________________
પૂર્તિ
મૂળ તરીકે ઉલ્લેખાયેલાં કર્તા-કૃતિઓ
દિશીઓની ઉપરની સૂચિમાં દેશી તરીકે ઉલ્લેખાયેલ પંક્તિ કયા કવિની ને કઈ રચનાની મૂળ પંક્તિ છે તે દેશાઈએ કેટલેક સ્થાને દર્શાવ્યું છે. આ માહિતીનું દસ્તાવેજી મૂલ્ય સ્પષ્ટ છે. કવિ કે કૃતિના સમય વિશે નિર્ણય ક૨વામાં મુશ્કેલી હોય ત્યારે એની પંક્તિનો દેશી તરીકે વિનિયોગ થયાનો સમય એક આધાર બને. મૂળ કવિ કે કૃતિના સમયને આધારે એની પંક્તિને દેશી રૂપે ઉદ્ધૃત કરનાર કવિ કે કૃતિના સમયની (એ અન્ય રીતે પ્રાપ્ત ન હોય ત્યારે) વિચારણા થઈ શકે.
મૂળ બતાવવામાં કવિ, કૃતિ ને એનો સમય એ ત્રણેનો ઉલ્લેખ બધે સ્થાને દેશાઈથી થઈ શક્યો નહોતો. આ આવૃત્તિમાં કોઈ આધારથી કે અનુમાનથી એ માહિતી ઉમેરી શકાઈ ત્યાં ઉમેરી છે, છતાં કેટલીક કૃતિઓના કર્તા અને સમય નક્કી કરી શકાયા નથી. પણ જેટલી છે એટલી આ માહિતી કોઈ ને કોઈ રીતે અવશ્ય કામમાં આવી શકશે.
અહીં મૂળ તરીકે ઉલ્લેખાયેલાં કર્તા-કૃતિઓ વર્ણાનુક્રમે આપ્યાં છે. સમયનો નિર્દેશ છોડી દીધો છે. જેતે સ્થાને એ મળશે જ. કર્તાનામવાળા નિર્દેશો પહેલાં આપ્યા છે અને કર્તાનામ વિનાના નિર્દેશો તે પછી આપ્યા છે. એની સાથે જે દેશી પરત્વે એનો નિર્દેશ થયો હોય તેના ક્રમાંક નોંધ્યા છે.] આણંદમુનિ, તંબાકુ સ્વા., દેશી ક્ર.૨૯૯, ૧૫૮૧ આનંદઘન, ચોવીસી, દેશી ક્ર.૯૫૨, ૧૧૩૭
પદ, દેશી ક્ર.૧૦૫૩
આનંદવર્ધન, ચોવીશી, દેશી ક્ર.૧૫૮૯, ૨૧૬૭
ઉદયવિજય (?), (શંખેશ્વર પાર્શ્વ?) રાજગીતા, દેશી ક્ર.૧૬૪૪.૧ કમલકલશસૂરિશિષ્ય, બંભણવાડિ સ્ત., દેશી ક્ર.૧૨૪૨.૪, ૨૦૦૨ કવિયણ, પાંચ પાંડવ સ., દેશી ક્ર.૧૧૭૫
બારમાસ, દેશી ક્ર.૧૯૧૯
કુમુદચન્દ્ર, શીલ ઉપર સ્વા., દેશી ક્ર.૨૧૩૮, મોટી દેશી ક્ર.૧૧૯ ગુણવિજય, સર્વાર્થસિદ્ધ સ., દેશી ક્ર.૧૨૦૫
ચંદ કવિ(?), પદ, મોટી દેશી ક્ર.૧૨૨
ચંદ્રસખી, પદ, મોટી દેશી ક્ર.૧૨૨
જયસોમ, બાર ભાવના સ., દેશી ક્ર.૧૦૧૩, ૧૧૬૨, ૧૨૭૬
શત્રુંજય સ્ત., દેશી ક્ર.૧૫૮૮
જિનરાજસૂરિ, ગજસુકુમાલ રાસ, દેશી ક્ર.૭૭૧, ૧૦૯૧, ૨૦૫૦, ૨૨૭૫ ચોવીશી, દેશી ક્ર.૮૮, ૯૬, ૧૨૯, ૧૬૯, ૩૧૮, ૩૪૪, ૩૭૮, ૫૧૬, ૭૬૭, ૮૭૮,
૧૦૩૨, ૧૩૧૧૭, ૧૩૭૪, ૧૩૮૨, ૧૯૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org