Book Title: Jain Jatakona Chitraprasango vali Kalpasutrani Suvarnakshari Prat Author(s): Sarabhai Manilal Nawab Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 7
________________ જૈન જાતકોના ચિત્રપ્રસંગોવાળી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રત ૧૬૫ જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પંચાગ્નિ તપ તપતો કમઠ તાપસ અને તેની બાજુમાં જ લાકડું ચીરીને બળતો સર્પ કાઢતો શ્રી પાર્શ્વકમારનો સેવક ઊભેલો છે. મધ્ય ભાગમાં હાથી ઉપર બેસીને શ્રીપાર્શ્વકમાર તથા રાણી પ્રભાવતી વારાણસી નગરી તરફ જતાં દેખાય છે. નીચેના ભાગમાં ઝાડી બતાવીને વારાણસી નગરીની બહારનું ઉદ્યાન રજૂ કરેલું છે. ઉપરની કિનારમાં એક બેઠેલો પુરુષ અને છ હંસપક્ષીઓની હાર ચીતરેલી છે. નીચેની કિનારમાં એક કેસરીસિંહ તથા વેલબુટ્ટાની સુંદર કલાકૃતિ રજૂ કરેલી છે. પાના ૬૭ની બંને બાજુએ પ્રભુ શ્રી પાર્શ્વનાથના ચ્યવન અને જન્મકલ્યાણકને લગતું વર્ણન સોનાની શાહીથી લખેલું છે. ૧૦. પ્રતના પાના ૭૩નો પ્રથમ ભાગઃ ડાબી બાજુના હાંસિયામાં ઉપરના ભાગમાં પ્રભુ શ્રીનેમિનાથજીના પૂર્વભવો પૈકીના પ્રથમ ભવના, મધ્ય ભાગમાં બીજા ભવના અને નીચેના ભાગમાં ત્રીજા ભવના ચિત્ર-પ્રસંગો રજૂ કરેલા છે. મધ્ય હાંસિયાના ઉપરના ભાગમાં પૂર્વભવો પૈકીના ચોથા ભાવના અને મધ્ય ભાગ તથા નીચેના ભાગમાં પાંચમા ભવના ચિત્ર-પ્રસંગો રજૂ કરેલા છે. જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં છઠ્ઠા ભવના, મધ્ય ભાગમાં સાતમા ભવના અને નીચેના ભાગમાં આઠમા ભવના ચિત્ર-પ્રસંગો રજૂ કરેલા છે. ઉપરની કિનારમાં અનુક્રમે ચાર હાથી અને પાંચ કેસરીસિંહની રજૂઆત ચિત્રકારે કરેલી છે. નીચેની કિનારમાં અનુક્રમે ગૃહસ્થ યુગલ, યશોમતી રાણીની બંને બાજુની એકેક પરિચારિકા, એક દંપતી યુગલ, એક સ્ત્રી તથા એક પુરુષ બેઠેલાં છે. પાનાની મધ્યમાં સોનાની શાહીથી પ્રભુશ્રી નેમિનાથજીના જન્મનું વર્ણન લખેલું છે. ૧૧. પ્રતના પાના ૭૩નો આંકવાળો ભાગઃ આ પાનામાં શ્રીનેમિનાથજીના તીર્થંકરના ભવના મુખ્ય મુખ્ય જીવન-પ્રસંગો રજૂ કરેલા છે (જુઓ ચિત્ર નં. ૧). ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં શ્રી નેમિકુમારે લંબાવેલા હાથને વાળવા જતાં વાસુદેવ શું લટકી રહેલા દેખાય છે. હાંસિયાના મધ્ય ભાગમાં શ્રીનેમિકુમાર શ્રીકૃષ્ણની આયુધશાળામાં જઈને શંખ ફૂંકતા દેખાય છે. હાંસિયાના નીચેના ભાગમાં એક ઘોડેસવાર જતો દેખાય છે. મધ્ય હાંસિયાના ઉપરના ભાગમાં લગ્નની ચોરી રજુ કરેલી છે. મધ્ય ભાગમાં પરણવા આવતા નેમિકમારની રાહ જોતી રાજલ રાજકુમારી બેઠેલી છે. નીચેના ભાગમાં શ્રીનેમિકુમાર કૃષ્ણ વાસુદેવની રાણીઓ સાથે જલક્રીડા કરતા દેખાય છે. - જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં શ્રીકૃષ્ણ વાસુદેવ તથા ઈદ્ર બેઠેલા છે. મધ્ય ભાગમાં શ્રીનેમિકુમાર સારંગ ધનુષ્ય વાળતા દેખાય છે. નીચેના ભાગમાં વાસુદેવનાં આયુધો ચીતરેલાં છે. ઉપરની કિનારમાં અનુક્રમે રથ પાછો વાળતા અને રથમાં બેસીને જતા શ્રીનેમિકુમાર દેખાય છે. રથની આગળ બે શરણાઈઓ વગાડનારા તથા એક પુરુષ ઊભેલો છે. તેની આગળ લગ્નની ચોરી છે. ચોરીની બાજુમાં પક્ષીઓ તથા પશુઓ પોકાર પાડતાં દેખાય છે. નીચેની કિનારમાં અનુક્રમે બે પદાતિ સિનિકો, બે સ્ત્રીઓ, પાણીની વાવ તથા એક વૃક્ષ ચીતરેલું છે. પાનાની મધ્યમાં સોનાની શાહીથી શ્રી નેમિનાથજીના જીવનનું વર્ણન લખેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15