Book Title: Jain Jatakona Chitraprasango vali Kalpasutrani Suvarnakshari Prat
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 11
________________ જૈન જાતકોના ચિત્રપ્રસંગોવાળી કપસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત ૧૬૭ જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં રાજકુમારી સરસ્વતી એક પરિચારિકા સાથે વૃક્ષ નીચે ઊભેલી છે. મધ્ય ભાગમાં ગર્દભિલ્લુ રાજા ધોડા પર બેસીને જતો દેખાય છે. નીચેના ભાગમાં એક સ્ત્રીની રજૂઆત કરેલી છે. ઉપરની કિનારમાં અનુક્રમે ૭ સ્ત્રીઓ, એક દંપતી યુગલ, એક પુરુષ, એક પુરુષ અને એક ભૂમિતિની આકૃતિ ચીતરેલી છે. નીચેની કિનારમાં એ પુરુષો, એક વૃક્ષ, ચાર સ્ત્રીઓ, એક પુરુષ, એક સ્ત્રી, એક પુરુષ અને એક સ્ત્રી બેઠેલાં છે. પાનાની મધ્યમાં “ શ્રી વીર વાચાનુમત સુવ્યું ' થી શરૂ થતી કાલકકથા 'ર સોનાની શાહીથી લખેલી છે. ૧૫. કાલકકથાના પાના એકનો આંકવાળો ભાગ : ડાખી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં દર્પણુકન્યા તથા નીચેના ભાગમાં શુકકન્યા હાથમાં પોપટ લઈ ને ઊભેલી છે. મધ્ય હાંસિયામાં સુંદર કલ્પનાકૃતિ ચીતરેલી છે. જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં શુકકન્યા ઊભેલી છે અને નીચેના ભાગમાં ચામરકન્યા હાથમાં ચામર પકડીને ઊભેલી છે. ઉપર અને નીચેની કિનારમાં સુંદર કલ્પનાકૃતિઓ છે. ઉપરોક્ત ૧થી ૧૫ પાનાંઓ મારા તરફથી ઈ સ૦ ૧૯૫૪માં ‘કલ્પસૂત્રનાં સોનેરી પાનાંઓ તથા ચિત્રો'ના નામથી માત્ર સવાસો નકલોની મર્યાદિત આવૃત્તિમાં ર્ સોનેરી શાહીમાં છપાવવામાં આવેલી હતી, જે લગભગ અપ્રાપ્ય થવાની તૈયારીમાં છે. વળી દરેક માણુસ તે કૃતિ મેળવી શકે નહિ અને આવી સુંદર કલાકૃતિવાળી હસ્તપ્રત તરફ કલારસિકોનું ધ્યાન ખેંચવાની એકમાત્ર મહેચ્છાથી આ નાનો લેખ લખવા હું ઉઘુક્ત થયો છું; અને આશા રાખું છું કે આ લેખ વાંચીને જૈન ભાઈઓ તથા આ લેખ વાંચનાર કલારસિકોને અમદાવાદ આવવાનો પ્રસંગ અને ત્યારે ઉપરોક્ત બંને સુવર્ણાક્ષરી હસ્તપ્રતોની અંદર સંગ્રહાયેલી કળાલક્ષ્મીનું દર્શન કરે. પ્રાંતે, આ સામળાની પોળવાળી હસ્તપ્રતની મને સૌથી પ્રથમ જાણ કરવા માટે વિર્ય ગુરુદેવ શ્રીપુણ્યવિજયજીનો અને શ્રીપાર્શ્વચંદ્રગચ્છના ઉપાશ્રયે તે વખતે બિરાજતા પૂજ્ય શ્રીવૃદ્ધિચંદ્રજીનો આભાર માનવાની આ તક લઉં છું. ૨. કાલિકાચાર્ય સંબંધી જુદા જુદા જૈનાચાર્યોએ રચેલી ૩૬ કાલકકથાઓ ૮૮ ચિત્રો સાથે ‘ કાલકકથાસંગ્રહ ' નામના ગ્રંથમાં મારા તરફથી પ્રસિદ્ધ થયેલ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15