ્રદાયમાં જે જેન ન્યાયનું બીભારેપણું થયું, તેને જ આ યુગમાં પલ્લવિત કરવામાં આવ્યું છે. આ યુગમાં દિગંબર સંપ્રદાયમાં અનુક્રમે અકલંક, વિઘાનંદ અને પ્રભાચંદ્ર એ ત્રણ પ્રધાન આચાર્યોએ મુખ્યપણે જેને ન્યાયને વિસ્તાર્યો અને વિશદ કર્યો છે. વેતાંબર સંપ્રદાયમાં પણ પ્રધાનપણે ત્રણ આચાર્યોએ આ યુગમાં જેન ન્યાયને વિસ્તૃત અને વિશદ બનાવ્યું છે. મત્સ્યવાદી, હરિભદ્ર અને રાજગચ્છીય અભયદેવ. એ ત્રણેએ અનુક્રમે કાંઈને કાંઈ વધારે વિશેષતા આપી છે. અકલંક આદિ ત્રણે. દિગંબર આચાર્યોએ જૈન ન્યાયના સ્વતંત્ર ગ્રંથ લખ્યા છે અને સમતભદ્ર આદિ પૂર્વાચાર્યોની ન્યાયવાણને પલ્લવિત પણ કરી છે. તેવી જ રીતે મતલવાદી વગેરે આ યુગના *વેતાંબર આચાયો છે જેનન્યાય ઉપર સ્વતંત્ર ન્યાયન ગ્રંથ લખ્યા છે અને પિતા પિતાના પહેલાની તર્કવાણને પલ્લવિત પણ કરી છે. ઉક્ત દિગંબર ત્રણ આચાર્યો અને ઉક્ત તાંબર ત્રણ આચાર્યોની કૃતિઓ બ. રાબર સામે રાખી જોવામાં આવે તે એક બીજા ઉપર પડેલો પ્રભાવ, પરસ્પરનું સદશ્ય અને વિશેષત્વ ધ્યાનમાં આવ્યા વિના રહે તેમ નથી. ત્રીજા ભાગનું નામ પુષિત કાળ છે. પુપો કઈ સંખ્યામાં પલવે જેટલાં નથી હતાં. કદાચિત પુપોનું પરિમાણ પડ્યુથી નાનું પણ હોય છે, છતાં પુષ્પ એ પલવેની ઉત્તર અવસ્થા હોઈ તેમાં એક જાતને વિશિષ્ટ પરિપાક હોય છે. બીજા યુગમાં જૈન ન્યાયને જે વિસ્તાર અને સ્પષ્ટીકરણ થયા તેને પરિણામે ત્રીજો યુગ જમે. આ યુગમાં અને આ પછીના ચેથા યુગમાં દિiબર આચાર્યોએ ન્યાયવિષયક કેટલાક ગ્રંથ રચ્યા છે, પણ હજુ સુધી મારી નજરે એ એકે ગ્રંથ નથી પડ્યો કે જેને લીધે જૈનન્યાયના વિકાસમાં તેને સ્થાન આપી શકાય. ત્રીજા યુગના વેતાંબર સંપ્રદાયમાં વાદીદેવસૂરિ અને હેમચંદ્ર એ બેનું મુખ્ય સ્થાન છે. એ ખરું કે આચાર્ય હેમચંદ્રની પરિચિત કૃતિએમાં જૈનન્યાયવિષયક બહુ કૃતિઓ નથી, તેમ પરિમાણમાં મોટી પણ નથી. છતાં તેઓની બે બત્રીશીઓ અને પ્રમાણુમિમાંસા જેનારને તેઓની વિશિષ્ટતા ધ્યાનમાં આવ્યા સિવાય નહીં રહે. અને એમ આપોઆપ જણાશે કે મેટા માટા ને લાંબા લાંબા થથી કંટાળેલ અભ્યાસીઓ માટે સંક્ષેપમાં છતાં વિશેષતાવાળી રચનાઓ તેઓએ કરી અને કુલનુ સૌરભ તેમાં આપ્યું. વાદીદેવસૂરિ કાંઈ કંટાળે એવા ન હતા. તેઓએ તે રત્નાકરની સ્પર્ધા કરે એ એક સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથ રચે અને કોઈ અભ્યાસીને જૈન ન્યાય માટે તેમજ દાર્શનિક ખંડન મંડન માટે બીજે ક્યાંય ન જવાની સગવડ કરી દીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12