Book Title: Jain Nyayno Kramik Vikas
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf

View full book text
Previous | Next

Page 7
________________ જૈન ન્યાયના ક્રમિક વિકાસ. (૭) ચેથા ફળકાળ- યુગમાં જે સાહિત્ય રચાયુ તે મૂળરૂપ છે. ફળમાં બીજથી ફુલ સુધીના ઉત્તરોત્તર પરિપાકના સાર આવી જાય છે. તેવી રીતે આ યુગના સાહિત્યમાં પહેલા ત્રણે યુગના સાહિત્યમાં થયેલે રિપાક એક સાથે આવી જાય છે, આ યુગમાં જે જૈન ન્યાય સાહિત્ય રચાયુ છે તે જ જૈન ન્યાયના વિકાસનું છેલ્લું પગથિયું છે. કારણકે ત્યારમાદ તેમાં કોઇએ જરાયે ઉમેરો કર્યાં નથી. મલીની સ્યાદ્રદમજરી ખંઢ કરીને આ યુગના ફુલાયમાન ન્યાયવિષયક ઉચ્ચ સાહિત્ય તરફ નજર કરીએ તેા જણારો કે તે અનેક વ્યક્તિઓના હાથે લખાયું નથી. તેના લેખક ફક્ત એક જ છે અને તે સત્તરમા અઢારમા સેકામાં થયેલા, લગભગ સે! શટા સુધી મુખ્યપણે શાસ્રયોગ સિદ્ધ કરનારા, સસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને મારવાડી એ ચારે ભાષાએમાં વિવિધ વિષયેની ચર્ચા કરનારા ઉપાધ્યાય ચોવિજયજી છે. ઉપાધ્યાયજીના જૈન તત્ત્વજ્ઞાન, માચાર, અલંકાર, છંદ વગેરે અન્ય વિષયાના ગ્રંથૈને ખુદ કરી માત્ર જૈન ન્યાય વિષયક ગ્રંથા ઉપર નજર નાખીએ તે! એમ કહેવુ પડે છે કે, સિદ્ધસેન ને સમતભથી વાદિદેવસુર, અને હેમચંદ્ર સુધીમાં જેત ન્યાયના આત્મા જેટલા વિકસીત થયા હતેા, તે પૂરેપૂરા ઉપાધ્યાયજીના તર્ક ગ્રંથામાં મૂર્તિમાન થાય છે; અને વધારામાં તે ઉપર એક કુશળ ચિત્રકારની પેઠે તેઓએ એવા સૂક્ષ્મતાના, સ્પષ્ટતાના અને સમન્વયના રંગ! પૂર્યાં છે, કે જેનાથી મુદ્રિતમના થઈ આપે!આપ એમ કહેવાઈ જાય છે કે, પહેલા ત્રણ યુગનું અન્ને સંપ્રદાયનું જૈન ન્યાયવિષયક સાહિત્ય કદાચ ન હોય અને માત્ર ઉપાધ્યાયજીનું જૈન ન્યાય વિષયક સપૂર્ણ સાહિત્ય - પલબ્ધ હોય તેાયે જેન વાડ્મય કૃતકૃત્ય છે. ઉપાધ્યાયજીએ અધિકારી ભેદને ધ્યાનમાં રાખી, વિષયેાની વહેચણી કરી તે ઉપર નાના મેટા અનેક જૈન ન્યાયના ગ્રંથો લખ્યા. તેઓએ જૈન તક ભાષા જેવા જેત ન્યાય પ્રવેશ માટે લઘુ ગ્રંથ રચી, જૈત સાહિત્યમાં તર્ક સગ્રહ અને તર્ક ભાષાની ખેાટ પૂરી પડી, રહસ્ય પાંકિત એકસો આઠ ગ્રંથ કે તેમાંના કેટલાક રચી જેત ન્યાયવઙમયમાં નૈયાયિકપ્રવર ગદાધર ભટ્ટાચાર્યના ગ્રંથાની ગરજ સારી. નયદીપ, નયરહસ્ય, નયામૃતતર ગણી સહિત નાદેશ, સ્યાદ્વાદ કલ્પલતા, ન્યાયાલાક, ન્યાયખડન ખાદ્ય, અષ્ટસહુસ્રી ટીકા આદિ ગ્રંથ રચી જે ન્યાય વાડ્મયને ઉદયત:ચાય, ગગેશ ઉપાધ્યાય, રઘુનાથ શિરોમણિ અને જગદીશની પ્રતિભાનુ નવેદ્ય ધર્યું. અધ્યમસાર, અધ્યાત્મપનિષદ જેવા ગ્રંથેથી જેત ન્યાય વાડ્મયને ગીતા, ચેગવાસિષ્ટ આદિ વૈદિક ગ્રંથા સાથે સંબંધ જોડ્યો. ઘેાડામાં એટલુ જ કહેવુ બસ છે કે, વિદક અને ખાધ સાહિત્યે દાર્શનિક પ્રદેશમાં સત્તરમા સૈકા સુધીમાં જે ઉત્સવ સાધ્યા હતા, લગભગ તે બધા ઉત્ક ના સ્વાદ જૈન વ:ડ્મયને આાથવા ઉપાધ્યાયજીએ પ્રામાણિકપણે આખું જીવન વ્યતિત કર્યું અને તેથી તેના એક તેજમાં જે ન્યાયનાં મીજા બધાં તેજો લગભગ સમાઇ જાય છે. એમ કહેવુ પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12