Book Title: Jain Jatakona Chitraprasango vali Kalpasutrani Suvarnakshari Prat
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 3
________________ જૈન જાતકોના ચિત્રપ્રસંગોવાળી કપસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત ૧૬૩ મધ્ય હાંસિયાના ઉપરના ભાગમાં ચક્રેશ્વરીદેવી, મધ્ય ભાગમાં તથા નીચેના ભાગમાં ચાર હાથવાળો એક-એક દેવ ચીતરેલો છે. જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં અંબિકાદેવી છે, મધ્ય ભાગમાં શઘ્ર છે અને નીચેના ભાગમાં ગોમેધયક્ષ ચીતરેલો છે. પાનાની મધ્યમાં પ્રભુ શ્રીમહાવીરના ચ્યવન કલ્યાણકનું વર્ણન સોનાની શાહીથી લખેલું છે. ૪. પ્રતના પાના ૩નો પ્રથમ ભાગ : ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુના પિતા શ્રીઋષભદત્ત બ્રાહ્મણનું ધર ચીતરેલું છે. મધ્ય ભાગમાં ઋષભદત્ત બ્રાહ્મણ તથા દેવાનંદા બ્રાહ્મણી (પ્રભુ મહાવીરના પિતા તથા માતા) ખેડેલાં છે. નીચેના ભાગમાં વહેતી નદીની પાસેથી હાથમાં લાકડી પકડીને પસાર થતો એક પુરુષ ઊભેલો છે. મધ્ય હાંસિયાના ઉપરના ભાગમાં સિદ્ધાર્થે ક્ષત્રિય બેઠેલા છે. નીચેના ભાગમાં હાથમાં દર્પણુ પકડીને ત્રિશલા માતા ખેડેલાં છે. તેમની સામે એક પરિચારિકા ઊભેલી છે. જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં સિદ્ધાર્થ ક્ષત્રિય અને સ્થાપનાચાર્ય છે. ખીજા ભાગમાં સ્થાપનાચાર્ય અને ઋષભદત્ત બ્રાહ્મણ છે. ત્રીજા ભાગમાં સિદ્ધાર્થ અને ત્રિશલા છે, ચોથા ભાગમાં ઋષભદત્ત અને દેવાનંદા બેઠેલાં છે. ઉપરની કિનારમાં અનુક્રમે એક મોર, દૂધ ભરેલાં એ મટકાંઓ (?), ખલે ધીનું કુડલું લઈ ને જતો એક માણસ, એ ચામર વીંઝતા પુરુષો, નૃત્ય કરતી ત્રણ સ્ત્રીઓ તથા જુદાં જુદાં વાદ્યો વગાડતી ખીજી ત્રણ સ્ત્રીઓ ચીતરેલી છે. નીચેની કિનારમાં અનુક્રમે બે ધોડા, ત્રણ હાથી, હાથમાં પૂજનની સામગ્રી લઈ ને બેઠેલા ત્રણ પુરુષો, હાથમાં ઢાલ તથા તલવાર પકડીને ચાલતા એ સૈનિકો અને છેવટે એક હંસપક્ષી ચીતરેલ છે. પાનાની મધ્યમાં પ્રભુ શ્રીમહાવીરના ચ્યવન કલ્યાણકનું વર્ણન સોનાની શાહીથી લખેલું છે. ૫. પ્રતનું પાનું ૩ : પાનાના આંકવાળી બાજુ ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં ચામર પકડીને ઊભેલી સ્ત્રીઓ છે. નીચેના ભાગમાં હાથમાં વીણા પકડીને ઊભેલી એક સ્ત્રી છે. મધ્ય હાંસિયામાં સુંદર ફૂલોનો એક છોડ ચીતરેલો છે. જમણી ખાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પણ ચામર પકડીને ઊભેલી એક સ્ત્રી છે. નીચેના ભાગમાં એક હાથમાં વીણા તથા બીજા હાથમાં ફૂલ પકડીને ઊભેલી સ્ત્રી છે. પાનાની મધ્યમાં દેવાનંદા ચૌદ સ્વમ જુએ છે, તેનું વર્ણન સોનાની શાહીથી લખેલું છે. ૬. પ્રતના પાના ૪૪નો પ્રથમ ભાગ : ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુ મહાવીરના પૂર્વભવો પૈકીના પ્રથમ ભવ નયસારનો પ્રસંગ તથા ઉપરની કિનારમાં તેઓશ્રીના ખીજાથી સાતમા ભવ સુધીના ચિત્ર–પ્રસંગો રજૂ કરેલા છે. મધ્ય હાંસિયામાં ભૂમિતિની સુંદર ચિત્રાકૃતિઓ ચીતરેલી છે. જમણી બાજુના હાંસિયામાં પ્રભુ મહાવીરના પૂર્વભવો પૈકીના આઠમા ભવથી અગિયારમા ભવ સુધીના પ્રસંગો રજૂ કરેલા છે. નીચેની કિનારમાં જમણી બાજુથી ડાબી બાજુ તરફ અનુક્રમે પ્રભુ મહાવીરના પૂર્વભવો પૈકીના બારમા ભવથી સત્તરમા ભવ સુધીના પ્રસંગો રજુ કરેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15